અને આમ સમજાય તો આજ્ઞા પળે જે – થર થર ધ્રૂજત રહે વચનમેં ઇંદ્ર મુનીંદ્રા, થર થર ધ્રૂજત રહે વચનમેં અવનિ અહીંદ્રા ; થર થર ધ્રૂજત રહે વચનમેં શશિ અરુ સૂરા , થર થર ધ્રૂજત રહે રેન દિન કાળ હજૂરા ; હરિ હર અજ આદિ સબે રહત ભકિતરત જાહિકી, જન મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આગ્યા તાહિકી. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે. વળી ‘સર્વત્ર જંતો ર્વ્યસનાવગત્યા’ એમ જીવ કર્મ વશ થઈને અનંત દુઃખ ભોગવે છે, એમ વિચારે તોપણ આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે. ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી; એ વાત એમ જ છે અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે, તે જેમ ચણા ને ઘઉં આદિકમાં હિમ પડે, તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માંહીથી બીજ બળી જાય છે, એમ થાય છે. ।।૪૨।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)