Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪પ

આવા સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે તે દેખાય જ નહિ પણ અજ્ઞાન ટાળી નાખે, જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ. બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આંહીં એક દિવસે થાય છે. ને અક્ષરના મુકતને પણ સમજવામાં કસર રહી ગઇ હોય, તો તેને પણ આંહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે, માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરોબર બીજો કોઇ સારો યોગ નથી. ।।૪૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૬

શ્રીજીમહારાજે આઠ મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા ને પંચાળા વગેરેમાં સંતને પણ ભેળા રાખીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ પંદર દિવસ, મહિનો રાખીને વાતો કરતાં; એમ કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના થાતું નથી. ।।૪૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૭

સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઇયળ પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂકા નીસરશે. તે જમે કાગડાને શ્રાદ્ધના સોળ દિવસનું સુખ ને પછી બંદૂકોની ગોળીઓ ખાવાની છે તેમ. ।।૪૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૮

અને ફિરંગી  નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથાવાર્તા, પ્રશ્ન-ઉત્તર કરવાસાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે, પણ જે આળસુ થઇને બેસી રહે તેને શું સમાસ થાય ? ।।૪૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 172

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૯

અને મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે, એક દિવસ મને પણ જિહ્વા ઇન્દ્રિયે છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઇ ગયું, તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. ।।૪૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૦

અને પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડુઅવળું તરી જાવું  નહિ. અને મોટા આગળ જો જીવ સરલપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઇ કહેવું પડે નહિ. ને જગતમાં પણ એમ રીત છે, જે જેનો થઇ રહે તેની ફિકર  તેને રાખવી પડે છે તેમ મોટા ખબર રાખે. ।।૫૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પ૧

અર્ધોઅર્ધ કથાવાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે અને આ તો મોટા કારખાનાં થયાં તે કાંઇ ખૂટે એમ તો છે નહિ. ।।૫૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- પર

મદં વાડ આવે તેમાં જે કાયર થઇ જાય તેણે કરીને દુ:ખ તો મટે નહિ ને તેમાં જે હિમં ત રાખતા તે મહારાજને ગમતું. ।।૫૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109
Powered By Indic IME