Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૧

જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે, તેવો પોતાને સમજવાનો હોય અને જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે, તેવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઇ કસર રહે જ નહિ. ।।૬૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬ર

શાસ્ત્રમાં તથા સત્પુરુષના કહ્યામાં એમ છે જે, મોટા રાજી થાય તો સર્વે કામ થાય, તે રાજી થયાના ઉપાય ચાર છે. તેની વિકિત જે, એક તો એને કાંઇ પદાર્થ જોતું હોય તે આપવું, બીજું તેના દેહની સેવા કરવી, ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ, તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય; એ જેવું બીજું નથી. ।।૬૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૩

આપણે શ્રીજીમહારાજની કોઇ આજ્ઞા તરત રાજી થઇને માની નથી. કેમ જે આપણને સૂઝે નહિ ને બુદ્ધિ પણ પહોંચે નહિ, ને મહારાજને તો પૂર્વાપર સૂઝતું હોય, તે શી આજ્ઞા ? જે રાંધેલું અન્ન મોર્ય  માગવાનું કહ્યું તે કોઇએ માન્યું જ નહિ, તે પ્રથમ પોતે માગીને પછી મનાવ્યું; ને મંદિર કરવાનું કહ્યું તે કોઇ હા પાડે જ નહિ; પછી ભણવાનું કહ્યું તે કોઇ માનતા નહિ; ને પત્તર રાખવાનું કહ્યું તે પણ માને નહિ, એ આદિક સર્વે વચન પરાણે ઘણો ઘણો આગ્રહ કરીને મનાવ્યાં. તે મહારાજને ને મોટા સાધુને તો પૂર્વાપર સૂઝે, પણ તે જીવને મનાય નહિ. ને વચન માનવાં ને ન માનવા તેમાં પણ વિવેક રાખવો. તેમાં નારાયણદાસની વાત કરી જે, ત્યાગ રાખતો તેમાં ખાવાનું કહ્યું ત્યારે ખાવા માંડ્યું, તેમાં વિચાર નહિ; ને પછી તેમાં સંકોચ કરવાનું કહ્યું ત્યારે અન્ન મૂકી દીધું. વળી જોડા પહેરતો નહિ તે પહેરવાનું કહ્યું તે જોડા પહેર્યા ત્યારે પગમાં કઠીને લોહી નીસયુર્ં પણ કાઢે નહિ, એ માટે એમ ન કરવું ને વિવેક રાખવો. ।।૬૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૪

‘મોટા સતંનો નિરતંર પ્રસંગ રાખવો, તેમાથીં કોઇક સમે કેવી વાત થઇ જાય. મનને મારવું પણ તેનું કહ્યું ન કરવું, જેમ બકરાને મોઢામાં જવ ભરીને મારે છે તેમ કરવું,’ એમ મહારાજ કહેતા. ને ભગવાન ને મોટા સંત આગળ નમી દેવું, ને પોતાની સમજણ મૂકી દેવી ને એ તો બહુ દયાળુ છે તે બહુ રક્ષા કરે. ।।૬૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬પ

ત્રણ પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે. તેની વિકિત જે, જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે; ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ ત્રણ પ્રકારના છે, તેને મોટા સાધુ દેખે છે, અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહિ ને મુમુક્ષુને પણ તે જોઇને દાઝ થાય. ।।૬૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૬

આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન-વસ્ત્ર મળે છે, તે સર્વે મોટા સતંની દષ્ટિ વડે છે, પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે પણ પોતે ઓશિયાળો  થાતો નથી. પણ જો  મોટા સાધુની દષ્ટિ જરાક ફરે તો ચાંડાલ જેવું અંત:કરણ થઇ જાય ને સખુ પણ રહે નહિ.।।૬૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૭

અને ત્રણ પ્રકારનાં દુઃખ કહેવાય છે, તેમાં પણ હમણાં બે દુઃખ નથી; તે અધિભૂત જે કોઇ મારતું નથી ને અધિદૈવ જે કાળ પડતો નથી; ને હવે તો અધ્યાત્મ જે મનની પીડા તે રહ્યું છે. તે ટાળવાનો હેતુ તો જ્ઞાન છે, તે હોય તો દુઃખ ન થાય, એનો બીજો ઉપાય નથી. ।।૬૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૬૮

અને મોટા સમૈયામાં મોટાં મોટાં કેટલાક શહેરના સામાન આવે તેમાંથી જીવ માંહીથી કેટલું ત્યાગ કરે ? ને સારો હોય તે પણ ભોગવવા મંડે; ને ત્યાગ ન થાય તેનું દુઃખ પણ થાય ને જીવ માંહીથી હાર્ય પણ પામી જાય. માટે જેટલું વિષયથી છેટું રહેશે તેટલું જ સારું રહેશે. ને ત્રણ પ્રકારનો ત્યાગ તેની વિકિત જે, કાંઇક જણસ  વહેંચાય તે આસને બેઠાં આપે તો લે, ને બીજો તો ઊઠીને લેવા જાય, ને ત્રીજો તો પોતાને ન આવે તો કહેશે જે, મુને કેમ આપ્યું નહિ ? એ ત્રણ ભેદ છે; ને મળે તો તેનો પણ ત્યાગ કરે એ ભેદ ચોથો છે. ને મોટાનો સંગ હોય ને વિષયનો સંબંધ ન હોય તો જ આ જીવનું સારું રહે. ને મોટા શહેરની કાચી  રસોઇ ને બીજી પાકી રસોઇ એ બેય બરોબર થાય. ।।૬૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108
Powered By Indic IME