Last Updated:
May 5, 2025

Click here to submit your article
9 અંત્ય પ્રકરણ
Per Page :

ગઢડા અંત્ય ૧ : જ્ઞાન તથા હેતના અંગનું

સંવત્ ૧૮૮૨ના વૈશાખ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના ફળિયાની માંહિલી કોરે આથમણે બાર ઓરડાની ઉચી ઓસરીએ ગાદીતકીયે યુક્ત જે સુંદર રંગીત ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને મસ્‍તકને વિષે જે મોટી શ્વેત પાઘ તેમાં સુંદર મોગરાનો તોરો વિરાજમાન હતો, અને કંઠને વિષે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો, અને બે હાથને વિષે તે પુષ્પના ગજરા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસને પુછયું જે, પરમેશ્વરના ભક્તને ભુંડા દેશકાળાદિકનો યોગ થાય તોય પણ ભગવાનની ભકિતમાં વિઘ્‍ન થાય નહિ એવી શી સમજણ છે. ? પછી પરમહંસને જેવું સમજાયું તેવું કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, જે ભગવાનને ભજે તેને એક તો દ્રઢ વૈરાગ્‍ય જોઈએ, અને બીજી આત્‍મનિષ્ઠા જોઈએ. તેમાં જો વૈરાગ્‍ય ન હોય તો જ્યારે મનગમતું પદાર્થ મળે ત્‍યારે જેમ ભગવાનમાં પ્રીતિ કરે છે તેમ બીજા પદાર્થમાં પણ ભગવાનના જેવી પ્રીતિ થઈ જાય. અને જો આત્‍મનિષ્‍ઠા ન હોય તો જ્યારે દેહમાં સુખદુ:ખ આવે ત્‍યારે એ ભક્તની વૃત્તિયો ચુંથાઈ જાય,પછી જેને સુખદાયી જાણે તેમાં પ્રીતિ કરે અને જેને દુ:ખદાયી જાણે તે સાથે દ્વેષ કરે, એવી રીતે એની બુદ્ધિ ભ્રષ્‍ટ થઈ જાય માટે ભગવાનના […] read more
0 Views : 370

ગઢડા અંત્ય ૨ : સર્વે અર્થ સિદ્ધ થયાનું

સંવત્ ૧૮૮૨ના જ્યેષ્ઠ શુદિ ૬ છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્‍તક ઉપર શ્‍યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી, અને શ્વેત ચાદર ઓઢી હતી, અને શ્વેત ખેસ પહેર્યા હતો, અને પાઘને વિષે મોગરાના પુષ્પનો તોરો ખોશ્‍યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી, પછી શ્રીજીમહારાજે પ્રશ્ર્ન પુછયો જે, ”જગતને નાશવંત દેખે છે અને દેહને મુકીને ચેતન જુદો થઈજાય છે તેને પણ દેખે છે, તો પણ આ જીવને જગતનું પ્રધાનપણું હૃદયમાંથી મટતું નથી, અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે, તો પણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્‍સંગ પણ એના હૃદયમાં મુખ્‍ય થતો નથી, અને ધન, સ્‍ત્રી, આદિક જે સાંસારીક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, ”જીવના હૃદયમાં વૈરાગ્‍ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થતી નથી.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ”વૈરાગ્‍યની ન્‍યૂનતા છે એ તો વાત સાચી, પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્‍સંગ થતાં થતાં જેવું અંગ બંધાઈ જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે પણ તે વિના બીજું થતું નથી. ૨અને સત્‍સંગે કરીને તે અંગની પુષ્‍ટિ તો થાય […] read more
0 Views : 421

ગઢડા અંત્ય ૩ : દયા અને સ્નેહનું

સંવત્ ૧૮૮૩ ના અષાઢ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજીમહારાજની પધરામણી કરી ત્‍યારે શ્રીજીમહારાજ ત્‍યાં પધાર્યા. પછી ઉગમણે બાર ઓરડાની ઓસરીયે ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને શ્રીજીમહારાજને વિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજીમહારાજની કેસરચંદનાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજીમહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર તથા બે ભુજાને વિષે તે પુષ્પના ગજરા તથા પાઘને વિષે તે પુષ્પના તોરા તે અતિશે વિરાજમાન  હતા. અને શ્રીજીમહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજીમહારાજે સર્વ સંતમંડળને પ્રશ્ર્ન પુછયો જે, ”જે હરિભક્તના હૃદયને  વિષે દયા ને સ્‍નેહ એ બે સ્વાભાવિક રહ્યાં હોય ત્‍યારે સ્‍નેહનું સ્‍વરૂપ તો મધ જેવું છે તે જ્યાં ત્‍યાં ચોટે. અને દયાનો સ્‍વભાવ એવો છે જે જ્યાં ત્‍યાં દયા કરે. ત્‍યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટે જન્‍મ લેવો પડયો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંધાથે સ્‍નેહ થયા વિના રહે નહિ. અને એ દયા ને સ્‍નેહ તેને ટાળ્‍યાનો ઉપાય તો આત્‍મજ્ઞાન ને વૈરાગ્‍ય એ બે જ છે. અને વૈરાગ્‍યનું એવું સ્‍વરૂપ છે જે  સર્વે નામરૂપને નાશવંત દેખાડે. […] read more
1 Views : 417

ગઢડા અંત્ય ૪ : બાધિતાનુવૃત્તિનું

સંવત ૧૮૮૩ના શ્રાવણ સુદિ ૩-તૃતીયાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછવાવીને ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન- વૈરાગ્‍યે યુક્ત હોય ને વિચારને બળે કરીને પોતાને બંધન કરે એવી જે માયિક પદાર્થમાં પ્રીતિ, તેને ટાળી નાખી હોય, તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્‍પ સમાધિ થાય નહિ, ત્‍યાં સુધી બાધિતાનુવૃત્તિ રહી જાય છે. તેણે કરીને વિચારમાં એમ રહે છે જે, ‘રખે મારે મા બાપ, સ્ત્રી, છોકરાં, દ્રવ્‍ય, કુટુંબ, દેહ, ગેહ એમને વિષે પ્રીતિ રહી ગઈ હોય નહિ?” એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરૂષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાંખ્‍યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ કયારેક બી જાય છે તથા સ્‍વપ્નમાં તે શત્રુને દેખે ત્‍યારે બી જાય છે તેમ તે જ્ઞાની ભક્તને પણ જે જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાંખ્‍યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનુવૃત્તિએ કરીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધનકલત્રાદિક પદાર્થની કોઈક સમે સ્‍મૃતિ થઈ આવે છે ત્‍યારે મનમાં બી જવાય છે જે, ‘રખે મને બંધન કરે!’ એવી […] read more
0 Views : 380

ગઢડા અંત્ય ૫ : માહાત્મ્યે યુક્ત નિર્વિઘ્ન ભકિતનું

સંવત ૧૮૮૩ના ભાદરવા સુદિ ૧૧-એકાદશીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા. અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિષે મોગરાનાં પુષ્પનાં તોરા વિરાજમાન હતા. ને હાથને વિષે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજીમહારાજે કહ્યું જે, “કોઈક પ્રશ્ન પૂછો.” પછી મુકતાનંદસ્વામીએ પૂછયો જે, “હે મહારાજ! ભગવાનની જે ભકિત છે તેમાં કોઈ રીતનું વિઘ્‍ન ન થાય, એવી તે કઈ ભકિત છે ? અને જે ભકિતમાં કાંઈક વિઘ્‍ન થાય છે તે કઈ જાતની ભકિત છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ૨”તૃતીયસ્‍કંધમાં કપિલગીતાને વિષે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્‍યે કહ્યું છે જે- “યન્નામધેયશ્રવણાનુકીર્તનાદ્યત્‍પ્રહ્વણાદ્યત્‍સ્‍મરણાદપિ કવચિત્ | શ્વાદોડપિ સદ્ય:સવનાય કલ્‍પતે કથં પુનસ્‍તે ભગવન્નુ દર્શનાત્ ||” “અહો બત શ્વપચોડતો ગરિયાન્ યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્‍યમ્ | તેપુસ્‍તપસ્‍તે જુહુવુ: સસ્‍નુરાર્યા બ્રહ્માનૂચુર્નમ ગૃણન્‍ત્‍િા યે તે ||” એ બે શ્લોકે કરીને જેવું ભગવાનનું માહાત્‍મ્‍ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્‍યે પોતાનું માહાત્‍મ્‍ય કહ્યું છે જે, “મદ્ભયાદ્વાતિ વાતોડયં સૂર્યસ્‍તપતિ મદ્ભયાત્  વર્ષતીન્‍દ્રો દહત્‍યગ્‍ન્‍િા મૃત્‍યુશ્વરતિ મદ્ભયાત્ “ એવી રીતે માહાત્‍મ્‍ય સહિત ભગવાનની ભકિત હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્‍ન આવે નહિ અને માહાત્‍મ્‍ય જાણ્‍યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભકિત […] read more
0 Views : 344

ગઢડા અંત્ય ૬ : જીવ અને મનની મિત્રતાનું

સંવત્ ૧૮૮૩ ના ભાદરવા વદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત ઉપર કૃપાદૃષ્ટિ કરીને બોલતા હવા જે, “ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા, કીર્તન, શ્રવણાદિક જે નવધા ભકિત તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભકિતએ કરીને ભગવાન અતિશે રાજી થતા નથી; અને ઈર્ષ્યાનો ત્‍યાગ કરીને કેવળ પોતાના કલ્‍યાણને અર્થે ભકિત કરે પણ લોકને દેખાડયા સારૂં ન કરે તો તે ભકિતએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેને ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભકિત ન કરવી, કેવળ પોતાના કલ્‍યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભકિત કરતાં થકાં કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહિ. અને જીવમાત્રનો તો એવો સ્‍વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્‍યારે એમ બોલે જે, ‘મને બીજે કોઈએ ભુલાવ્‍યો ત્‍યારે મારામાં ભુલ પડી પણ મારામાં કાંઈ વાંક નથી.’ પણ એમ કહેનારો મહામૂખર્ો છે. કેમજે, બીજો તો કોઈક કહેશે જે, ‘તું કુવામાં પડ.’ ત્‍યારે એને કહેવે કરીને શું કુવામાં પડવું ?માટે વાંક તો અવળું કરે તેનો જ છે […] read more
0 Views : 516

ગઢડા અંત્ય ૭ : વજ્રની ખીલીનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદી ૬ છઠને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ગાદી તકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ સર્વ હરિભક્ત પ્રત્‍યે બોલ્‍યા જે, “અમારા અંતરનો જે સિદ્ધાંત છે તે કહીએ છીએ જે, જેને પોતાનું કલ્‍યાણ ઈચ્‍છવું તેને તો ભગવાન ને ભગવાનના સાધુ એથી ઉપરાંત બીજું કાંઈ જગતમાં સુખદાયી નથી, માટે જેમ પોતાના શરીરને વિષે જીવને આત્‍મબુદ્ધિ વર્તે છે તેવી ભગવાન ને ભગવાનના સંતને વિષે આત્‍મબુદ્ધિ રાખી જોઈએ. અને ભગવાનના ભક્તનો પક્ષ દૃઢ કરીને રાખ્‍યો જોઇએ અને તે પક્ષ રાખતાં થકાં આબરૂ વધો અથવા ધટો, અથવા માન થાઓ કે અપમાન થાઓ, અથવા દેહ જીવો કે મરો, પણ કોઈ રીતે ભગવાન ને ભગવાનના ભક્તનો પક્ષ મુકવો નહિ ને એમનો અભાવ આવવા દેવો નહિ. અને ભગવાનના ભક્ત જેવા દેહ ને દેહનાં સગાંસંબંધીને વહાલાં    રાખવાં નહિ. એવી રીતે જે હરિભક્ત વર્તે તેને અતિ બળવાન એવા જે કામ ક્રોધાદિક શત્રુ તે પણ પરાભવ કરી શકતા નથી. અને જે ભગવાનનું બ્રહ્મપુર ધામ છે તેને વિષે ભગવાન સદાય સાકાર મૂર્તિમાન વિરાજમાન છે, અને  ભગવાનના ભક્ત પણ […] read more
0 Views : 340

ગઢડા અંત્ય ૮ : સદાય સુખિયા રહેવાનું

સંવત્ ૧૮૮૩ના ભાદરવા વદિ ૯ નવમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને કંઠને વિષે મોગરાના પુષ્પના હાર વિરાજમાન હતા, ને પાઘને વિષે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુનિમંડળને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેને એવો કયો ઉપાય છે જે જેણે કરીને સદા સુખી રહેવાય ?” પછી મોટા મોટા સાધુ હતા તેણે જેવું જેને સમજાયું તેવો તેણે ઉત્તર કર્યો, પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એનો ઉત્તર તો એમ છે જે, જે ભગવાનના ભક્તને એક તો દ્રઢ વૈરાગ્‍ય હોય, અને બીજો અતિશે દ્રઢ સ્‍વધર્મ હોય, અને જેણે એ બે સાધને કરીને સર્વે ઈન્‍દ્રિયોને જીતીને પોતાને વશ કર્યાં હોય, અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશય પ્રીતિ હોય અને જેને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે અતિશે મિત્રભાવ વર્તતો હોય, અને જે કોઈ દિવસ ભગવાન કે ભગવાનના ભક્ત થકી ઉદાસ થાય નહિ, અને જે ભગવાન ને ભગવાનના ભક્તને સંગે જ રાજી રહે પણ કોઈ વિમુખ જીવની સોબત ગમે નહિ, એવાં જે હરિભક્તનાં લક્ષણ હોય તે આ લોકને વિષે તથા પરલોકને વિષે સદાય સુખિયો રહે છે. અને […] read more
0 Views : 334
Powered By Indic IME