અને કેટલાક રસોઇ કરે છે, પાણી ભરે છે ને કેટલાક લખે છે, ને ભણે છે, કેટલાક ખડ વાઢવા જાય છે ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિક ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું જે, એ સર્વે દેહનો વ્યવહાર છે તે કયુર્ં જોઇએ, પણ કરવાનું તો બીજું છે. તે શું ? જે મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસના ને જ્ઞાન શીખવું ને સત્સંગ-કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવાય એવો દઢ પાયો કરવો; ઇત્યાદિક કરવાનું છે તે કરવું. મનુષ્યને જે જે ક્રિયા કરવાનું કહીએ તે તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે, પણ જ્ઞાન વિના સર્વે કાચું છે. ને અંતરમાં ખોટા ઘાટ થાય તે પણ જ્ઞાનની કસર છે અને શ્રીજીમહારાજ પૂછતા જે, “એને કિયા સાધુ સાથે હતે છે ને કિયા સાધુ પાસે બેઠક-ઊઠક છે ?” એમ તપાસ કરવાનું કહેતા. ।।૨૨।।
read more
Edit |
Renew |
Delete |
(expires in days)