Last Updated:
May 5, 2025

Click here to submit your article
6 મધ્ય પ્રકરણ
Per Page :

ગઢડા મઘ્ય ૧ : મોહ ઉદય થયાનું

સંવત્ ૧૮૭૭ના જ્યેષ્‍ઠ સુદિ ૧૫ પૂર્ણમાસીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ-નારાયણના મંદિરની આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને માથે ધોળી પાઘ બાંધી હતી, અને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કીર્તનિયાને કહ્યું જે, “હમણાં કીર્તન રાખો ને પ્રશ્ર્ન-ઉત્તર કરો.” પછી મુકતાનંદ સ્વામીએ હાથ જોડીને નમસ્‍કાર કરીને શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! મોહનું શું રૂપ છે ? અને મોહની નિવૃત્તિ થયાનો શો ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ થોડીક વાર વિચારી રહીને પછી બોલ્‍યા જે, “મોહનું રૂપ તો મનને વિષે ભ્રાંતિ જેવું થઇ જાય એ જ જણાય છે.  અને જ્યારે પુરૂષના હૃદયમાં મોહ વૃદ્ધિ પામે છે ત્‍યારે મનમાં વિભ્રાંતિ વિશેષ થાય છે. પછી આ કરવા યોગ્‍ય ને આ ન કરવા યોગ્‍ય એવો વિવેક રહેતો નથી. અને તે મોહ થયાનું કારણ તો આજે જ અમે વિચાર્યું છે જે, આજ અર્ધ રાત હતી ત્‍યારે અમારે નિદ્રા ઉડી ગઇ હતી. પછી અમે ઉત્તરાદિ દિશા સામું મુખ કરીને સૂતા હતા. પછી ધ્રુવનો તારો દીઠો ત્‍યારે એમ વિચાર થયો જે, આ તો ઉત્તર ધ્રુવ છે, પણ […] read more
0 Views : 536

ગઢડા મઘ્ય ૨ : પાણીની સેરનું

સંવત્ ૧૮૭૮ના શ્રાવણ સુદી ૩ ત્રીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકળા ઉપર વિરાજમાન હતા. અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને મુનિ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, અમે વાર્તા કરીએ છીએ” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જેને આત્‍યંતિક કલ્‍યાણ પામવું હોય અને નારદ સનકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે, આ દેહ છે તેને વિષે જીવ રહ્યો છે, અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે જીવ સાથે વળગી રહ્યાં છે. અને ઇન્‍દ્રિયો ને અંત:કરણ છે તે બાહેર પણ પંચવિષયમાં વળગી રહ્યાં છે. તે અજ્ઞાને કરીને જીવ, ઇન્‍દ્રિયો અંત:કરણને પોતાનું રૂપ માને છે. પણ વસ્‍તુગતે જીવ ઇન્‍દ્રિયો, અંત:કરણથકી નોખો છે. અને પંચ વિષય છે તે અંત:કરણ થકી નોખા છે. પણ એતો વિષયને અભ્‍યાસે કરીને અંત:કરણને વિશે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્‍પત્તિ તે તો ઇન્‍દ્રિયો થકી થાય છે. પણ અંત:કરણમાંથી નથી થતી. જેમ અતિશે તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બાહેર ઇન્‍દ્રિયોને સંબંધ થાય છે. પછી ઇન્‍દ્રિયો દ્વારે કરીને શરીરને માંહીલીકોરે તેનો પ્રવેશ થાય છે. પણ એની ઉત્‍પત્તિ માંહીલીકોરેથી નથી. એતો બાહેરથી ઉત્‍પન્ન થઇને માંહીલીકોરે પ્રવેશ […] read more
0 Views : 441

ગઢડા મઘ્ય ૩ : રસિકમાર્ગ અને આત્મજ્ઞાનનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણસુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને પોતાની આગળ પરમહંસ ઝાંઝ મૃદંગ લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ નેત્ર કમળની સાને કરીને સૌને છાના રાખીને બોલ્‍યા જે, “મોટેરા મોટેરા પરમહંસ હો તે આગળ આવો, વાત કરવી છે.” એમ કહીને શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામ્‍યાના બે ઉપાય છે, અને પડયાના બે ઉપાય છે, તે કહીએ છીએ જે, એકતો રસિક માર્ગે કરીને ભગવાનની ભકિત કરવી, અને બીજો આત્‍મજ્ઞાન, એ બે મોટપ પામ્‍યાના પણ માર્ગ છે અને પડયાના પણ છે. તેમાં રસિક માર્ગે તો હજારો ને લાખો પડી ગયા છે અને ભગવાનને તો કોઇક પામ્‍યો હશે, અને મોટા મોટા આચાર્ય થયા તેણે પણ રસિક માર્ગે કરીને ભકિત કરાવી છે પણ તેમાં બગાડ ઘણાને થયો છે, અને સારૂં તો કોઇકનું થયું છે. કાંજે, રસિકપણે કરીને જ્યારે ભગવાનનું વર્ણન કરે ત્‍યારે ભગવાન ભેળું રાધિકાજી તથા લક્ષ્મીજી તથા તેની સખીઓ તેનું પણ વર્ણન આવે અને જ્યારે સ્‍ત્રીઓનું વર્ણન આવે ત્‍યારે તો તેનાં અંગો અંગનું વર્ણન થાય, ત્‍યારે વર્ણનના કરનારાનું મન નિર્વિકાર કેમ રહે ? […] read more
0 Views : 494

ગઢડા મઘ્ય ૪ : માહાત્મ્યને શ્રદ્ધાથી અખંડ ચિંતવન થાય, ફાટેલ લંગોટી ને તુંબડીનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર મેડીની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને પરમહંસ દુકડ, સરોદા, સતાર વજાડીને મલાર રાગનાં કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન ગાવવાં રહેવા દ્યો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ.” પછી પરમહંસે કહ્યું જે, ‘સારૂં મહારાજ !’ પછી શ્રીજી મહારાજે પ્રશ્ર્ન કર્યો જે, “શાસ્ત્રમાં કહ્યા એવા ધર્મ પાળતો હોય, ને ભગવાનની ભકિત પણ કરતો હોય, ને તેને એવો આપત્‍કાળ આવે જે ભકિત રાખવા જાય તો ધર્મ જાય, ને ધર્મ રાખવા જાય તો ભકિત જાય, ત્‍યારે કેને રાખવો ને કેનો ત્‍યાગ કરવો ?” પછી બ્રહ્માનંદ સ્વામી બોલ્‍યા જે, “જો ભગવાન ભકિત રાખ્‍યે રાજી હોય, તો ભકિત રાખવી અને જો ધર્મ રાખ્‍યે રાજી હોય, તો ધર્મ રાખવો.” ત્‍યારે શ્રીજી મહારાજે કહ્યું જે, “જેને પ્રગટ ભગવાન મળ્‍યા હોય, તેને તો જેમ ભગવાન રાજી હોય તેમજ કરવું એ ઠીક છે. પણ જ્યારે ભગવાનનું પરોક્ષપણું હોય, ત્‍યારે કેમ કરવું ?” પછી મુકતાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્‍યા પણ થયો નહિ. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “જ્યારે ભગવાન પરોક્ષ હોય, ને આપત્‍કાળ પડે, ને કોઇ ન રહે, ત્‍યારે તો ભગવાનનું એક અખંડ ચિંતવન […] read more
0 Views : 498

ગઢડા મઘ્ય ૫ : પતિવ્રતા અને શૂરવીરપણાનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૭ સાતમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ઓટા ઉપર ચાકળો નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, અને મુનિ તાલ મૃદંગ લઇને ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે નેત્રકમળની સાને કરીને તે કીર્તન બંધ રખાવીને બોલ્‍યા જે, “સર્વે સાંભળો એક વાત કરીએ છીએ જે,જે ભગવાનના ભક્ત હોય તેને એક પતિવ્રતાનો ધર્મ રાખવો, અને બીજું શૂરવીરપણું રાખવું. જેમ પતિવ્રતા સ્‍ત્રી હોય તેને પોતાનો પતિ વૃઘ્‍ધ હોય તથા રોગી હોય તથા નિર્ધન હોય તથા કુરૂપ હોય, પણ પતિવ્રતા સ્‍ત્રીનું મન કોઇ બીજા પુરૂષના રૂડા ગુણ દેખીને ડોલે જ નહિ. અને જો રાંકની સ્‍ત્રી હોય ને તે જો પતિવ્રતા હોય તો મોટો રાજા હોય તો પણ તેને દેખીને તે પતિવ્રતાનું મન ચળે જ નહિ, એવી રીતે ભગવાનના ભક્તને પતિવ્રતાનો ધર્મ ભગવાનને વિષે રાખવો. અને પોતાના પતિનું કોઇ ધસાતું બોલે તે ઠેકાણે કાયર થઇને ગળી જવું નહિ, અતિશય શૂરવીર થઇને જવાબ દેવો, પણ પાજીપડાવની છાયામાં ભગવાનના ભક્તને દબાવું નહિ. એવી રીતે શૂરવીરપણું રાખવું. અને લોકમાં એમ કહે છે જે સાધુને તો સમદૃષ્ટિ જોઇએ’ પણ એ શાસ્ત્રનો મત નથી. કેમ જે, નારદ, સનકાદિક ને ધ્રુવ, પ્રહ્યાદાદિક તેમણે ભગવાનનો ને ભગવાનના […] read more
0 Views : 517

ગઢડા મઘ્ય ૬ : હૂંડીનું, ચિત્તના સ્વભાવનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વેદિ ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજે કહ્યું જે, “કીર્તન રાખો, હવે ભગવદ્વાર્તા કરીએ.” પછી સર્વે મુનિ હાથ જોડીને બેઠા, પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “આ સંસારમાં કેટલાક યવન સરખા જીવ હોય તે એમ કહે જે, ‘ગંગાજીનું પાણી અને બીજું પાણી એ બેય સરખાં જણાય છે, અને શાલગ્રામ ને બીજા પાણા તે સરખા જણાય છે, તેમજ તુલસીને બીજાં ઝાડ તે સરખાં જણાય છે, અને બ્રાહ્મણ ને શૂદ્ર તે પણ સરખા જણાય છે, અને ઠાકોરજીની પ્રસાદી અન્ન ને બીજું અન્ન તે બેય સરખાં જણાય છે અને એકાદશીને દિવસ ભુખ્‍યા રહ્યા ને બીજે દિવસ ભુખ્‍યા રહ્યા એ બેય સરખા જણાય છે, અને સાધુ ને અસાધુ એ બેય સરખા જણાય છે, તે માટે આ વિધિનિષેધનો જે વિભાગ તે મોટા પુરૂષ કહેવાયા તેમણે શા સારૂં શાસ્ત્રમાં કહ્યો હશે ? એમ દુષ્‍ટમતિવાળા જે જીવ છે તે કહે છે. માટે સર્વ સંતને અમો આ પ્રશ્ર્ન પુછીએ છીએ જે, એ વિધિનિષેધનો વિભાગ મોટા પુરૂષે શાસ્ત્રમાં કહ્યો છે તે સાચો છે કે કલ્‍પિત છે […] read more
0 Views : 534

ગઢડા મઘ્ય ૭ : દરિદ્રીનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૧ એકાદશીને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે, ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્‍વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્‍ય સ્‍વભાવ રહી જાય છે. તેનું શું કારણ છે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે,” જેને વૈરાગ્‍યની દુર્બળતા હોય તેને ટાળ્‍યાની શ્રઘ્‍ધા હોય તોય સ્‍વભાવ ટળે નહિ. જેમ દરિદ્રી હોય તે ધણાં સારાં સારાં ભોજન ને સારાં સારાં વસ્ત્રને ઇચ્‍છે પણ તે કયાંથી મળે ? તેમ વૈરાગ્‍ય હીન હોય તેના હૃદયમાં ઇચ્‍છા તો હોય, પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે.” પછી વળી મુકતાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે,” જેને વૈરાગ્‍ય ન હોય તે શો ઉપાય કરે ત્‍યારે વિકાર ટળે ?” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “વૈરાગ્‍યહીન હોય તે તો કોઇ મોટા સંત હોય, તેની અતિશે સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડયો રહે પછી પરમેશ્વર તેને કૃપાદૃષ્ટિએ કરીને જુવે જે, આ બિચારો વૈરાગ્‍ય રહિત છે તેને કામક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો. તો તત્‍કાળ ટળી […] read more
0 Views : 412

ગઢડા મઘ્ય ૮ : એકાદશીનું, જ્ઞાનયજ્ઞનું, અંતર્દષ્ટિનું

સંવત્ ૧૮૭૮ ના શ્રાવણ સુદિ ૧૨ દ્વાદશીને દિવસ પ્રાત-: કાળને સમે સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ ચાકળા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી ને પરમહંસ તાલ મૃદંગ લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ સંત પ્રત્‍યે બોલ્‍યા જે, “એકાદશીનું વ્રત કરવું તેની તો એમ વિગતી છે જે, પૂર્વે ભગવાન દશ ઇન્‍દ્રિયો અને અગિયારમું મન તેને અંતર સન્‍મુખ કરીને પોઢયા હતા. તે સમયમાં નાડીજંધનો દીકરો જે મુરદાનવ તે યુદ્ધ કરવા આવ્‍યો. પછી ભગવાનના એકાદશ ઇન્‍દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્‍પન્ન થઇ, ત્‍યારે મુરદાનવ કન્યા પ્રત્‍યે બોલ્‍યો જે, ‘ તું મને વર્ય.’ પછી કન્યા બોલ્‍યાં જે, મારે તો એવી પ્રતિજ્ઞા છે જે ‘જે મને યુદ્ધમાં જીતે તેને હું વરૂં’ પછી મુરદાનવને અને કન્યાને યુદ્ધ થયું, ત્‍યારે કન્યાએ મુરદાનવનું મસ્‍તક ખડગે કરીને કાપી નાખ્‍યું. પછી ભગવાને પ્રસન્ન થઇને તે કન્યાને કહ્યું જે, ‘તું વર માગ’ ત્‍યારે તે કન્યાએ વર માગ્‍યો જે, મારા વ્રતને દિવસે કોઇ અન્ન ન ખાય અને હું તમારા એકાદશ ઇંદ્રિયોના તેજમાંથી પ્રકટ થઇ માટે મારૂં નામ એકાદશી છે અને હું તપસ્‍વિની છું, માટે મારા વ્રતને દિવસ મન આદિક જે અગિયાર ઇન્‍દ્રિયો તેનો જે આહાર તે કોઇ કરે નહિ.’ આવું એકાદશીનું વચન […] read more
0 Views : 597
Powered By Indic IME