Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩પ

સત્શાસ્ત્રનો જેના ઉપર અધિકાર હોય તેને મનુષ્ય કહીએ;એવાં હજારો મનુષ્ય ભેળાં કરીએ ત્યારે તેમાં એક ધર્મવાન જડે ;તેવા ધર્મવાન હજારો ભેળા કરીએ ત્યારે તેમાં એક સિદ્ધિને અર્થે યત્નને કરતો હોય એવો જડે; સિદ્ધિવાળા હજારો ભેગાકરીએ તો તે મધ્યે એક ભગવાનને અર્થે યત્નને કરતો હોય એવોમળે; તેવા હજાર મધ્યે એક ભગવાનને જાણીને યત્નને કરતોહોય એવો મળે; ભગવાનને જાણીને યત્નને કરતા હોય એવાહજારો ભેગા કરીએ તો તે મધ્યે કોઇક જ્ઞાની ભગવાનનું સ્વરૂપ,સ્વભાવ, ઐશ્વર્ય તે અંતે રહિત છે તેને તત્ત્વે કરીને યથાર્થ પોતાનાજ્ઞાનની વિશાળતાને અનુસારે કોઈક જાણે છે, પણ તે જેમ છેતમે તો અતં ને નથી પામતો. ને ભગવાન પોતે પોતાના સ્વરૂપ,સ્વભાવ, ગણુ ને ઐશ્વર્યતેના મહિમાના અતં ને નથી પામતા,તો બીજો તો પામે જ કેમ ? એવા સર્વોત્કૃષ્ટ હરિકૃષ્ણ પુરુષોત્તમતેમણે અનકે કોટિ બ્રહ્માંડનાં ને બહ્મ્રપુરાદિક ધામનાં સમગ્ર ઐશ્વર્ય જે પોતાની મૂર્તિને આધીન છે; તે સમાધિએ કરીને દેખાડ્યાં તથાસહુના ઇષ્ટદવે રૂપે પોતે પોતાનું દશર્ન દઇને અનતં જીવનેપોતાનો સર્વોપરી નિશ્ચય કરાવ્યો.એવી રીતનું બીજું પણ જે અપરિમિત , સર્વોપરી, દિવ્યઐશ્વર્ય તેને દેખાડીને પોતાના સર્વોપરી ઐશ્વર્યને વિષે અક્ષરાદિકસર્વેનાં ઐશ્વર્ય લીન કરીને પોતે સર્વોત્કૃષ્ટપણે જયકારી પ્રવર્તેછે. એવા જે બ્રહ્મધામના અધિપતિ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેમનેધર્મદેવ ને મરિચ્યાદિક ઋષિ તે વૃંદાવનને વિષે જ્ઞાનયજ્ઞે કરીનેરાજી કરી ને મનવાંછિત વર પામ્યા, તેમ યોગીએ હરિકૃષ્ણનીમૂર્તિના જ્ઞાન, ધ્યાનને વિષે તત્પર થઇને મંડવું. ।।૩૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 187

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૬

અને એ હરિકૃષ્ણ પુરુષોત્તમ તે અક્ષર થકી અન્ય છે;ને અતિશે સ્વરાટ છે; ને અતિશે શેષના શેષી છે; ને અતિશેકર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ છે; ને અનંત દિવ્ય કલ્યાણકારીગુણના સમુદ્ર છે; ને અતિશે મહામનોહર મૂર્તિ છે; ને સદાસાકાર મૂર્તિ છે; ને અતિશે પ્રકાશક છે; ને અનાદિ, અપરિમિત,નિરંકુશ, દિવ્ય ઐશ્વર્યસંપન્ન છે; ને અનંત દિવ્ય સુખના સમુદ્રછે; ને અતિશે મહાજ્ઞાન મૂર્તિ છે; ને સર્વના નિયંતા છે, નેઅદ્વિતીય મૂર્તિ છે; ને સદા અખંડિત છે; ને વિજ્ઞાન, જ્ઞાન,ઐશ્વર્યમય છે મૂર્તિ જેમની એવા છે; ને અનેક વિભૂતિઓ નેઅનેક અક્ષરાદિક મુકત ને અનેક કાળ, માયા, પુરુષાદિકશકિતઓ એ સર્વેના કારણ છે ને વાસુદેવાદિક ચતુર્વ્યુહ તથાકેશવાદિક ચોવીસ મૂર્તિઓ તથા રામકૃષ્ણાદિક અવતાર એસર્વેના ધરનાર છે, ને ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ સર્વ કાળનેવિષે સદાય દિવ્યવિગ્રહ ને અજિત મૂર્તિ છે; ને એક થકા અનેકરૂપે છે, ને અનેકરૂપ થકા એક છે ને અનેકના અગ્રજ છે,પરમાત્મા છે, પરમેશ્વર છે, પરમ કારુણિક છે, પુરુષોત્તમ છે,પૂર્ણકામ છે, પરાત્પર છે, પરબ્રહ્મ છે, ને સ્વરૂપ, સ્વભાવ, ગુણ,ઐશ્વર્ય તેણે કરીને જેની કોઇને ઉપમા દેવાતી નથી એવા સર્વોપરીપ્રસિદ્ધ છે; ને અત્યંત નિર્વિશેષ જ્ઞાન, બળ, તેજ, ઐશ્વર્યઇત્યાદિક પ્રત્યક્ષ હરિકૃષ્ણ પુરુષોત્તમનો અપરિમિત મહિમા છે.તેને યથાર્થ કહેવા, જાણવા, દેખવા, સાંભળવા ને પામવાને કોણસમર્થ છે ? કોઇ નથી. ।।૩૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 209

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૭

‘હે નાથ ! હે દયાસિંધો ! હે કૃપાસિંધો ! હે કલિદોષનિવારક ! હે ભકિતધર્માત્મજ ! હે યોગકલાપ્રવર્તક !હે વર્ણિવેશદર્શક ! હે શાલગ્રામ તૃષાહર ! હે બ્રહ્મવિદ્યાપ્રર્વતક!હે અધમોદ્ધારણ ! હે પતિતપાવન ! હે અશરણશરણ ! હેશુદ્ધએકાંતિકધર્મપ્રર્વતક ! હે હરિજનવલ્લભ ! હે નિષ્કામભકત-વલ્લભ ! હે નૈષ્ઠિકાગ્રણિન્ ! હે અકાંતિકધર્મપ્રવર્તક ! હેભકતવલ્લભ ! હે સ્વામિનારાયણ! હે નીલકઠં ! હે હરિકૃષ્ણ !હે હરે ! હે નારાયણ ! હે ધર્મધુરંધર ! હે સર્વજનરક્ષક ! હેસહજાનંદસ્વામિન્ ! તમે મારી ઉપર રાજી થઇને, મને પોતાનોએકાંતિક દાસ જાણીને, મારા હૃદયને વિષે નિવાસ કરીને નિત્યરહેજો.’ આવી રીતે નિત્યે વહેલા ઊઠીને શ્રીપુરુષોત્તમભગવાનની મુમુક્ષુએ પ્રાર્થના કરવી. ને આવી રીતે જો મુમુક્ષુનિત્યે પ્રાર્થના કરે તો તેના હૃદયમાં સાક્ષાત્ શ્રીપુરુષોત્તમભગવાન નિવાસ કરીને અખંડ રહે. ।।૩૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 221

સ્વામીની વાતો – પ્રકરણ ૪, વાત- ૩૮

આવી રીતે શ્રીપુરુષોત્તમ ભગવાન તેમણે અગણિત જીવોનુંકલ્યાણ કરવાને અર્થે પોતાનું જે સમગ્ર ઐશ્વર્ય, પ્રતાપ તે સર્વેજીવને સહેજમાં દેખાડતા હતા, તે ઐશ્વર્ય પ્રતાપ સદ્ગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામીએ પોતે દીઠેલું તેમાંથી આ તો સંક્ષેપમાત્ર લખાવેલ છે. ।।૩૮।। ઈતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય ગુણાતીતાનંદસ્વામીએકરેલી વાતોમાં પુરુષોત્તમ ભગવાનનું ઐશ્વર્ય તથા પ્રતાપબતાવ્યાં તે નામે ચોથું પ્રકરણ સમાપ્ત. read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 181

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧

એક દિવસ સ્વામીએ વાત કરી જે, સર્વ સાધન કરતાં સંગ બળવાન છે. કેમ જે સંગ થકી જ સર્વ વાત થાય છે; પણ સંગ વિના તો કોઇ કામ થાતું નથી; માટે સર્વમાં પ્રથમ સંગ મુખ્ય છે. ને મોક્ષનો માર્ગ પણ સંગ થકી સમજાય છે ને વ્યવહારમાર્ગ પણ સંગ થકી જ સમજાય છે અને આવડે છે. માટે સંગની બરોબર કોઇ સાધન નથી. ને દેશકાળાદિક આઠ કહેવાય છે, તેમાં પણ સંગને મુખ્ય કહે છે તથા નવ પ્રકારની ભકિતમાં પણ શ્રવણ ભકિતને મુખ્ય કહી છે, તે પણ સંગ થકી આવે છે. ને શિક્ષાપત્રીમાં પણ ‘નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો’ એમ કહ્યું છે. વચનામૃતમાં પણ સંગનું અધિકપણું બહુ ઠેકાણે કહ્યું છે. માટે સર્વ શાસ્ત્ર તે સત્પુરુષનો સંગ કરવાનું પ્રતિપાદન કરે છે. તે સંગ કરવો તેમાં પણ જેવા પુરુષનો સંગ થાય તે થકી તેવો સમાસ થાય છે; ને સર્વદેશી પુરુષનો સંગ થાય તો તે થકી સર્વદેશી જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એકદેશી સગં થકી સર્વ પ્રકારનું જ્ઞાન પમાય નહિ. કમે જે, ધમર્, જ્ઞાન, વૈરાગ્ય, ભકિત, મહિમા આદિકમાથીં જેને જે અંગ મુખ્ય હોય તેના સગં થકી તે વાત સમજાય અને સર્વે અંગે સંપૂર્ણ હોય તેના સગં થી સર્વે વાત સમજાય છે. માટે સર્વદેશી સંગ મળવો બહુ દલુર્ ભ છ.ે ને સગં કરવો તેમાં ગુરુની શુદ્ધિ ત્રણ પ્રકારની […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 315

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ર

સર્વ કરતા ઉપાસના સમજવી એ મોટું સાધન છે ને સર્વમાં ઉપાસના મુખ્ય બળવાન છે. તે સર્વોપરી ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ મહારાજને સમજવા, એક તો એમ જ સમજવાનું છે ને બીજું ભગવાનનું સ્વરૂપ સર્વ પ્રકારે નિર્દોષ સમજવું. તે ‘સ્વરૂપનિર્ણય’માં કહ્યું છે એવી રીતે ભગવાનનું સ્વરૂપ સમજવું. તે એ બે વાત મુખ્યપણે અવશ્ય સમજવાની છે. ને એ બે વાત મુખ્ય રાખવાની છે. બાકી ભગવાનનો મહિમા સમજવો તે તો સર્વમાં મુખ્ય છે, પણ મહિમા તો ઉપાસના તથા સ્વરૂપ સમજવામાં આવી જાય છે, ને મહિમા વતે સર્વ સાધન થાય છે, ને મહિમા સર્વ કરતા બળવાન છે. તે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિકિત જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને શ્રીજીમહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે, “જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.” ।।૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 294

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩

આ જીવને પાંચ વાના અવશ્ય જોઇએ પણ તે વિના ન ચાલે ને બાકી તો સર્વ વિના ચાલે, તેની વિકિત જે, અન્ન, જળ, વસ્ત્ર, નિદ્રા ને સ્વાદ મધ્યે મીઠું ને તે વિના બીજું તો સર્વે ફેલ છે. ।।૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 281

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪

અને જેમ ગાય છે તે વાછરું સારુ પારસો મૂકે છે, તેમ જે શિષ્ય હોય તે ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહિ. ।।૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 275
Powered By Indic IME