Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૯

સત્‍સંગ થાય પણ સંગ વિના સત્‍સંગનું સુખ ન આવે, કેની પેઠે ? તો જેમ ખાધાનુ મળે પણ ખાધા વિનાનું સુખ ન આવે, જેમ લુગડાં, ઘરેણાં મળે તોપણ પેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્‍સંગનુ સુખ આવે નહિ. ૨૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૦

અને આવા સાધુને મનમાં સંભારીએ, તો મનનાં પાપ બળી જાય. ને વાતું સાંભળીએ તો કાનનાં પાપ બળી જાય ને દર્શન કરીએ તો આંખનાં પાપ બળી જાય, એમ મહિમા જાણવો. ૩૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 163

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૧

આથી કરોડ ગણો સત્‍સંગ થાશે ને આથી કરોડ ગણાં મંદિર થાશે, પણ આ વાતું ને આ કથા નહિ મળે. ને વ્‍યવહાર પ્રધાન થઇ જાશે, માટે સહેજે સહેજે કરવું ને આ કારખાનાં તો બ્રહ્માંડ રહેશે ત્‍યાં સુધી ચાલશે, માટે કથાવાર્તા કરવા સાંભળવાનો અભ્‍યાસ રાખવો. ને આપણે તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય ને ભકિત એ ચારે વાત રાખવી, પણ એક જ મુખ્‍ય ન કરવું. ૩૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 159

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર

ત્‍યાગ, વૈરાગ્‍ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્‍યા : જે ત્‍યાગ વૈરાગ્‍યને શું કરવાં ? ગમે તેવો જીવ હશે પણ ભગવાનના ભકતમાં આત્‍મબુદ્ધિ એ જ સત્‍સંગી છે. ને તે વિના તો ગમે તેટલી ભકિત કરે તો પણ શું ? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શુ ? માટે ભગવાનના ભકતમાં આત્‍મબુદ્ધિ એ જ સત્‍સંગ છે. ને સત્‍સંગ તો રાત્રિપ્રલય સુધી કરશુ ત્‍યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે, એવો સત્‍સંગ કરવો છે. ૩૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 199

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩

આ વાતુમાંથી તો બ્રહ્મરુપ થવાશે, ને બાળ જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીયું તથા કચરો ને કંચન એ સર્વે સરખું થઇ જાશે, ને કાંઇ દીઠું નહિ ગમે એવું થાશે. ત્‍યારે કહેશો જે વાતું સાંભળીએ છીએ ને કેમ થવાતું નથી ? તે તો આજ આંબો વાવો ને કાલ કેરી કેમ થાય ? પણ એ જ આંબો દશ વર્ષનો થાય ત્‍યારે એમાંથી કેરીયું થાય છે. એમ થવાનું છે. ૩૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૪

અને આપણે તપાસ કરવો જે હજાર રુપિયા મળે તેનું શું ફળ છે ? ને લાખ રુપિયા મળે તેનું શું ફળ છે ? કે કરોડ રુપિયા મળે તેનું શુ ફળ છે ? કેમજે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછું વળવા શીખવું. ૩૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩પ

આલોડય્ સર્વશાસ્ત્રાણિ વિચાર્ય  ચ પુન: પુન:। ઇદમેકં સુનિષ્પન્નં ધ્યેયો નારાયણો હરિઃ।। * અર્થ : – સર્વ શાસ્ત્રો વાંચી, વિચારીને નિશ્વય કર્યો કે, એક ભગવાનનું જ ઘ્‍યાન કરું. ૨ એ શ્લોકમાં વ્‍યાસજીએ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે : જે ‘ભગવાનનો આશરો કરવો. ‘ તેમ જ અમે તપાસ કર્યો જે સર્વનો સિદ્ધાંત સાધુસંગ જ છે. ૩૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૬

સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમજે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તોપણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે. કેમજે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતાં કઠણ પડયું, માટે તે કરતાં પણ જડભરત ને શુકજીની  સમજણ અધિક, કેમજે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહિ. ૩૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 127
Powered By Indic IME