Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ

આ જીવ સાધન તે શું કરશે ? એ તો જેમ કોશ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખડો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્‍યાણ થાવું તે એવું છે. ને ભગવાનની પ્રાપ્‍તિ તો કેવી છે ? જે આ પૃથ્‍વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય ને ચોર લઈ જાય તો પણ ખૂટે નહિ. કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્‍યાણ તે એવું છે. ને આ તો બહુજ દુર્લભ છે, પણ મહિમા સમજાતો નથી. ૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 381

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬

મોટાને સેવ્‍યા હોય ને તેના ગુણ આવ્‍યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય, પણ ત્‍યાં રહેવા પામે નહિ. ૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 326

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭

ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય પણ તે વિના કયાંથી પમાય ? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે; તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. ૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 312

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૮

ઇન્‍દ્રિયારામ હોય તે દબાય પણ આત્‍મારામ હોય તે ન દબાય, કેમ જે ઇન્‍દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્‍મારામ હોય તે શા સારુ દબાય ? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહી. ૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 317

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૯

સંસાર મૂકીને ત્‍યાગી થાય, તે દુ:ખ માત્રને ટાળીને સુખિયો થઈ જાય, પરંતુ ત્‍યાગી થયા પછી પણ વાસનાનું દુ:ખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્‍વાદની, સ્‍નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખિયો થાય છે. ૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 309

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦

ઇન્‍દ્રિયો અંત:કરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે તે રુપ થઇ જાય એવો જ એ જીવનો સ્‍વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્‍ય, ભકિત, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. ૧૦ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 267

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧

રુપવાન સ્ત્રી, ઝાઝું દ્રવ્‍ય ને સારી મેડી મળી તે સત્‍સંગીને પણ માયાનું બંધન થયું કેમજે, એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. ૧૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 194

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર

દોષ  રહે છે ને ટળી જાતા નથી, એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્‍સંગમાં દીન આધીન રહેવાય, ને સત્‍સંગની ગરજ રહે ને ભગવાનની સ્‍તુતિ થાય, ને દોષનો કજીયો હોય તેથી જ્ઞાન થાતું જાય, તે વિના એવી ગરજ રહે નહિ, માટે એ ગુણ છે. ૧૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 190
Powered By Indic IME