Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૧

આ તો ભગવાને સહુનું સામર્થ્ય ઢાંકી રાખ્‍યું છે, નીકર તો શાપ દઇને બાળી મૂકે, નીકર ગાંડા થઇને કયાંઇના કયાંઇ ચલ્‍યા જાય, નીકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આતે કોઇનું ચાલવા દેતા નથી. ૨૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 163

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- રર

ભગવાન તો પોતાના ભકતની રક્ષા કરવામાં જ બેઠા છે. કેની પેઠે ? તો જેમ પાંપણ આંખની રક્ષા કરે છે, ને હાથ ડોકની રક્ષા કરે છે, ને માવતર છોકરાંની રક્ષા કરે છે, ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. ૨૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 167

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૩

ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા તેનું કેમ સમજવું ? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે ઝાઝું ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. ૨૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૪

પાંચ દશવાર સ્‍વામિનારાયણ સ્‍વામિનારાયણ નામ જાણે અજાણે લેશે, તેનું પણ આપણે કલ્‍યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્‍સંગ કરાવવો છે. ૨૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- રપ

જેટલું કાંઇ માયામય સુખ છે તે સર્વે દુ:ખ વિનાનું હોય નહિ, માટે એ વાત પણ એક જાણી રાખવી. ૨૫ read more

Edit | Renew | Delete | (expires in days)

1 Views : 159

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૬

વિષયનું જે સુખ છે તે કરતાં આત્‍માનું સુખ બહુ અધિક છે, ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણિ છે. ૨૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 165

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૭

એક જણે લાખ રુપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શિખાય છે. ૨૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 160

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ર૮

હીરો છે તે કોઇ રીતે ફુટે નહિ. પણ તે માંકડના લોહીથી ફુટે, તેમ વાસના કોઇ રીતે ટળે નહી, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે, ને એની ક્રિયા ગમે તો તેથી ટળે, નીકર સાધન તો સૌભરિ આદિકનાં કેવાં ! તોપણ વાસના ટળી નહિ. ૨૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 150
Powered By Indic IME