Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૩

અને કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો પણ દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂકયાં પછી કામમાં આવશે. ।।૧૦૩।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૪

અને ઉત્તમ તો શાસ્ત્રમાંથી સમજી લે, ને મધ્યમ તો સાધુ થકી વાતે કરીને સમજે ને કનિષ્ઠ તો કાળે કરીને સમજે; અને મુકત, મુમુક્ષુ ને વિષયી એ ત્રણેને ક્રિયા વિષે ભેદ છે. ને કોઇક ક્રિયા કરવામાં જીવને મૂંઝવણ થાય તો કહેવું જે,મને કાંઇ બીજું બતાવો, પણ મૂંઝાવું નહિ. ।।૧૦૪।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦પ

આ જીવને મૂઆ સુધી પણ આ લોકના મનસૂબા છે, પણ તે મૂકવા ને પરલોકના કરવા. ને આત્મા ને પરમાત્મા એ બે વાત મુખ્ય રાખવી, એમ મહારાજનો મત છે. પણ એ વાતની પુષ્ટિના શબ્દ બહુ થોડા આવે ને ત્યાગના, ભકિતના અને ધર્મના એ આદિકના હજાર શબ્દ આવે, તેથી પણ એ માર્ગે ચલાતું નથી. પણ સિદ્ધાંત તો એ જ કરવાનું મહારાજ કહે છે. ।।૧૦૫।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૬

અને ચોખ્ખું જ્ઞાન થવાનું કહ્યું જે,‘બે-ચાર-પાંચ જણ એક રુચિવાળા, બે-ચાર-પાંચ વરસ સુધી એકાંત સ્થળમાં નિરંતર ગોષ્ઠિ  કરે તો આત્મા-પરમાત્માનું જ્ઞાન થાય.’ ।।૧૦૬।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૭

અને કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહિ ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે ને માલ તો એ બેયમાં એક જ છે, પણ તેમાં રૂપવાન સ્ત્રી જેવી બધંનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બધં નકારી નથી, તમે જ સારું ઘોડું તેમાં દુ:ખ છે એવું ઊતરતામાં નથી, કમે જે, પડીએ તો થોડું વાગે ને બાજરો, ખડ પણ થોડા જોઇએ ને તેનું ઝાઝું રક્ષણ પણ કરવું ન પડે. તમે જ સારું ખાવામાં, સારાં લગૂ ડામાં એ આદિક અનેક વિષય છે, ને સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઊતરતામાં નથી, પણ જીવને જયાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહિ ને પદાર્થનો વિચાર આદ્ય-અત્ં યનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. ।।૧૦૭।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૮

અને ઉપાસના ચોખ્ખી સમજવી ને મહારાજનું સર્વ- કારણપણું સમજવું. ને પૂર્વના અવતાર કરતાં આજ તો સાધુ, સત્સંગીમાં ઘણું સામર્થ્ય છે. ને પુરુષોત્તમના ભકતમાં ને બીજા અવતારના ભકતમાં કેમ ભેદ છે ? તો જેમ હાથણી વિયાય ત્યારે તેને ભેંસ જેવડું બચ્ચું આવે ને જૂ વિયાય ત્યારે તેને લીખ આવે, એમ ભેદ છે. ને વળી જેમ વડનું ઝાડ ને તુવેરનું ઝાડ એમ ભેદ છે. વળી, શ્રીજીમહારાજ કહેતા જે, ‘શ્રીકૃષ્ણે તો અનિરૂદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એવાં નામ પાડ્યાં, અને અમે તો નિત્યાનંદ, નિર્ગુણાનંદ ને અક્ષરાનંદ એવાં નામ પાડ્યાં.’ વળી જેમ દિલ્હીના બાદશાહનું નામ શેરખાં ને બીજા કોઇકનું નામ શેરખાં; એમ અવતારમાં ભેદ છે. ।।૧૦૮।। read more
0 Views : 165

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૦૯

અને જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, ને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય ને સુખ પણ થાય. ।।૧૦૯।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૧૦

મહારાજે તેરાગામથી કાગળ લખાવ્યો જે, “વરસ દહાડામાં એક મહિનો સર્વે સાધુ-સત્સંગીને મુકતાનંદસ્વામીની વાતો સાંભળવી ને બાઇઓ સૌને મોટી ડોસીઓની વાતો સાંભળવી. ને જે એમ નહિ કરે તેને વિઘ્ન થાશે. ને સંસારનું બંધન થાશે.” તે શું ? પણ તે કરતાં અનંતગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ  મોટાનો સમાગમ કર્યો. ।।૧૧૦।। read more
0 Views : 96
Powered By Indic IME