Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૭૯

આ જીવને ભગવાન સન્મુખ ચાલવામાં અંતરાયરૂપ આડા ગઢ છે. તેની વિકિત જે, આ લોકમાં નાતીલા, કુટુંબી, માબાપ, સ્ત્રી, દ્રવ્ય, ઇન્દ્રિયું ને અંતઃકરણ એ ગઢ છે. ।।૭૯।। read more
0 Views : 84

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૦

અને બે પ્રકારના માણસ મંદિરમાં ને મંડળમાં છે, તેમાં એક તો પોતે જ રહ્યો હોય ને એકને તો રાખવો પડે એવો હોય; તે બેમાં પોતાનું તપાસવું. ।।૮૦।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૧

અને આપણે આ લોક ને આ લોકના પદાર્થને કરોડ ગાઉનું છેટું છે, પણ આ સર્વે કારખાનાં કરીએ છઈએ ને પદાર્થ રાખીએ છઈએ તે તો શું કરીએ ? જે સ્થાન વિના આટલા માણસને કયાં રહેવું ? ને મંદિરમાં ચાર-પાંચ મોટેરા હોય તેમાં કોઇને રજ હોય ને કોઇને તમ હોય, તે સૌને પોતાની પ્રકૃતિ પ્રમાણે સૂઝે, બાકી તેમાં મોક્ષભાગી પણ હોય તેને મળવું. ને જેને સત્ત્વગુણ પ્રધાન હોય તેને સારું સૂઝે. ને મન, કર્મ, વચને મોટાની અનુવૃત્તિમાં  રહીએ તો એની દષ્ટિ પડી જાય  ને સર્વ દોષ ટળી જાય; ને માણસ રાજાને, સિપાઇને ને જમાદારને, એવા અવળાને પણ રાજી કરે છે, તો આ સાધુ તો તરત રાજી થઇ જાય એવા છે. ।।૮૧।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮ર

અને ભગવાન તથા મોટા સાધુને જીવ આપી દીધો હોય એવો થયો હોય તેને પણ જ્ઞાન શીખવું, ને તે શીખ્યા વિના તો ન આવડે. ને મહારાજનો એ જ મત જે જ્ઞાની થાવું, બાકી બીજું તો થાય છે ને થાશે, પણ એ કરવાનું અવશ્ય છે. ને કોઇ રીતે કોઇ પદાર્થે આ જીવનું પૂરું થાય નહિ ને જ્ઞાન થાય તો કાંઇ અધૂરું જ ન રહે. ।।૮૨।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૩

‘આ જીવે કરોડો કલ્પ  થયાં મનગમતું જ કર્યું છે, તે એટલા કલ્પ પણ કહેવાય તો નહિ. પણ હવે તો આ દેહે કરીને ભગવાનનું ગમતું કરી લેવું; ને આજ્ઞામાં યુકિત  ન કરવી ને આવે એટલું ભોગવવું નહિ ને ત્યાગ કરતા રહેજો.’ એમ સર્વેને કહ્યું. ।।૮૩।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૪

મહારાજે ધૂધૂબાજ માર્ગ ચલાવ્યો છે, તે શું ? જે, ‘મંદિર, મેડીઓ, ઘોડાં, ગાડાં આદિક અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે, નિર્વાસનિક થાવું ને ભગવાનમાં જોડાવું; પછી ગમે તે કામ કરો, ગૃહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ અંતે કરવાનું એ છે.’ ।।૮૪।। read more
0 Views : 130

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮પ

અને ભકિતનું પ્રધાનપણું અંતરમાં રહે છે ને તેના સંકલ્પ જેમ થાય છે, તેમ ભગવાનનું પ્રધાનપણું ને તેના સંકલ્પ નથી થાતા ને જ્ઞાનના, ઉપાસનાના ને ભગવાનમાં હેત કરવાના પણ નથી થાતા, તે કરવા. ।।૮૫।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૬

મોઢામાં ખાવામાં હેઠલાં દાંત સાંબેલા ને ઉપલાં દાંત ખાંડણિયા છે, પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી. તેમજ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે, સો વર્ષ મોર નાતમાં કોઇ નહોતું ને વળી સો વર્ષ કેડે કોઇ નહિ રહે. ।।૮૬।। read more
0 Views : 113
Powered By Indic IME