Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૭

પૂર્વે એક સદ્ગુરુ પાસે એક મુમુક્ષુ દ્રવ્ય લઇને ગયો ને પૂછ્યું જે, ‘આ દ્રવ્યનું કેમ કરવું છે ?’ ત્યારે તે ગુરુ કહે જે, જો દ્રવ્ય તું રાખે કે હું રાખું કે કોઇને આપીએ તો તે સર્વેનું  ભૂંડું કરે એવું છે,’ એમ કહીને ગંગામાં નંખાવ્યું. ।।૧૨૭।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૮

મોટા પાસે નિષ્કપટ થવામાં બહુ લાભ છે. તે એક જણને રૂપ દેખાઇ ગયું, તેનો આકાર બંધાઇ ગયો  . પછી તેણે મોટા સંત પાસે કહ્યું, ત્યારે તે સંતે મહારાજની સ્મૃતિએ કરીને ટાળી નાખ્યું. ।।૧૨૮।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧ર૯

અને સ્મૃતિ સહિત અને સ્મૃતિ રહિતમાં કેમ ભેદ છે ? જેમ ભર્યું માણસ ને ઠાલું માણસ, ભર્યું ગાડું ને ઠાલું ગાડું, તેમ તેનું ચાલવું, બોલવું, જોવું, સાંભળવું, ખાવું ઇત્યાદિક ક્રિયામાં ભેદ છે. ।।૧૨૯।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૦

મોટાનો મહિમા જીવને સમજવો કઠણ છે, કેમ જે, બ્રહ્માંડની પણ ગણતી નહિ ને વળી આ લોકના તુચ્છ પદાર્થની પણ સંભાવના રાખે, તે એ વાત કેમ સમજાય ? ।।૧૩૦।। read more
0 Views : 81

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૧

મોટા એકાંતિક ક્રિયા કરાવે ને બીજા કરાવે તેમાં ભેદ છે. કેમ જે, મોટા ક્રિયા કરાવે તેમાં બંધાવા દે નહિ ને તેનો ફેર ચડાવી દે નહિ, તેનો નિષેધ કર્યા કરે. ને બીજા તો કરાવે એટલું તેના હૈયામાં ભેગું થઇને ખડકાય ને નવરા રહે તોપણ તેના મનસૂબા કર્યા કરે, ને અંતરમાં ગોટા વળાવે. તે કરનાર કરે એટલા દહાડા તો તેના ઉપર સર્વ હેત બહુ કરે, પણ તેથી જ્ઞાન વિના જો કાંઇક આડુંઅવળું થઇ જાય તો તેને માથે સંસ્કાર કરાવે. ને મોટા ક્રિયા કરાવે તે તો જેમ બકરાને ખવરાવીને સાવજ આગળ રાખે તેમાં તોલ વધે નહિ; એમ કરાવે. એવી રીતે ભેદ છે, પણ એ વાત સમજાય નહિ. ।।૧૩૧।। read more
0 Views : 83

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩ર

અને મહારાજ બેઠા બેઠા વાત કરતા હોય ને કેટલાક સૂઇ રહેતા. તેના પશ્ચાત્તાપ સારુ તો જે જાગતા હોય તેને મહારાજ કેટલીક વાર મળતા. એમ શ્રદ્ધાવાળાને સુખ આપતા. ।।૧૩૨।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૩

સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન કરવી. તે અસેવા તે શું ? જે અવગણુ લેવો. ।।૧૩૩।। read more
0 Views : 85

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૧૩૪

આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખડા વિના થાય નહિ. તે તો ગુરુ ને શિષ્ય એ બેયને શ્રદ્ધા જોઇએ. ।।૧૩૪।। read more
0 Views : 91
Powered By Indic IME