Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૭

આ સત્સંગમાં ને મંદિરમાં અનેક પ્રકારના મનુષ્ય છે, તેમાં કેટલાક તો માંહી રહ્યા થકા શત્રુ  છે ને કેટલાક પિતરાઇ  ને દાડિયા જેવા છે ને સાથી જેવા છે, મહેમાન જેવા છે, સગા જેવા છે, દીકરા જેવા છે ને કેટલાક તો ધણી જેવા છે; એટલા ભેદ છે. ।।૮૭।। read more
0 Views : 142

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૮

અને સૌ કોઇ કાંઇક આધાર વડે સુખી રહે છે પણ ભગવાન ને આત્મા એ બે વતે સુખી થાવું, બાકી અનેક પ્રકારના આધાર મૂકી દેવા. ।।૮૮।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૮૯

ભગવાનને તો આ લોક કાંઇ ગણતીમાં જ નથી. એ તો સર્વે ધૂળનું જ છે. તેમાં કોઇક પદાર્થ આવ્યું કે ગયું, કોઇક વાત સુધરી કે બગડી, કે કોઇક કામ થયું કે ન થયું, એની કાંઇ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાહ્યો હોય તેને જેમ ધૂળમાં માલ મનાતો નથી; તેમ ભગવાનની દષ્ટિએ તો આ લોક-ભોગ સર્વે ધૂળ જ છે ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. ।।૮૯।। read more
0 Views : 88

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૦

આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે ને મુંબઇમાં મચ્છીમારના ઘરમાં કરોડો રૂપિયા છે, માટે ઝાઝું દ્રવ્ય થાય એ વાત કાંઇ મોટાની ગણતીમાં નથી, ને એમાં માલ ન માનવો. ।।૯૦।। read more
0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૧

અને જો રુચિ સારી બંધાણી હોય ને વિષયમાં પણ તણાતો ન હોય પણ તેમાં રુચિનું બળવાનપણું હોય તો કસર ટળાવે, ને વાસના બળવાન હોય તો વિષય આપે ને અંતે તો મુકાવે. માન-પાન કે પેમ્ર ની અપેક્ષા વિના પોતાનું સમજીને કરે ને બીજા પાસે પણ કરાવે. સત્સંગના ઉત્કષર્  માટે તન, મન, ધન સમર્પણ કરી નાખે. જરૂર પડ્યે માથુ દેવા પણ તૈયાર હોય. સંતોભકતોનો ઉત્કષર્ એજ જેનેપોતાનો ઉત્કર્ષ હોય, તેનું સુખ-દુ:ખ અજે પોતાનું સખુ -દુ:ખ માનતા હોય તેવા પાયાના પથ્થર સમા ડૂબીને રહેનારા ભકતોને ઘરધણી જેવા કહેવાય છે. અને મોટા આગળ જે ધર્મમાં શિથિલ હોય તે સર્વે દબાય કે નહિ ? તેનો ઉત્તર કર્યો જે, ‘દૈવી હોય તે દબાય ને આસુરી હોય તે ન દબાય.’ ।।૯૧।। read more
0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯ર

અને એકાંતિક સાધુ વિના બીજા કોઇને જીવનું સાચું હેત કરતાં આવડે નહિ ને બીજા તો હેત કરે તે ઇન્દ્રિયોનું પોષણ કરે, તેમાં તો મૂળગું અવળું થાય. ।।૯૨।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૩

અને લાખનો ત્યાગ કરીને એકને રાખવા. ને મહારાજ પણ એમ કહેતા જે, ‘પાંડવોએ સર્વેનો ત્યાગ કરીને એક શ્રીકૃષ્ણને રાખ્યા’, એમ છે તે જાણવું. ।।૯૩।। read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૯૪

અને ‘મૂર્ખનો સંગ ન કરવો, કેમ જે, મૂર્ખ ચાકર હતો તેણે રાજાને બાટી આપી’  એમ મહારાજ કહેતા. ।।૯૪।। read more
0 Views : 97
Powered By Indic IME