Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૬૩

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિષે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ।।૬૩।। read more
0 Views : 97

શિક્ષાપત્રી શ્લોક – ૬૪

અને તે શ્રીકૃષ્ણની જે કથા-વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજીંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવા. ।।૬૪।। read more
0 Views : 148

શિક્ષાપત્રી શ્લોક – ૬૫

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદ્ગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ।।૬૫।। read more
0 Views : 117

શિક્ષાપત્રી શ્લોક – ૬૬

અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુકત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિષે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિષે જે યોગ્ય ન હોય તે કાર્યને વિષે તેને કયારેય ન પ્રેરવો. ।।૬૬।। read more
0 Views : 119

શિક્ષાપત્રી શ્લોક – ૬૭

અને પોતાના જે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નવસ્ત્રાદિકે કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી. ।।૬૭।। read more
0 Views : 94

શિક્ષાપત્રી શ્લોક – ૬૮

અને જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને દેશકાળાનુસારે યથાયોગ્ય બોલાવવો પણ એથી બીજી રીતે ન બોલાવવો. ।।૬૮।। read more
0 Views : 113

શિક્ષાપત્રી શ્લોક – ૬૯

અને વિનયે કરીને યુકત એવા જે અમારા આશ્રિત સત્સંગી તેમણે ગુરુ, રાજા, અતિ વૃદ્ધ, ત્યાગી, વિદ્વાન અને તપસ્વી એ છ જણા આવે ત્યારે સન્મુખ ઉઠવું તથા આસન આપવું તથા મધુર વચને બોલાવવું, ઇત્યાદિક ક્રિયાએ કરીને એમનું સન્માન કરવું. ।।૬૯।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૭૦

અને ગુરૂ, દેવ ને રાજા એમને સમીપે તથા સભાને વિષે પગ ઉપર પગ ચઢાવીને ન બેસવું તથા વસ્ત્રે કરીને ઢિંચણને બાંધીને ન બેસવું. ।।૭૦।। read more
0 Views : 107
Powered By Indic IME