Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૮૭

અને તે ગ્રહણ મુકાઇ રહ્યા પછી વસ્ત્રે સહિત સ્નાન કરીને જે અમારા ગૃહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. ।।૮૭।। read more
0 Views : 126

શિક્ષાપત્રી શ્લોક – ૮૮

અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. ।।૮૮।। read more
0 Views : 134

શિક્ષાપત્રી શ્લોક – ૮૯

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુકત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણંુ અને ધીરજ એ આદિક જે ગુણ તે તેણે યુકત થવું. ।।૮૯।। read more
0 Views : 143

શિક્ષાપત્રી શ્લોક – ૯૦

અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્યાપાર તથા વ્યાજવટો એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું અને જે શુદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. ।।૯૦।। read more
0 Views : 109

શિક્ષાપત્રી શ્લોક – ૯૧

અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધાનાદિક સંસ્કાર તથા આહ્નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્યસૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવા. ।।૯૧।। read more
0 Views : 112

શિક્ષાપત્રી શ્લોક – ૯૨

અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શકિત પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. ।।૯૨।। read more
0 Views : 120

શિક્ષાપત્રી શ્લોક – ૯૩

અને ચાર વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ્ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્ણુસહસ્ર નામ ।।૯૩।। read more
0 Views : 116

શિક્ષાપત્રી શ્લોક – ૯૪

તથા શ્રીભગવદ્ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રી વાસુદેવમાહાત્મ્ય. ।।૯૪।। read more
0 Views : 115
Powered By Indic IME