Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૪૭

અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ જે વેદને વિષે એ બેનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. ।।૪૭।। read more
0 Views : 155

શિક્ષાપત્રી શ્લોક – ૪૮

અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપત્કાળને વિષે મુખ્યપણે કરીને કયારેય ગ્રહણ ન કરવો. ।।૪૮।। read more
0 Views : 122

શિક્ષાપત્રી શ્લોક – ૪૯

અને અમારા સત્સંગી તેમણે નિત્યે સૂર્ય ઊગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિધિ કરવા જવું. ।।૪૯।। read more
0 Views : 159

શિક્ષાપત્રી શ્લોક – પ૦

અને પછી એક સ્થાનને વિષે બેસીને દાતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. ।।૫૦।। read more
0 Views : 170

શિક્ષાપત્રી શ્લોક – પ૧

અને તે વાર પછી પવિત્ર પૃથ્વીને વિષે પાથર્યું અને શુદ્ધ ને કોઇ બીજા આસનને અડ્યું ન હોય અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન તેને વિષે પૂર્વ મુખે અથવા ઉત્તર મુખે બેસીને આચમન કરવું. ।।૫૧।। read more
0 Views : 129

શિક્ષાપત્રી શ્લોક – પ૨

અને પછી સત્સંગી પુરુષમાત્રને ચાંદલે સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું અને સુવાસિની જે સ્ત્રીઓ તેમણે તો પોતાનાં ભાલને વિષે કુંકુમનો ચાંદલો કરવો. ।।૫૨।। read more
0 Views : 158

શિક્ષાપત્રી શ્લોક – પ૩

અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિષે તિલક ન કરવું ને ચાંદલો પણ ન કરવો અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમણે મને કરીને કલ્પ્યાં જે ચંદન, પુષ્પાદિક ઉપચાર તેમણે કરીને શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી. ।।૫૩।। read more
0 Views : 151

શિક્ષાપત્રી શ્લોક – પ૪

અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્રપ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને, નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. ।।૫૪।। read more
0 Views : 123
Powered By Indic IME