Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૩૯

અને શ્રીકૃષ્ણ ભગવાનની જે ભકિત તે ધર્મે રહિત એવી કોઇ પ્રકારે ન કરવી અને અજ્ઞાની એવાં જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રીકૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહિ. ।।૩૯।। read more
0 Views : 138

શિક્ષાપત્રી શ્લોક – ૪૦

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્ય પ્રત્યે શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. ।।૪૦।। read more
0 Views : 172

શિક્ષાપત્રી શ્લોક – ૪૧

અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. ।।૪૧।। read more
0 Views : 139

શિક્ષાપત્રી શ્લોક – ૪૨

અને તે તિલક જે તે ગોપીચંદને કરીને કરવું અથવા ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુંકુમાદિકે યુકત એવું જે પ્રસાદિનું ચંદન તેણે કરીને તિલક કરવું.।।૪૨।। read more
0 Views : 138

શિક્ષાપત્રી શ્લોક – ૪૩

અને તે તિલકના મધ્યને વિષે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદિ એવું જે કુંકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. ।।૪૩।। read more
0 Views : 116

શિક્ષાપત્રી શ્લોક – ૪૪

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણનાં ભકત એવા જે સચ્છૂદ્ર તેમણે તો તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક  તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. ।।૪૪।। read more
0 Views : 133

શિક્ષાપત્રી શ્લોક – ૪૫

અને તે સચ્છૂદ્ર થકી બીજા જે જાતીયે કરીને ઉતરતા એવા ભકતજન તેમણે તો ચંદનાદિક કાષ્ઠની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદિ કરાવીને કંઠને વિષે ધારવી અને લલાટને વિષે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ।।૪૫।। read more
0 Views : 123

શિક્ષાપત્રી શ્લોક – ૪૬

અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ્ર જે આડુ તિલક કરવું તથા રૂદ્રાક્ષની માળા ધારવી એ બે વાનાં પોતાની કુળપરંપરાએ કરીને ચાલ્યા આવ્યાં હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમણે તે ત્રિપુંડ્ર અને રૂદ્રાક્ષનો કયારેય ત્યાગ ન કરવો. ।।૪૬।। read more
0 Views : 134
Powered By Indic IME