Last Updated:
May 5, 2025

Click here to submit your article
શાસ્ત્ર
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૭૧

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે પોતાના આચાર્ય સંગાથે કયારેય પણ વિવાદ ન કરવો અને પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન, ધન, વસ્ત્રાદિકે કરીને તે પોતાના આચાર્યને પૂજવા. ।।૭૧।। read more
0 Views : 118

શિક્ષાપત્રી શ્લોક – ૭૨

અમારા જે આશ્રિતજન તેમણે પોતાના આચાર્યને આવતા સાંભળીને આદર થકી તત્કાળ સન્મુખ જવું અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ।।૭૨।। read more
0 Views : 116

શિક્ષાપત્રી શ્લોક – ૭૩

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું. કેમ જે, ધર્મ છે તે જ સર્વ પુરૂષાર્થનો આપનારો છે. માટે કોઇક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. ।।૭૩।। read more
0 Views : 146

શિક્ષાપત્રી શ્લોક – ૭૪

અને પૂર્વે થયા જે મોટા પુરુષ તેમણે પણ જો કયારેક અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ।।૭૪।। read more
0 Views : 113

શિક્ષાપત્રી શ્લોક – ૭૫

અને કોઇની પણ જે ગુહ્યવાર્તા તે તો  કોઇ ઠેકાણે પણ પ્રકાશ કરવી જ નહિ અને જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે જ સન્માન કરવું પણ સમદષ્ટિએ કરીને એ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ. ।।૭૫।। read more
0 Views : 131

શિક્ષાપત્રી શ્લોક – ૭૬

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ।।૭૬।। read more
0 Views : 309

શિક્ષાપત્રી શ્લોક – ૭૭

અને તે વિશેષ નિયમ તે કિયા, તો ભગવાનની કથાનું શ્રવણ કરવું તથા કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી તથા ભગવાનના મંત્રનો જપ કરવો તથા સ્તોત્રનો પાઠ કરવો તથા ભગવાનને પ્રદક્ષિણાઓ કરવી. ।।૭૭।। read more
0 Views : 200

શિક્ષાપત્રી શ્લોક – ૭૮

તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઇ એક નિયમ જે તે ચોમાસાને વિષે  વિશેષપણે ભકિતએ કરીને ધારવો. ।।૭૮।। read more
0 Views : 128
Powered By Indic IME