શ્રીજીમહારાજે આઠ મહિના સુધી સારંગપુર, કારિયાણી, લોયા ને પંચાળા વગેરેમાં સંતને પણ ભેળા રાખીને વાતો કરી ને મંડળ ફરીને આવે તેને પણ પંદર દિવસ, મહિનો રાખીને વાતો કરતાં; એમ કરે ત્યારે જ્ઞાન થાય છે પણ તે વિના થાતું નથી. ।।૪૬।। read more
સંસારમાં સુખ જેવું જણાય છે પણ તેમાં તો દુઃખ છે. જેમ શેરડીના સાંઠામાં ઇયળ પડે તે સુખ માને છે, પણ ચિચોડામાં ભૂકા નીસરશે. તે જમે કાગડાને શ્રાદ્ધના સોળ દિવસનું સુખ ને પછી બંદૂકોની ગોળીઓ ખાવાની છે તેમ. ।।૪૭।। read more
અને ફિરંગી નિત્ય કવાયત કરાવે છે તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથાવાર્તા, પ્રશ્ન-ઉત્તર કરવાસાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે ને તેમાં બળ આવે, પણ તે વિના બળ ન આવે, પણ જે આળસુ થઇને બેસી રહે તેને શું સમાસ થાય ? ।।૪૮।। read more
અને મોટા હોય તેણે બીજાને હિંમત દેવાને અર્થે એમ વાત કરવી જે, એક દિવસ મને પણ જિહ્વા ઇન્દ્રિયે છેતર્યો ને એક દિવસ નેત્રે છેતર્યો તે રૂપને જોવાઇ ગયું, તેમજ સર્વે ઇન્દ્રિયોનું કહેવું. ।।૪૯।। read more
અને પોતા થકી થોડું થાય તો થોડું કરવું ને હાથ જોડવા, પણ કપટ ન કરવું ને આડુઅવળું તરી જાવું નહિ. અને મોટા આગળ જો જીવ સરલપણે વર્તે તો સહેજે જ મોટા તેની ખબર રાખે તેમાં કાંઇ કહેવું પડે નહિ. ને જગતમાં પણ એમ રીત છે, જે જેનો થઇ રહે તેની ફિકર તેને રાખવી પડે છે તેમ મોટા ખબર રાખે. ।।૫૦।। read more