પ્રેમાનંદસ્વામીને શ્રીજીમહારાજ રાજી થઇને કહે જે, ‘માગો’ ત્યારે તેમણે માગ્યું જે, ‘તમારી મૂર્તિ અખંડ રહે.’ ત્યારે મહારાજ કહેઃ ‘એ તો રાજીપો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહિ.’ ।।૭૦।। read more
અને સ્ત્રીજાતિમાત્રનો વિશ્વાસ ન કરવો, તે જાતિમાં મહારાજે બેને વખાણી, ને તેમાં પણ દોષ કહ્યાં છે; તે સીતા તેણે લક્ષ્મણજીને વચન માર્યા ને દ્રૌપદી તેને વચને ભારત થયું. ।।૭૨।। read more
શ્રીજીમહારાજ કહેતા જે, “કાળા ભૂત જેવા ને કોટમાં ૩ ઊતરિયું ને રૂડાં રૂપાળાં હોય ને પહેરવા લૂગડું ન મળે, ને વળી શૂરવીરનાં શીંગડાં ને તરવારને મ્યાન ન મળે, ને ફોશીના રાજા હોય ને સો રૂપિયાનો મહિનો !” તે તો સર્વે પ્રારબ્ધ છે. ।।૭૪।। read more
અને વડોદરાનો ચાંદલો કોઇકને આવે ત્યારે સર્વે તેનાં મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમનારાયણનો ચાંદલો આવ્યો છે. માટે આપણે તેનો કેફ રાખવો. ।।૭૭।। read more