Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૦

અને અંતરમાં ભજન કરતા શીખવું, તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. ।।૩૦।। read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૧

અને પ્રસાદીનું માહાત્મ્ય સમજતા હોઇએ તો મોટાના ચરણની રજ લઇને માથે ચડાવવી, પણ રસેયુકત જે પ્રસાદી તે તો તેનો ગુણ જણાવે ને વિકાર પણ થાય છે. ।।૩૧।। read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩ર

દ્રવ્ય છે તે તો પાંચે વિષયનું કારણ છે, તે મળે તેમ તેમ વિષયને અર્થે ઉદ્યમ થાય. ।।૩૨।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૩

જેના હૈયામાં જગત પ્રધાન હોય તે બીજાના હૈયામાંથી જગત શું કાઢશે ? નહિ જ કાઢે. ને તે ત્યાગી હોય કે ગૃહસ્થ હોય પણ પોતાની સમજણ પ્રમાણે બીજાને સમજાવે; ને સૌને એમ છે જે મારા જેવું સમજે તો ઠીક. ।।૩૩।। read more
0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૪

અને સંગ કરવામાં ને સત્સંગ કરવામાં પણ બહુ ભેદ છે, કેમ જે, મહારાજનો સંગ કેટલાક સાધુએ કર્યો ને ગૃહસ્થે પણ કર્યો, પણ સમજણમાં અનંત ભેદ પડ્યા છે. ને સમાગમ કરવો ને ભેળું રહેવું તેમાં પણ ઘણો ફેર છે. જેમ ગાયના આઉમાં  ઇતરડી  રહે છે પણ તેને દૂધનો સ્વાદ આવતો નથી ને વાછરું છે તે છેટે રહે છે તોપણ તેને દૂધનો સ્વાદ આવે છે. ।।૩૪।। read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩પ

અને નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોવું જે, મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું ? એમ જોયા કરવું. ।।૩૫।। read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૬

અને સત્સંગ કરવામાં ને સમજણમાં ઘણી કસર રહી જાય છે; કેમ જે, શ્રીજીમહારાજ બિરાજતા ત્યારે દર્શન થાતા હોય એટલી વાર દસ-વીસ સાધુ તો ઘડી છેટે જાતા નહિ, ને ગમે એટલો થાક લાગ્યો હોય, પણ રાતે દર્શન થાતાં હોય તો આખી રાત દર્શન કરતા, ને કેટલાક સુખે સૂઇ રહેતા; એમ સમજણમાં ઘણાં ભેદ છે. ।।૩૬।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૭

મુમુક્ષુને તો નિરંતર હોંકારા કરનારા  જોઇએ. તે હોય તો પ્રભુ ભજાય, નીકર તો જેમ વાડામાંથી વાઘ બકરું ઉપાડી જાય એમ થાય. ।।૩૭।। read more
0 Views : 108
Powered By Indic IME