Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગદ્ય
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૮

અને બ્રહ્મર્ષિ ને રાજર્ષિ, તેમાં બ્રહ્મર્ષિનો માર્ગ ઉત્તમ છે પણ તે કઠણ છે ને રાજર્ષિનો માર્ગ મુખ્ય છે ને બહુધા એ જ પાર પડે એવો છે. ને વિદ્યાઓ તો ઘણી છે પણ ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા  છે, ને એમાં જ માલ છે, ને અંતે એમ કર્યા વિના છૂટકો નથી, પણ જીવ એ માર્ગે ચાલતા નથી. ।।૩૮।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૩૯

મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે; કેમ જે, ભગવાન તો મનુષ્યચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઇ જાય ને અવળું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે. ને દસ હજાર રૂપિયા ખરચે તે કરતાં મંદિરના રોટલા ખાઇને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે; કેમ જે, ઓલ્યાને દેશકાળ લાગે. પણ આને ન લાગે, તે મહારાજે પણ કહ્યું છે જે, “સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થાતો નથી.” ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઇ જાય. ।।૩૯।। read more
0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૦

અને લખવું, ભણવું તે તો ઠીક છે ને ભકિતનું તો કાંઇ સરું  આવતું નથી, પણ નિયમ રાખીને બબ્બે ઘડી આત્માઅનાત્માનો વિચાર કરવા માંડે ને બબ્બે ઘડી રટણ કરે ને બબ્બે ઘડી વૃત્તિઓ રૂંધીને  બંધ કરે ને બબ્બે ઘડી ભકિત કરે, તો એમ જણાય જે જીવ વૃદ્ધિ પામે છે તો ખરો, ને નિયમ વિનાનું તો પાણીનો ઘડો ઢોળ્યા જેવું થાય છે. ।।૪૦।। read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૧

અને સમાગમ કરવાની રીત કહી જે, ‘પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો. પછી એ સાધુ તો ભગવાનમાં રહેતા હોય તે ભગવાનના ગુણ સાધુમાં આવે ને તે સાધુના ગુણ તે સમાગમ કરનારામાં આવે, પણ જીવ સારી પેઠે જોડે નહિ તો તેના ગુણ આવે નહિ અને એ વાત આજ કરો કે ગમે તો હજાર જન્મે કરો પણ અંતે એમ કર્યા વિના છૂટકો નથી.’ ।।૪૧।। read more
0 Views : 121

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪ર

અને આમ સમજાય તો આજ્ઞા પળે જે – થર થર ધ્રૂજત રહે વચનમેં ઇંદ્ર મુનીંદ્રા, થર થર ધ્રૂજત રહે વચનમેં અવનિ અહીંદ્રા ; થર થર ધ્રૂજત રહે વચનમેં શશિ અરુ સૂરા , થર થર ધ્રૂજત રહે રેન દિન કાળ હજૂરા ; હરિ  હર અજ  આદિ સબે રહત ભકિતરત જાહિકી, જન મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આગ્યા તાહિકી. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે. વળી ‘સર્વત્ર જંતો ર્વ્યસનાવગત્યા’ એમ જીવ કર્મ વશ થઈને અનંત દુઃખ ભોગવે છે, એમ વિચારે તોપણ આજ્ઞામાં રહેવાય. એમ જ્ઞાનીને તો અનેક રીત છે. ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી; એ વાત એમ જ છે અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે, તે જેમ ચણા ને ઘઉં આદિકમાં હિમ પડે, તે ઉપરથી તો હોય એવું દેખાય પણ માંહીથી બીજ બળી જાય છે, એમ થાય છે. ।।૪૨।। read more
0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૩

અને આ જીવને માથે શાસ્તા વિના સ્વતંત્રપણે તો જીવ દેહનો જ કીડો થઈ રહે એવો છે. ।।૪૩।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪૪

અને મોટા સંતનો સમાગમ કરવાનો મહિમા કહ્યો જે, ‘રોટલા ખાવા મળે છે પણ કદાચ તે ન મળે તો રાંધેલું અન્ન માગી ખાઇને પણ આ સાધુનો સમાગમ કરીએ, નીકર કાચા દાણા ખાઈને પણ સમાગમ કરીએ, નીકર ઉપવાસ કરીને પણ આ સમાગમ કરીએ, અથવા લીંબડો ખાઇને, નહિ તો વાયુ ભક્ષણ કરીને પણ આ સમાગમ કર્યા  જેવો છે. જેને કોઇક કામનો કરનારો હોય કે જેને રોટલા ખાવા મળતા હોય, તે જો સમાગમ નહિ કરે તો તેને તો બહુ ખોટ જાશે. ’ અમે ઘણીક વાર્તા કરી. ।।૪૪।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ ૩, વાત- ૪પ

આવા સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે તે દેખાય જ નહિ પણ અજ્ઞાન ટાળી નાખે, જેમ બાળકમાંથી જુવાન થાય છે ને તે વૃદ્ધ થાય છે તે દેખાતું નથી તેમ. બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય છે તેટલું કામ આંહીં એક દિવસે થાય છે. ને અક્ષરના મુકતને પણ સમજવામાં કસર રહી ગઇ હોય, તો તેને પણ આંહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે, માટે જેને કસર ટાળવી હોય તેને તો આ બરોબર બીજો કોઇ સારો યોગ નથી. ।।૪૫।। read more
0 Views : 126
Powered By Indic IME