Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧ર

મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો: તેમાં વડતાલનું સોળમું વચનામૃત વંચાવીને બોલ્‍યાં જે આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શુ ? જે ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભકતનો સંગ, એ બે જ રહસ્‍ય ને અભિપ્રાય છે. તે લઇને મંડે તો રાજી થાતાં કયાં વાર છે ? માટે રાજી કરવા હોય તેને મંડવું. ૧૧૨ read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૩

અને જ્ઞાની હોય તેને પણ ટાઢ, તડકો, ભૂખ, તરસ આદિક દેહના ભાવ સર્વે જણાય એ પણ સમજવું. ૧૧૩ read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૪

અને પ્રિયવ્રતને છોકરાં થયાં પણ આત્‍મારામ ભગવત કહેવાણા, કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્‍યાગ ન કરતા હવા. તે જનકે કહ્યું જે ”મિથિલા નગરીમાં મારું કાંઇ બળતું નથી” પણ છોકરાં થયાં ને ગોવર્ધનભાઇને તો સાકર ને મીઠું એ બેય સરખાં પણ છોકરાં થયાં, માટે ભેળા રહે તો છોકરાં થાય. ૧૧૪ read more
0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧પ

ભગવાન અને મોટા સાધુને આશરે  કરીને તો વાદળ જેવાં દુ:ખ આવવાનાં હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. ૧૧૫ read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૬

અને હૈયામાં જ્ઞાન ભર્યું છે, એ તો હજી બહાર કાઢયું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે, ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ, તો પણ તે ખૂટે નહિ, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. ૧૧૬. read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૭

ઇન્‍દ્રિયો અંત:કરણનાં દુ:ખ આવતાં હોય તેનું કેમ કરવું ? એ પ્રશ્નનો ઉત્તર : જે એ તો મોટા મોટાને પણ આવતાં, માટે તેનું સહન કરવું. એ તો સ્‍વાભાવ કહેવાય. ૧૧૭. read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૮

અને મોટા છે તે કોઇને તો વધુ સુખ આપે છે ને કોઇકને થોડું સુખ આપે છે, તેનું કેમ સમજવું ? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટા તો  સમુદ્ર જેવા છે. તે સમુદ્રમાં પાણીની ખોટ નથી, તેમ કોઇને ઓછું સુખ આપતા નથી, પણ પાત્રને લઇને એમ જણાય છે. તે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે, એવું ગરીબનું ન રખાય, એ તો વ્‍યવહાર કહેવાય, જે પર્વતભાઇ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે. ૧૧૮ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૯

મહારાજ ભગવાન છે તેના સ્‍વરુપમાં વળગી રહેવું. ને ગૃહસ્‍થને અગિયાર નિયમ પાળવા ને ત્‍યાગીને ત્રણ ગ્રંથ પાળવા. એટલું જ કરવાનું છે, બીજું  કાંઇ કરવું નથી. ૧૧૯ read more
0 Views : 111
Powered By Indic IME