Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૪

અને ભગવાનની સ્‍તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહિ, કેમજે એમ માને તો જીવમાં બળ રહે નહિ ને જીવ ગ્‍લાનિ પામી જાય, ને આપણને તો ભગવાન મળ્‍યા છે માટે પતિત શા સારુ માનીએ ? આપણે તો કૃતાર્થ માનવું. ૧૦૪ read more
0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦5

‘મોહામોહ મીલે નિજ પ્રીતમ, કુન પતિયાર કરે પતિયાસે’ તેમાં શું કહ્યું ? જે કાગળના લખનારા મળ્‍યા, તે પછી કાગળનું શું કામ ? તેમ આપણને પ્રગટ સંત મળ્‍યા છે, હવે શું બાકી રહ્યું ? ૧૦૫ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૬

અને આજ તો-મહારાજ કહે: કે ‘સહુને ભીડામાં લેવા છે ને સહુને એકાંતિક કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઇને બાળીને લઇ જાશું.’ ૧૦૬ read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૭

અને રાજાના કુંવરને ઢેઢથી મરાય નહિ, તેમ ભગવાનના ભકતને માથે કાળ, કર્મ, માયા આદિક કોઇનો ભાર નહિ, જે તેને પીડી શકે. ૧૦૭ read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૮

સુલભા હતી તે સમાધિવાળી હતી ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઇ ત્‍યાં સારું દેખીને એમ થયું જે ‘કોઇ પુરુષ હોય તો રમીએ !’ ૧૦૮ read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૦૯

અને ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે હવે પ્રથમની દેખાતી નથી, એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્‍ય કહેવાય. ૧૦૯ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૦

અને પોતાને જાણે બે માણસનું કામ કરે, તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે, અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્‍ઠ છે. ૧૧૦ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૧૧

વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય ? એ પ્રશ્નનો ઉત્તર: જે મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. ૧૧૧ read more
0 Views : 99
Powered By Indic IME