Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૮

અને ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખડો કર્યો. તે અમે બહુ રાજી થઇ રહ્યા. ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળી નાખે એવું છે, પણ એવો મહિમા નથી, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે ને આતે કાંઇ વાતું છે ! આ તો અક્ષરધામની વાતું છે, પણ સાંખ્‍ય વિના કસર રહી જાય ને સાંખ્‍યવાળાને તો આ લોક નરક જેવું લાગે છે, પણ કયાય માલ મનાય નહિ. ને આ કારખાનું તો ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહિ. ૧૨૮ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧ર૯

ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તેના ઉપર સહુહેત કરશે, ને એથી પ્રતિકૂળ રહેશે તેને સહુ પ્રતિકૂળ થાશે, એ વાત સમજી રાખવી, એમાં તો કોઇ સંશય નથી. ૧૨૯ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૦

દુ:ખ કોઇ માનશો નહિ, ને જે જોઇએ તે આપણને મળ્‍યું છે, ને ઝાઝા રુપિયા અપે તો પ્રભુ ભજાય નહિ, તે સારુઆપતા નથી. ૧૩૦ read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૧

મહાપ્રલયના અગ્‍નિમાં પણ વાસના બળી નહિ, તે વાસના તો કારણ શરીર રુપ જે માયા છે. તેને ટાળવાનું કારણ એકતો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા છે. તે શિક્ષાપત્રીમાં કહ્યું છે: જે, નિજાત્‍માનમ્ બ્રહ્મરુપં એમ માનવું, ને એ આજ્ઞા છે તે એ વચનમાં મહારાજે સહુને એકાંતિક કરી મૂકયા. ૧૩૧ read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩ર

અને દુર્લભમાં દુર્લભ સત્‍સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન એ ત્રણ વાત આપણને મળી રહી છે. ને સૂકાઇ જાઓ, અન્ન મૂકી દ્યો, વનમાં જાઓ ને ઘર મૂકી દ્યો, તે કરતાં પણ આ વાતુ સાંભળવી તે અધિક છે ને આ વાતુ પુરુષોત્તમનાં વચન છે ને ગુણાતીત છે, ને આ વાતુમાંથી તો અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામ ને મુકત ને લઇને એવા ને એવા જ આહીં આવ્‍યા છે. તેમાં ફેર ન સમજવો, ને મહિમા સમજાતો નથી તેથી જીવ દૂબળો રહે છે. ૧૩૨ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૩

એક દિવસે રાજ દેવાય, પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે તેટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય, એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે. ૧૩૩ read more
0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩૪

જેણે મોટાને જીવ આપી દીધો હોય, તેને પણ વાસના રહે, તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્‍મનિષ્‍ઠા છે. ૧૩૪ read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૧૩પ

અને વાસના ટળે તોપણ દેહનો ભાવ રહી જાય. ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો, ત્‍યારે મુખમાં પાણાનો કોળિયો મૂકયો. તે શાથી ? જે ખાવાનો અભ્‍યાસ ટાળવા માટે, એમ વાત સમજવી. ૧૩૫ read more
0 Views : 140
Powered By Indic IME