Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭ર

આપણું દર્શન કરશે તેનું પણ કલ્‍યાણ થાશે, પણ બહુ મહિમાં કહીએ તો કોઇ વર્તમાન પાળે નહિ. ને આ તો મુકતે દેહ ધર્યો છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકર તો દેહ રહે નહિ. ૭૨ read more
0 Views : 124

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૩

મહારાજની કહેલી વાત કરી જે મહારાજ કહે: જે ‘કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી સો કરોડ મનવાયુર્ં ભરવી છે, એટલા જીવનું કલ્‍યાણ કરવું છે. એટલા જીવનું કલ્‍યાણ કેમ થાય ? પછી અમે વિચાર કર્યો જે અમારું દર્શન કરે તેનું કલ્‍યાણ, પછી વળી એમ વિચાર કર્યો જે અમારું દર્શન તે કેટલાક જીવને થાશે ? માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્‍યાણ, પછી વળી તેમાં પણ વિચાર થયો જે સાધુનું દર્શન પણ કેટલા જીવને થાશે ? માટે અમારા સત્‍સંગીનું દર્શન કરે તેનું પણ કલ્‍યાણ, ને સત્‍સંગીને જમાડે ને એનું જમે, ને સત્‍સંગીને પાણી પાય ને એનું પાણી પીએ એ સર્વેનું કલ્‍યાણ કરવું છે.’ ૭૩ read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૪

ગુરુનું અંગ બોલાવ્‍યું તેમાં પ્રશ્ન પૂછયું : જે આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે, પણ કાંઇ પુરુષપ્રયત્‍ન તો કહ્યું નથી તે કેમ સમજવું ? એ પ્રશ્ન પુછયું ત્‍યારે તેનો ઉત્તર કર્યો, જે સર્વે વાત ગુરુ જ આપે છે, ત્‍યારે આંહી અવાણું છે તે હમણાં એમ જ છે, જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઇ રહે, પછી કોઇક ટોકે તોપણ ન ખમાય ને જ્ઞાન વિના તો ઉન્‍મત્ત થઇ જાય, માટે સર્વ કરતાં જ્ઞાન શ્રેષ્‍ઠ છે. ૭૪ read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭પ

ભગવાન ને સાધુના મહિમાની બહુ વાત કરી, ત્‍યારે પ્રશ્ન પૂછયું : જે આવા મહિમાનો સાક્ષાત્‍કાર કેમ થાતો નથી ? તેનો ઉત્તર જે સાક્ષાત્‍કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે, ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિને પામે એમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે એમ આવડે છે ને જેમ ઘટે એમ કરે છે. ને ઠામુકું આપે તો ગાંડા થઇ જવાય, માટે એ ભગવાન ઠીક કરે છે. ૭૫ read more
0 Views : 117

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૬

આતો અનંત ભગવાનના ભગવાન છે એટલું જ કહીએ છીએ, એથી આધું કેટલુંક કહીએ ? તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કૂબામાં જેમ હાથી બાંધે તેમ છે. ૭૬ read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૭

અને આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્‍યા છે, તે મહારાજ કહે, ‘ભૂત વળગે છે તે પણ નથી મૂકતું તો અમે કેમ મૂકશું ?’ ૭૭ read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૮

ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઇક જીવ ભગવાનની સ્‍તુતિ કરીને એમ બોલે : જે ‘હું ગુન્‍હેગાર છું’ તેના ભગવાન ગુન્‍હા માફ કરે. ૭૮ read more
0 Views : 114

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૭૯

અમને તો એક જન્‍મ મરણનો રોગ ટાળતાં આવડે છે. બીજું આવડતું નથી. ૭૯ read more
0 Views : 413
Powered By Indic IME