બદરિકાશ્રમના ને શ્વેતદ્વીપના મુકતને ત્યાગ-વૈરાગ્યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુકતને પ્રેમ મુખ્ય છે, ને અક્ષર ધામના મુકત બ્રહ્મરુપ છે. ૪૮ read more
ભગવાનના ભકતને વિષયસુખ મળે એ જ નરક છે. તે ભકતનું લક્ષણ કહ્યું છે: જે – કુંતાજી દુ:ખ માગં કે લીનો એહિ ભકતકી રીતિ વે । વિષયઆનંદ ન લહે સ્વપ્નમેં જાહિ પ્રભુપદ પ્રીતિ વે ।। – એ ભકતનું લક્ષણ છે. ૪૯ read more
આ સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતું સાંભળીએ છીએ, તે એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ, તે શું ? જે જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. ૫૦ read more
વાછડાને દૂધનો સ્વાદ છે ને ઇતડીને લોહીનો સ્વાદ છે તેમ ખાવાપીવાનું સુખ ને માન મોટાઇનું સુખ તે લોહી જેવું છે અને- નિજાત્માનં બ્રહ્મરુપં દેહત્રયવિલક્ષણમ્ । વિભાવ્ય તેન કર્તવ્યા ભકિતઃ કૃષ્ણસ્ય સર્વદા ।। એ સુખ દૂધ જેવું છે. ૫૫ read more