Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૬

ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુ:ખ આવી પડે તોપણ એમ સમજવું જે, ‘દેહ તો પડી જાશે ને આપણે ભગવાનના ધામમાં જાશું’ એમ સમજીને સુખીયો રહે. ૫૬ read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૭

આવા સાધુ ખાસડાં મારે તોપણ અક્ષરધામમાં લઇ જાય, ને બીજા મશરુનાં ગાદલાંમાં સુવારી મૂકે, તોપણ નરકમાં નાખે એમ સમજવું. ૫૭ read more
0 Views : 118

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૮

આપણ દોષ તો મહારાજે ટાળી નાખ્‍યા છે, ને તે દોષનું દર્શન થાય છે એ તો આપણ રુડાને અર્થે થાય છે, નીકર જીવ તો ઉન્‍મત થઇ જાય એવો છે. ને હવે તો આપણ ભગવાન વશ કરવા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે, તે સારુ મંડયા છીએ. ૫૮ read more
0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- પ૯

‘બ્રહ્મરુપ માનીને ભકિત કરવી.’ એ જ સિદ્ધાંત છે, તે જેમ ઘણાં માણસ વટલે ને એક જણ નાતમાં રહે, પણ તેણે એમ સમજવું, જે ‘હું વટલ્‍યો નથી’ તેમ બ્રહ્મરુપ માનવાની સમજણ છે. ૫૯ read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૦

આ કર્મક્ષેત્ર છે તે આંહી એક ઉપવાસ કરે ને બદ્રિકાશ્રમમાં સો ઉપવાસ કરે ને શ્વેતદ્વિપમાં હજાર ઉપવાસ કરે તે બરોબર થાય છે. ૬૦ read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૧

આ ઘડી, આ પળ અને આ સાધુ કોટિ કલ્‍પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી, કેમ જે મનુષ્યાકૃતિ છે. ૬૧ read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬ર

તમોગુણીને માન વધારે હોય, રજોગુણીને કામ વધારે હોય અને સત્‍વગુણીને જ્ઞાન વધારે હોય. ૬૨ read more
0 Views : 122

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૬૩

જ્યારે દુર્યોધનને અને પાંડવને કજીયો થવાનો આદર થયો, ત્‍યારે દુર્યોધન પાસે દૈત્‍ય સર્વે આવીને કહે, જે ‘અમે કૃપાચાર્યમાં, દ્રોણાચર્યમાં, અને ભીષ્મપિતા આદિકમાં પ્રવેશ કરશું માટે યુદ્ધ કર.’ એમ કહ્યું તેમાં કહેવાનું શું છે ? જે આપણામાં કામ કોધ્રાદિક માંહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્‍યારે મોટાનો અવગુણ આવે ને ન કરવાનું પણ થાય, ત્‍યારે જાણવું : જે ‘મારામાં દૈત્‍યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી’ એમ સમજવું. ૬૩ read more
0 Views : 199
Powered By Indic IME