Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩ર

ત્‍યાગ, વૈરાગ્‍ય, નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્‍યા : જે ત્‍યાગ વૈરાગ્‍યને શું કરવાં ? ગમે તેવો જીવ હશે પણ ભગવાનના ભકતમાં આત્‍મબુદ્ધિ એ જ સત્‍સંગી છે. ને તે વિના તો ગમે તેટલી ભકિત કરે તો પણ શું ? ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શુ ? માટે ભગવાનના ભકતમાં આત્‍મબુદ્ધિ એ જ સત્‍સંગ છે. ને સત્‍સંગ તો રાત્રિપ્રલય સુધી કરશુ ત્‍યારે થાશે, પછી તેને દેશકાળ નહિ લાગે, એવો સત્‍સંગ કરવો છે. ૩૨ read more
0 Views : 199

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૩

આ વાતુમાંથી તો બ્રહ્મરુપ થવાશે, ને બાળ જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીયું તથા કચરો ને કંચન એ સર્વે સરખું થઇ જાશે, ને કાંઇ દીઠું નહિ ગમે એવું થાશે. ત્‍યારે કહેશો જે વાતું સાંભળીએ છીએ ને કેમ થવાતું નથી ? તે તો આજ આંબો વાવો ને કાલ કેરી કેમ થાય ? પણ એ જ આંબો દશ વર્ષનો થાય ત્‍યારે એમાંથી કેરીયું થાય છે. એમ થવાનું છે. ૩૩ read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૪

અને આપણે તપાસ કરવો જે હજાર રુપિયા મળે તેનું શું ફળ છે ? ને લાખ રુપિયા મળે તેનું શું ફળ છે ? કે કરોડ રુપિયા મળે તેનું શુ ફળ છે ? કેમજે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછું વળવા શીખવું. ૩૪ read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩પ

આલોડય્ સર્વશાસ્ત્રાણિ વિચાર્ય  ચ પુન: પુન:। ઇદમેકં સુનિષ્પન્નં ધ્યેયો નારાયણો હરિઃ।। * અર્થ : – સર્વ શાસ્ત્રો વાંચી, વિચારીને નિશ્વય કર્યો કે, એક ભગવાનનું જ ઘ્‍યાન કરું. ૨ એ શ્લોકમાં વ્‍યાસજીએ સર્વ શાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે : જે ‘ભગવાનનો આશરો કરવો. ‘ તેમ જ અમે તપાસ કર્યો જે સર્વનો સિદ્ધાંત સાધુસંગ જ છે. ૩૫ read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૬

સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમજે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તોપણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે. કેમજે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતાં કઠણ પડયું, માટે તે કરતાં પણ જડભરત ને શુકજીની  સમજણ અધિક, કેમજે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહિ. ૩૬ read more
0 Views : 127

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૭

કલ્‍પ આખો સુધી ભગવાન સામું જોઇને બેસી રહે, તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધુ મળે તો ટાળે. નિર્વિકલ્‍પ સમાધિ થાય તોપણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. ૩૭ read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૮

અંત:કરણરુપ માયાનો કજીયો બહુ ભારે છે, કેમજે ભરતજીને કેવો વૈરાગ્‍ય ? ને કેટલું રાજ્ય મૂકયું ? તોપણ વિઘ્‍ન થયું. સૌભરિ ને પરાશર આદિક કેવા ? તેને પણ ધકકા લાગ્‍યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્‍મ આપ ને નિષેધ કરે, ત્‍યારે એ કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી. આખી ઉંમર ભગવાન ભેગો રહે તોપણ જ્ઞાન વિના કસર ટળે નહિ. ૩૮. read more
0 Views : 126

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૩૯

વચનામૃત વંચાવીને તેની વાત કરી, જે કદાપિ ભગવાનની મૂર્તિમાં જોડાઇ જાય, તોપણ કેટલુંક ચોખ્‍ખું કેમ સમજાય ? માટે સર્વ કરતાં સમજણ અધિક છે. પછી નાડીયું તણાઓ કે ન તણાઓ, અને સાંખ્‍ય ને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરિપણું સમજવું તે શ્રેષ્‍ઠ છે. ૩૯ read more
0 Views : 138
Powered By Indic IME