Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૪

અને મહારાજ કહેઃ ‘વહાણનાં લાકડાં કેટલાંક તો લીધાં છે, ને કેટલાંક ઘડાય છે, ને કેટલાંક વહાણ તૈયાર થયાં છે, ને કેટલાંકમાં માલ ભરાણો છે, ને કેટલાંક અધવચાળે પૂગ્યાં છે, ને કેટલાંક તો પાર ઊતર્યા છે.’ એમ આપણા સત્સંગમાં માણસનું છે. ।।૧૨૪।। read more
0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧રપ

અહોહો ! ભગવાન સંગાથે આમ કરવું તે અમારો તોઆવો ઠરાવ જે- “નેણ કુરંગા નાગરી, વરું તો વ્રજરાજ, નીકર રહું કુંવારી” “સો માથાં જાતાં રે સોંઘા છોગાળા” “એક શિરકે વાસ્તે કયું ડરત હે ગમારા” “ડોલરિયા ઘોળ્યો રે કે તમ ઉપર દેહડો ” એવા ઠરાવ કરવા ત્યારે ભગવાન રાજી થાય, ‘અર્થંસાધયામિ કે દેહં પાતયામિ’ ત્યારેએ કામ સિદ્ધ થાય છે. ।।૧૨૫।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૬

અને ‘આવા સાધુને કાંઇ મનુષ્ય કે દેવ જેવા ન જાણવા.આ તો મહામોટા છે. માટે સમાગમ કરવો, એ વાત રહી જાશે તો પછી શું કામ આવશે ? ઘોળ્યું મંદિરના રોટલા ખાઇને પણ આનો જોગ કરી લેવો. ઘણોય બાજરો છે તે આવો તો હું આપીશ.’ એમ દયા કરીને કેવળ જ્ઞાન દેવું એ જ આગ્રહ,ને વળી બોલ્યા જે, ‘તમે સાકરની રસોઇ દેશો તેમાં શું ? આગળ એક મણની હજાર મણ દેશું, પણ તેણે કાંઇ કામાદિક શત્રુ ઓછા થાય નહિ, મૂળગા વધે તો ખરા, તે માટે સમાગમ કરી લેવો,એ જ સિદ્ધાંત છે.’ ।।૧૨૬।। read more
0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૭

આ તો તમને ઘડી ઘડી પોરો દઉં છું, નીકર રાત નેદિવસ એમને એમ કથાવાર્તા કર્યા કરું, પણ બીજાને મૂંઝવણ પડે, તે સારુ ઘડીક ભકિત, ઘડીક કીર્તન, કથા-વાતો, ધ્યાનએ બધું ફરતું ફરતું કરવું, તેથી મૂંઝવણ થાય નહિ. ।।૧૨૭।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૮

સ્તુતિ-નિંદાના (લોયા-૧૭) વચનામૃતમાં કહ્યું છે જે,‘જેને ભગવાનનું માહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળેતો તેમાં મૂંઝાઇ જાય.’ ત્યારે એક સાધુએ પૂછ્યું જે, ‘સારામાં મૂળગો કેમ મૂંઝાય ?’ એટલે સ્વામી કહેઃ ‘ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય, તેમ એ સાધુ સારામાં મૂંઝાય, કેમ જે, એણે આગળથી જ રાખ કરી મૂકયું હોય પછી શું કઠણ પડે ? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું; પણ ગમે નહિ ને સહુ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું, તે ગઢપણ સારુ, તે વગર પણ ચાલે, ધરતી જેવું તો સુખ જ નહિ. ને વાહને પણ ઝાઝું ન ચલાય, તે સારુ જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલ શા ? ને આ મહોલાત, ધર્મશાળા પણ ન ગમે ને આ તો આજ્ઞા એટલે શું કરવું ? નીકર આમાં શું માલ છે ? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે.’ ।।૧૨૮।। read more
0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૯

અને કોઇક મોટો માણસ ઘોડાં લઇને આવે તે ન ગમે,તે જાણું જે કયારે જાય ? તે મરને મોતિયા લાવ્યા હોય; તેમાં શું ? કૂતરાનું નામ પણ મોતિયો હોય છે. આવા ગરીબ હરિજન ગમે અને વનમાં પણ પચીસ-પચાસ સાધુ તો જોઇએ, ને માંદો થાઉં ત્યારે પણ ઘી વાળી લાપસી ન ભાવે, માટે – યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ ।સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ।। મોટેરો હોય તે ચાલે તે માર્ગે ચાલવું. મોટેરો હોય તે કરે તેમ થાય, ઘીની હાંડલી હું રાખું તો સહુ રાખે, ને હું જેમ ચડાવી દઉં તેમ ચડી જાય, પણ મારે તો કેવળ પ્રભુ સાંભરે એટલું જ કરવું છે. એમ પોતાનું વતર્ન તથા રીત કહી દેખાડ્યા. ।।૧૨૯।। read more
0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૦

અને મહારાજ કહેઃ ‘જડભરત ને શુકજીના જેવો વૈરાગ્ય, ગોપીઓના જેવો પ્રેમ, ઉદ્ધવ ને હનુમાનનાં જેવું દાસત્વપણું એવો થાય ત્યારે ખરો ભકત, નીકર કાચપ કહેવાય’ તે વિચારીને જોવું જે, એમાં કેટલી કસર છે ? ।।૧૩૦।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૩૧

સાધુ થઇને ભજન કરવું, સાધુ જેવી કોઇ વાત નથી ને મહારાજ પણ સાધુના સમ ખાય છે. તે જુઓને ! અંબરીષ સાધુ થયા, ત્યાં તો કાંઇ દુઃખ ન આવ્યું. ‘સાધવો દીનવત્સલાઃ’ માટે એ થયે છૂટકો છે. ને ભગવાનનું કામ સાધુ વતે થાય,પછી એ સાધુ ભેળા જ ભગવાનનાં દર્શન થાય છે , એવા મળે પછી શું બાકી રહ્યું ? એવા મળ્યાને કસર રહી જાય છે, એ તો, ‘વૂઠે મેએ કાળ.’ આવા ભગવાન ને સાધુ મળ્યા છે ને કસર ટાળતા નથી. પથ્થરકી જાતિ હીરા ચિંતામણિ પારસહુ;મોતી પુખરાજ લાલ શાલ ફેર ડારિયે. એ બોલીને કહ્યું જે, એવા સાધુને પગે લાગી, અનુવૃત્તિમાં રહીને ખોટ ટાળી નાખવી. ।।૧૩૧।। read more
0 Views : 92
Powered By Indic IME