Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૮

મરવું એક દિવસ જરૂર છે, પણ ભૂલી બેઠા છઈએ એ પૂરું અજ્ઞાન છે. આત્મા દેખાણે ન વળ્યું . ધ્યાન પરાયણે ન થયું.આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ એ પ્રમાણે રહે ત્યારે સાધુ થાય, તે પૂરો સાધુ કહેવાય. કોટિ કલ્પશતૈરપિ ત્યારે અંત આવે છે. ।।૧૪૮।। read more
0 Views : 162

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૪૯

એમ વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે; કેમ જે વન, પર્વત, ઝાડી ગમે એ રુચિ. ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું . ને આ તો મોટું રાજ છે, તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઇ નહિ, એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય; જેમ ભણવા મંડ્યે ભણાય છે, એ આદિક સર્વે ક્રિયા કરે છે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઊઠે, તેથી મોટા ડુંગર જેવડા ઊઠે, તે માટે જરાજરા બંધ રાખીને ભગવાન સંભારવા. ।।૧૪૯।। read more
0 Views : 175

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૦

એક જણ તો કોઠારીને મારવાનું ધારતો હતો, તે ભગવાનનો કોપ થયો. તેથી દોઢ વર્ષ સુધી માંદો રહ્યો. પછી મારી આગળ રોયો ને દીન થયો, ત્યારે મને દયા આવી એટલે મટ્યું. માટે એવા સ્વભાવ ન રાખવાં. ।।૧૫૦।। read more
0 Views : 150

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૧

અને મેડે મંડળી ભેળી થઇને મલકની નિંદા કરે છે, તે જો કરશે તો કાઢી મૂકશું. ને જે ધર્મામૃત આપણી ઉપર જ કર્યું છે તે લોપીને ચોરીઓ કરે છે ને લૂગડાં વધુ રાખે છે તે ઠીક નહિ પડે; જેમ ટિટોડી ઊંચા પગ કરે તેણે કરીને આકાશ નહિ ઝીલાય. તે સારુ કાંઇ અટકયું નહિ રહે, કાઢી જ મૂકશું. કાંઉ ઝાઝા કાગોલિયાં, ને કાંઉ ઝાઝા કપૂત,હકડી તો મહીડી ભલી, ને હકડો ભલો સપૂત. તે જે રાખતો હોય તે આ ઘડી ચાલવા માંડો, અમારે તો ધર્મ રાખતા જે થાશે તે કરવું છે, એવો ઠરાવ છે. ।।૧૫૧।। read more
0 Views : 168

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પર

અમારે તો કાંઇ વસ્ત્ર જ ન જોઇએ, એક ધાબળી પણ નથી ને આ ખાધાનું તો કોઇકના સારાને અર્થે છે; બાકી દાળ રોટલા જોઇએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ જ રહે છે, તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા. ।।૧૫૨।। read more
0 Views : 157

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૩

અને બ્રહ્મચર્ય રાખવાનાં તો છ ઉપાયો છેઃ તેમાં આંખ,કાન, નાક ને મન એ ચાર ચોરી કરી જાય છે, તેની સૂરત રાખીને સાચવવાં; તેમાં આંખને તો બીડી લેવી તેથી ઊપજે જ નહિ, એ મૂળ છે; ને ખાવું ઝાઝું નહિ, ને ઊંઘવું ઝાઝું નહિ એ પણ મૂળ છે. તેમાં ખાવું ને ઊંઘવું તેમાં તો વિષય જ રહ્યાં છે; તે માટે અસંકલ્પાત્ જયેત્ કામં, ધીરે ધીરે સંકલ્પબંધ કરવા માંડી ને ભજન કરવું ને મનનો વિશ્વાસ ન કરવો.તે ઉપર – ન કુર્યાત્કર્હિચિત્સખ્યં મનસિ હ્યનવસ્થિતે ।યદ્વિશ્રમ્ભાચ્ચિરાચ્ચીણર્ં ચસ્કંદ તપ-રમ્ ।। નિત્યં દદાતિ કામસ્ય છિદ્રં તમનુયેઽરયઃ ।યોગિનઃ કૃતમૈત્રસ્ય પત્યુર્જાયેવ પુંશ્વ્ચલી ।। એ શ્લોક બોલીને કહે, આ સર્વ વાત ખપવાળાને કામની છે, જેને કલ્યાણ જોતું હોય તેને આંહીં બીજું શું છે ? બાકીતો અમે બેઠા છઈએ ત્યાં જ ધર્મામૃત લોપાય છે, પછી વાંસેથી તો શું થાશે ? વ્યવહાર કર્યા વિના તો ચાલે નહિ, પણ પાછું વળવું. એમ મહારાજનો ને મોટા સાધુનો સિદ્ધાંત છે. ।।૧૫૩।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પ૪

અને મહારાજની વાંસે કચેરી એકાંતિકની હતી તે તો ઊઠી ગઇ છે ને જાય છે; ને આ તો જયાં સુધી આવા સંતને દસ-વીસ હજાર સારા હરિજન છે ત્યાં સુધી ‘વચનામૃત’નાં વચન, ‘ધર્મામૃત’નાં વચન એ બે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યને માહાત્મ્યે સહિત ભકિત એ ચાર એકાંતિક ધર્મ રહેશે; ને પછી તો ‘શિક્ષાપત્રી’ પળશે, માટે આપણે તો હમણાં જ સાધી લેવું. ને બ્રાહ્મણને લોટ માંગીને, બાટી શેકીને પણ આ સમાગમ કરવા વાંસે ફરવું, ને ક્ષત્રિયને પાકું માગીને પણ આ કરી લેવાનું છે. ।।૧૫૪।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧પપ

હવે નવરા થયા તે ભૂતના વાંસડાની પેઠે મનને સેવામાં જોડી દેવું ને વિષયમાં સંકોચ કરવો, પણ જો એમ નહિ થાય તો નિયમ નહિ રહે. ને શેર એક ખાવું, સુદ્ધા તો દોઢ શેર ખાવું; પણ બશેર લગી તો ન જ પૂગવું. ને ઝાઝું સૂવું નહિ;કેમ જે, સૂતે સૂતે અન્ન પચીને પછી ઇન્દ્રિયો બળવાન થાય તે માટે સંકોચ રાખવો. ।।૧૫૫।। read more
0 Views : 132
Powered By Indic IME