Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૮

વળી જુઓને ! કેટલાંક છે તે ક્રિયા નામે એકેય કરવુંનહિ, ને પાણી પણ ભરવું નહિ, ત્યારે એ શું ? શાળગ્રામને કારસો આવે ! એ તે શું જાણતા હશે ? મને તો એને જોઇનેદાંત આવે છે જે, દૈવની માયા તો જો ! શું ઘરે સૂઇ રહેતાહશે ? પણ તે અજ્ઞાન. ત્યારે શું ધ્યાન કરે છે ? ઊંઘ લે છે.આ અમને તો આમ જોઇએ ત્યાં ભગવાન દેખાય છે, એ પણ મૂકીને સાધુની સેવા કરાવીએ છઈએ. તે બેય કરવું છે પણમૂર્ખને શું સમજાય ! ।।૧૦૮।। read more
0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦૯

અને ઝાઝી આવરદા એ પણ બહુ ભૂંડું છે. તે મોરે તોહજાર વર્ષનો ખાટલો ને સો વર્ષનાં ડચકાં ! આ તો ભગવાનેઅનુગ્રહ કર્યો છે, તે થોડા કાળમાં મોટું કામ સાધી લેવું નેભગવાનના ધામમાં પુગાય તેમ કરવું. જયાં અખાત્રીજના વાજોવા નહિ, પાંચમની વીજળી જોવી નહિ , એક ભગવાનનુંજ સુખ છે. ।।૧૦૯।। read more
0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૦

સંવત્ ૧૯૧૯ ના આસો વદી દશમે વાત કરી જે, સહુસાંભળો વાત કરું. રઘુવીરજી મહારાજે છાવણી કરી, એમ મેં તમને અઢી મહિના સુધી વાતો કરી, ને જે વરતાલ આવે છે,એને તો મારો સાડા ત્રણ મહિના જોગ થાય છે. માટે હમણાંપણ અતિશે વાતો કરી છે. તે કોઇ મંદિરમાં રાખીને વાતું નકરે, આ તો મેં કરી. મન શત્રુ છે, ઇન્દ્રિયો શત્રુ છે, ને દેહશત્રુ છે; જો ભગવાન ન ભજાય તો. તે માટે આ જે વાતોકરી તે અંતરમાં રાખજો ને તે પ્રમાણે રહેજો. જુઓને આવોજોગ કયાંથી થાય ? હવે જોગ નહિ રહે. સાધુ મળવા કઠણછે માટે જોગ કરી લેજો, એ સિદ્ધાંત છે. ।।૧૧૦।। read more
0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૧

‘આ સહુને પર સ્થિતિ થઇ જાય એમ કરી દઉ, પણ ઘેલું થઇ જવાય એવું કામ છે. ઓલ્યા લુવાણાને થઇ ગયું, કેમ જે પાત્ર નહિ, તેણે કરીને એમ થયું.’ એમ આશરે સાડા ત્રણસો માણસની સભા હતી તેને કહ્યું. ।।૧૧૧।। read more
0 Views : 115

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧ર

અને આચાર્ય આદિક ચારનો અવગુણ આવે એ મોટું પાપછે. બીજા તો અનેક સ્વભાવ હોય, પણ એ પાપનું મૂળ છે.તે પાપને વિષે પુણ્યની બુદ્ધિ થાય, ને સાધુને વિષે અસાધુની બુદ્ધિ થાય, પછી દ્રોહ થાય, પછી તેનો જીવ નાશ થાય, એવું એ છે. માટે વારંવાર કહેવાનું તાત્પર્ય શું છે ? તો એ કે વાત હૈયામાં રાખીને કોઇ દિવસ એ માર્ગે ચડવું નહિ. ને એની સેવા થાય તો કરવી નીકર હાથ જોડવા, પણ અવગુણ તો ન જ લેવો, એ અમારો સિદ્ધાંત હતો તે કહ્યો – પીપા પાપ ન કીજિયે, તો ધર્મ કિયા સો વાર; જો કિસિકા લિયા નહિ, તો દિયા વાર હજાર. સાધુની, મંદિરની, આચાર્યની ને સત્સંગીની સેવા કરવી તો વૃદ્ધિ પમાય. ને દ્રોહ થાય તો જીવનો નાશ થાય. તે સેવા તે શું ? તો ભકત્યાનુવૃત્યા, અનુવૃત્તિ એ જ સેવા છે, માટે તે પ્રમાણે રહેવું. ।।૧૧૨।। read more
0 Views : 119

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૩

એક ભગવાનની મૂર્તિમાં જ સુખ છે. ને કયાંય મોક્ષ નથી,પણ આવા સાધુના સમાગમમાં મોક્ષ છે. બે સાધન તો થઇ રહ્યા જે, પુરુષોત્તમ જાણ્યા ને સાધુ ઓળખાણા ને એક ઓલ્યા ચારનો ગુણ લેવો, ને દ્રોહ ન થાય એ કરવું રહ્યું. ।।૧૧૩।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૪

અને આજ્ઞા પળે એટલી વાસના બળે, ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઇએ, તે કૃપાનંદસ્વામીનો એમ ઠરાવ જે,કોશ ઊની કરીને ગળામાં ઘાલે, એ કેટલું દુઃખ થાય ! તો પણ આજ્ઞા ભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી ઝાઝી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા ? હરિ કે આગે કહા દુરાઇ , મન અપનેકી ઘાત; હરિ તો સબ જાનત હે, રોમ રોમ કી બાત. બધુંય જાણે છે, આ રાજ કાંઇ ભોળું નથી, તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાઇં છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે ને ગૃહસ્થને છોકરો હોય. માટે દેહને તો એવો રોગ થાશે તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહિ, લાકડી જેવાં કરશે. ફિકર રાખશો મા ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભારજો.’ એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. ।।૧૧૪।। read more
0 Views : 120

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧પ

અને પંચવિષય સારુ તો ચાળા ચૂંથતા ફરે છે. માટે એમાં શું ? એ તો પશુને પણ છે. માનનું ડીંડું થઇને ફેરા ખાય છે,તે હવે તો પારખાં જોવા પંચવિષય વચ્ચે નાખ્યા છે, તે જે કરીએ તે થાય એમ છે, પણ ભૂંડું થાશે એની ખબર છે ? પછી છોકરાનો સ્પર્શ કરે છે ને વાંદરા જેવા થાય છે. માટે આજ્ઞા મુખ્ય રાખવી, એમાં પાછો પગ ભરવો નહિ, જેને ખપ હોય તેની સારુ આ વાત છે – કઠણ વચન કહું છું રે, કડવાં કાંકચ રૂપ; દરદીને ગોળી દઉં છું રે, સુખ થવા અનુપ. એમ છે. બીજાને શું ? એ તો પશુ જેવા છે, ખરેખરો ગરાસિયો હોય તો પાછો ન ફરે. તે ‘ખાડા ખસે પણ હાડા ન હઠે’ ‘ભાગતાં ભલકું વાગશે રે’ એમાં શો માલ ? સામા ઘા લે, તે ખરો. એવી ઘણીક વાતું કહી. ।।૧૧૫।। read more
0 Views : 127
Powered By Indic IME