Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૬

ભજન કરવું તે રાતમાં ઊઠી ઊઠીને મંડે ત્યારે સાચું. ‘આ સાહેબ તારો પણ મન રાખ્યો,’ એમ મન રાખ્યે કાંઇ થાય નહિ.એ તો ઠીક વાહ ! વાહ ! અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉઘાડે નહિ, જાણે રખે ઊંઘ ઊડી જાશે ને માલ વહી જાશે. ને આખી રાત ચસચસાવે , ને દિવસે તો ગપાટામાંથી નવરા જ શેના થાય ? તેણે શું કાંઇ ભગવાન રાજી થાય છે ? ને જાણે મોટા થઇ ગયા પણ અંબરીષ જેવુંય કયાં થવાણું છે ? ને ખાઇ ખાઇને ઊંઘી રહ્યા, ત્યારે જાણે થઇ રહ્યું.આ તો ફરવા જઇને સૂઇ રહે. એમ કહીને ‘કરજો સત્સંગની સહાય રે, વા’લા’, એ કીર્તન બોલ્યા. ।।૧૧૬।। read more
0 Views : 96

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૭

અને કહે જે આવા પ્રગટ સાધુ છે તેની મને, વચને ને દેહે કરીને સેવા કરવી ને વિનય કરવો; એ તો નહિ પણ ચાર ભેળા થઇને કહે ‘આ આવો છે, ને આ આવો છે,’ એમાંશું પાકયું ? પણ વ્યર્થઃ કાલો ન નેતવ્યો ભકિતં ભગવતો વિના એ કયાં પળે છે ? ।।૧૧૭।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૮

તે પછી નારી નિંદાનાં શ્લોક-કીર્તન બોલ્યા ને કહે, ‘ઓલ્યો વાણિયો નાત સાથે ઘેલો થયો છે, પણ મૂળ હાથ રાખ્યું છે.તે ગુજરાતમાં કહે છે જે, ‘છોડીનું નામ વખોત, કાંજે એનો ધણી ભૂવો ને વળી ભગોત’ એવું છે, એવા ભગત છે. ।।૧૧૮।। read more
0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧૯

અને પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય છે. તે જેમ સૂર્ય આગળ વાલખિલ્ય ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે ,એમ મને ભગવાન અખંડ દેખાતા, પણ એક પ્રતિપક્ષીને પાછાપાડવા સારુ વાત કરી તે બહાર મૂર્તિ ભૂલી ગયા, પછી પાછી માંહી દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કહ્યો. ।।૧૧૯।। read more
0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૦

વળી એક દિવસ વાત કરી જે, હું પ્રતિલોમ કરું કે આમ ભગવાન દેખાય છે. ને આ લોકમાં ભગવાન તથા મોટા સાધુ મનુષ્ય જેવા ગણાય તે જેને સમજતાં આવડે તેને ઓળખાય.તે મહારાજ કહે ‘અમને બુદ્ધિવાળો ગમે’ કેમ જે, ઓલ્યો બુદ્ધિવાળો વધુ જાણે, પણ બીજો ન જાણે. ।।૧૨૦।। read more
0 Views : 94

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૧

અને મોરે ઝાઝા માણસ મંદિરમાં નહિ, એટલે હું બાજરો જેટલો કહે તેટલો ઘોડા સારુ આપવા ગયો, ત્યારે એક જણે કહ્યું જે, ‘સાધુને લોભ તો જો ! પોતાના હાથે બાજરો દે છે પણ કોઇને આપવા દેતા નથી.’ ત્યારે જો એને કંઇ ખબર છે ? એમ ગમ પડતી નથી. ।।૧૨૧।। read more
0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧રર

એકથી પચાસ માળા સુધી જો એકાગ્ર દષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નીકર તો સંકલ્પ થયા કરે. ।।૧૨૨।। read more
0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧ર૩

આવા સાધુનો ગુણ લે તે બીજના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામેને અવગુણ લે તે ઘટી જાય, ને જડ થઇ જાય. ને મહારાજ કહે,‘ચોસઠ લક્ષણે યુકત એવા સાધુ તેનાં દર્શન એમ પણ કરવા ઇચ્છીએ’ ત્યારે જો ભગવાન પણ તેનાં દર્શન કરવા ઇચ્છે તો બીજાની શી વાત કહેવી ! તેવા સાધુ આપણને મળ્યા, તેનું આપણને ઓહોહો નથી થાતું. “સાચે સંત મીલે કમી કાહુ રહી, સાચી શીખવે રામકી રીતકુંજી ” એવા, ને કહે કે – તિન તાપકી ઝાલ જર્યો પ્રાણી કોઇ આવે; તાકું શીતલ કરત તુરત દિલ દાહ બુઝાવે. એવા, ને સાધવો હૃદયં મમ એમ કહ્યું છે. તેવા સાધુનો સમાગમ કરવો. હવે એવા સાધુ ને મહારાજ એ તો ઓળખાણા,પણ વિષયમાં રાગ રહી જાય છે એ વાતની ખોટ છે. તે ભગવાન પોતાના ધામમાં લઇ તો જાય, પણ એ વાસના રહેવા દેશે નહિ. હજાર કલ્પ સુધી રહીને પણ પાછું પડાશે, પછી પાછા ગર્ભવાસ,ચોરાશી, તાવ એ દુઃખ એના એ જ, માટે હમણાં જ ચોખ્ખું કરવું. જેમ હજાર કૂતરાં, મીંદડાં, ઊંટિયાં એ સડી ગયેલ પડ્યાં હોય, તે જેવાં ભૂંડાં લાગે તેવા વિષય લાગે ત્યારે થાય; તે સારુ આત્મનિષ્ઠા શીખવી. ।।૧૨૩।। read more
0 Views : 103
Powered By Indic IME