Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૬

વળી ભગવાન ભજવામાં સુખ છે, ને જે જે થાય છે તેસંસ્કારે થાય છે. તે શિવલાલને પહોરદોઢ પહોર ધ્યાનમાંબેસાય, ને અભેસંગને બે પહોરનું ધ્યાન. તે ચાય તે કામ આવે,પણ બેસે એવો નિયમ. ત્યારે એ બધું સંસ્કાર ને કોઇક મોટાસાધુની દષ્ટિ. એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું. ।।૭૬।। read more
0 Views : 170

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૭

વળી ગોપાળાનંદસ્વામીની વાતમાં એમ છે જે,‘મુમુક્ષુવિના સાધુ ન ઓળખાય’ તે અમદાવાદના એક સાધુ આગળકહ્યું ને પછી બોલ્યા જે,‘સંસ્કાર વિના કાંઇ થાય નહિ.’ તેજુઓને ! આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ, ને મેં એકકણબી વાડીમાં હતો તેને કહ્યું જે, ‘પટેલ ભગવાન ભજશો ?’ત્યારે કહે, ‘હા’ ત્યારે કહ્યું જે, ‘ચાલોને આંહીં નદીએ અમારામોટા સાધુ કૃપાનંદસ્વામી આવ્યા છે.’ પછી ત્યાં જઇને વર્તમાનધરાવ્યા, તે સાધુ થઇને મણિ જેવા થયા. તેએમ સંસ્કારે વાત થાયછે.એમ કહીને કીતર્ન ‘સતં સમાગમ કીજે એ પદ બોલાવ્યાં. ।।૭૭।। read more
0 Views : 184

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૮

વળી સત્સંગિજીવનનો સાર મહારાજે શ્રી વાસુદેવવિમલામૃત ધામવાસં એ સ્તોત્ર કાઢ્યું છે ને તેનો સાર છેલ્લોશ્લોક છેઃ ધર્મસ્ત્યાજયો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભકિતર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈકયં નિજસ્ય । નિશ્વ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજય સન્તસ્તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ધાર્મિકો નીલકણ્ઠઃ ।। તે પ્રમાણે રહે તો બહુ સારો થાય. ને આશરો દઢ રાખવો,વ્યભિચારિણી ભકિત કરવી નહિ, ને નિષ્કામ ભકત થાવું. ઉત્તમપતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ ? જે કોઈ દેવ, દેવી કે ઇશ્વરાદિકનોલગારે ભાર પડે નહિ. એવા ભકત મહારાજ કહે, ‘અમને બહુ ગમેછે.’।।૭૮।। read more
0 Views : 205

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭૯

આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે,માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું; તેમથોડાકમાં કામ કાઢી લેવું. ને કોઇ વાતનો મમત કે પક્ષપાતન રાખવો, કાં જે એમાં બહુ ભુંડું થાય છે. ।।૭૯।। read more
0 Views : 164

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૦

વળી દેશ કાંઇ કોઇના બાપના નથી; એતો મહાજનો યેનગતઃ સ પંથાઃ જે એણે લેખ કરી આપ્યા છે તેમાં જોઇને તેપ્રમાણે વર્તવું ને તેથી અધિક સારું કરીને અરજીઓ પડે, તોવધુ વધે ને લાજ જાય ને ત્રીજાનું ફાવે. માટે ધર્મવેરો, નામવેરોલાવીને ભજન કરવું, પણ હજારો રૂપિયા ખરાબ ન મેળવવા.તે ‘કવલીને દોહીને કૂતરીને પાવું’ એમાં શું માલ છે ? નેએમ કરતાં જો રહેવાય નહિ તો પંચાતિયા કરવા, તે લેખજોઇને તે પ્રમાણે કરે. ત્યારે કોઇકે પૂછ્યું જે, ‘તે વધુ ઘટું કરેતો ?’ ત્યારે સ્વામી કહે,‘તેને પાપ લાગે. તે જો આની કોરવધુ કરે તોપણ પાપ લાગે, ને ઓલી કોર વધુ કરે તોય પણપાપ લાગે. તે કર્મવિપાક ગ્રંથમાં કહ્યું છે જે, ‘પંચ જો અવળીપંચાત કરે, તેને ક્ષય રોગ થાય; માટે એમ વિચારવું જે, કોઇકગામ આમ રહ્યું કે આમ ગયું તો શું ? ઝાઝા રૂપિયા હશે એકયાં રહે એવા છે ? તે કોઇ કયાંય ને કોઇ કયાંય એ તો જનારાજ, એ તો ચપળ માયા તે રહે જ નહિ. તે ઝાઝા ભેળા કર્યેસુખ રહે નહિ અને આ લોક કજિયારૂપ છે, તે થયા વગરરહે કેમ ? તે કોઇકને ઘરમાં બાપ-દીકરાને, મા-દીકરાને, સ્ત્રીપુરુષનેતેમ આપણે પણ વ્યવહાર છે તે થાય. ને વ્યવહારવાળાનેપણ જાણવું જે, સ્ત્રી સાથે વિવાદ ન કરવો, નીકર ઝેર દેશે;તેમ રાજા સાથે કે બીજા કોઇ સાથે પણ ન કરવો. […] read more
0 Views : 176

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૧

વળી સંચિત , ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું, તેનિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા  પાપ તે બળી જાય.ને ક્રિયમાણ કરવું નહિ, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મુંઝાવુંનહિ; ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમજે, પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણો છે માટે ભોગવવા. તે ‘શૂળીનુંકષ્ટ કાંટે ઉગારે .’પછી સાધુ સર્વે તથા હરિભકત સર્વેએકહ્યુંજે,‘ઓહો !બહુ વાતો થાય છે, આ પ્રમાણે રહે તો કાંઇ દુઃખ જ આવેનહિ.’ પછી સ્વામી કહે જે, ‘હું એકેય ધારતો નથી, આફૂરી(સહેજે) માંહેથી કહેવાય છે.’ ત્યારે સાધુ કહે,‘ભગવાન પ્રવેશકરીને બોલાવે છે.’ તો કહે, ‘હા, એમ જ.’ તે જુઓને, એમજ થાય છે, તેમાંથી મોટા હરિજનોને મોટા સાધુનો, આચાર્યનોને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડો વહેલોમરવા ટાણા સુધીમાં પણ વિમુખ થઇ જાય, માટે એ ન જકરવું. ।।૮૧।। read more
0 Views : 192

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮ર

વળી આત્મનિષ્ઠ થાવું, તે કાંઇ જોઇએ જ નહિ એ માર્ગમાંદુઃખ ન મળે, તે ઉપર ગુજરાતના પાણાનું કહ્યું. માટે એ માર્ગજ નિર્વિઘ્ન છે તે પાર પડે છે. ।।૮૨।। read more
0 Views : 141

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮૩

આપણને ભગવાન ભજવામાં વિઘ્ન કરનારની વિકિત જે,એક તો લોક, બીજા સગાં, બાયડી, છોકરાં, મા-બાપ, રૂપિયાને દેહ એ સર્વે છે. તે જો બળિયો મુમુક્ષુ હોય તો ન ગણે;પણ આ અંતઃકરણ ઇન્દ્રિયોરૂપે જે માયા છે તે બહુ કઠણ છે,તે અનંત ભાતે કરીને ફેર પડાવી નાખે, માટે તેને ન માનીનેતેનો નિષેધ કરીને આત્મનિષ્ઠ થાય ત્યારે સુખે ભજન કરવાદે છે;નીકર તો વાસના રહી જાય; તે સો વરસે કે હજાર વરસેબાયડી જોઇએ. તે ઉપર સૌભરિ આદિકનાં દષ્ટાંત દીધાં.વાસના હોય તો ભગવાન તેડી તો જાય, પણ ઇલાવ્રત ખંડમાં મૂકે છે. તે ઉપર લવાનું કહ્યું જે, મહારાજ તેડવા આવ્યા ત્યારેકહ્યું જે, ‘હમણાં તો મેં કરકું (સ્ત્રી) કર્યું છે, તે નહિ આવું.’એમ થાય છે, માટે એ વાત જ એવી છે, તેનો કોઇ પ્રકારેવિશ્વાસ કરવો નહિ. કેમ જે, મશાણના લાડવામાં એલચીનીવાસ હોય જ નહિ , એતો સ્થાનક જ એવાં છે. રહો તો રાજા રસોઇ કરું, જમતા જાઓ જોગી રાજજી ; ખીર રે નિપજાવું ક્ષણ એકમાં, તેતો ભિક્ષાને કાજજી…જંગલ. એણે એમ વિચાર્યું જે, ખીર ખવરાવું તે હજાર બાયડીહૈયામાં ભરાય જાય. એનો એવો ઠરાવ ને ઓલ્યાનો એમજે,આહાર કારણે ઊભો રહે, કરી એકની આશજી; તે જોગી નહિ ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી… જંગલ. માટે એનું કોઇ વાતે ન માનવું. એ વાતનો કતોહળ પ્રકૃતિપુરુષ સુધી છે. ને બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ એ બેમાં નહિ;ને […] read more
0 Views : 212
Powered By Indic IME