Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૦

જમે ભગવાન કરે તમે થાય. આ અમને કઠોદરથયું હતું, તે કોઇને ન મટે નેતે મટ્યું;ને આવરદાપણ પચવીશ વર્ષથયાં નથી. ને આ બે વર્ષ  થયાં એટલે સવંત્ ૧૯૧૮ માંમૃત્યુ આવીને પાછું ગયું,તે જમે ભગવાનને ગમતું હશે તમે થાશે. ।।૬૦।। read more
0 Views : 138

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૧

જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી. નેઆ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે. ને અજ્ઞાનેકરીને તો એમ થાય. તે શું જે,‘ખટરસમાં રહ્યા ને જલેબીમાંગયા!’ પણ આજ્ઞા કરે તેમ રહેવું તે – થરથર ધ્રૂજત રહત વચનમેં શશી અરુ સુરા; થરથર ધ્રૂજત રહત વચનમેં કાળ હજૂરા. માટે આજ્ઞામાં સુખ છે, ને કર્મવશે કરવું પડે છે તે કરતાંજો આજ્ઞાએ કરે તો એના જીવમાં સુખ થાય. ।।૬૧।। read more
0 Views : 123

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬ર

આ ભગવાન તો જેમ – કિયાં કીડી કરી મેળાપ, ભેળું થાવા ભારે ભેદ છે રે; કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે. એવા મળ્યા છે. માટે સો વાતનું ગમતું મૂકીને આજ્ઞાપ્રમાણે વર્તવું. ‘સો માથાં જાતાં રે સોંઘા છોગાળા’ બીજું ‘એકશિરકે વાસ્તે કયું ડરત હે ગમારા ?’ હવે તો ખરેખરું મંડવું,‘સતી મટી કૂતી કાવે’ એ કીર્તન બોલીને કહે કે એમ પાછાપગ ભર્યે શું થાય ? તે સારુ સન્મુખના લેવા. ।।૬૨।। read more
0 Views : 146

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૩

શાસ્ત્રમાં મુખ્ય ‘અહિંસા ને બ્રહ્મચર્ય’ એ બે ધર્મ કહ્યાછે; તે અહિંસા તે શું ? તો કાંઇક પદાર્થ જોતું હોય ને ગૃહસ્થપાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઇ. ને કોઇપદાર્થ ન જોઇએ ત્યારે અહિંસા પળે, ને કોઇએ ન કચવાય,ને અહિંસા ને બ્રહ્મચર્ય તો નેત્ર, કાન, નાક, હાથ, પગ આદિકઅંગ સાચવીએ ત્યારે પળે. ને હાથ, પગ આદિક ઇન્દ્રિયોએસહિત આવો દેહ કયાંથી મળે ! આતો ભગવાનને ભજયાનોસાજ છે, તે વૃથા ખોઇ નાખવો નહિ. લેખે લગાડે તેને ડાહ્યાકહ્યા છે, નીકર તો પશુ જેવા જાણવાં.આ દેહ તો હમણાં પડ્યો જાણવો ! ને જેમ આઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઇ જાય છે,પણ આ જીવ તો ભૂલી ગયો છે, તે ઉપર ‘ગર્ભવાસમાં તું શુંકહીને આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે, શું પછી લાકડીલઇને મારે ? ને જીવ તો જાણે છે જે, આ બધું કોઇકને માથેછે, પણ એમ નથી જાણતો જે, મારે માથે છે. ને ગર્ભવાસ,જન્મ, મરણ, ચોરાશી એ તો ઊભાં છે. માટે આવો સમાગમકરીને એને ટાળી નાખવાં, ત્યારે નિર્ભય થાય. ।।૬૩।। read more
0 Views : 143

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૪

મહારાજ કહે જે,‘અમને બુદ્ધિવાળો ગમે છે, કેમ જે, એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય , ભયાભય, બંધમોક્ષએને જાણે; જે આ તે કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થાશે ને આમાંથી મોક્ષ થાશે.’ તે કૃપાનંદસ્વામી સરખા તો ચિકિત્સા કરે જે, આમાંથી આ થાશે. ।।૬૪।। read more
0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬પ

વળી બીજુ એ જે, કોઇ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય, ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે,ને એક દિવસ આત્માનદં સ્વામી માંદા હતા.તેણે કહ્યું કે‘ શાક કરો’ ત્યારે ઓલ્યે સાૈ આગળ હોહો કર્યું, તે વાત મહારાજ પાસે ગઇ એટલે કહે, ‘ઓહો ! એણે એના જીવનું બહું ભુંડું કર્યું જે, મોટા સાધુમાં અવગુણ પરઠ્યો.’ ને મુકતાનંદસ્વામી જમતા હતાં, તે એક જણે એમ ચિંતવ્યું જે આવા મોટા સાધુ આમ કેમ જમે છે ? પછી એ જે અન્ન દેખે તે કીડા થઇ જાય ! તે પંદર દિવસ લગી એમ થયું, પછી દાંતે તરણા લઇને પગે લાગ્યો ત્યારે સમું થયું. તે માટે કોઇ સાધુનો અવગુણ ન લેવો. અરે ! કેટલાક તો ‘ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી’ એમ કહેતા. તે ગયા , તે પણ દીઠા. ।।૬૫।। read more
0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૬

કરોડો રૂપિયા હશે તે કાંઇ કામ નહિ આવે, તે જયાં હશે ત્યાં એમ થાશે ને એમ જાશે, ને આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઇને ભગવાન ભજયા હોય ને કથા કરી હોય તો કેટલી શાંતિ થાય ? ઘણા સાંતી તો સો વધારીએ પણ એણે શું થાય ? દુઃખ થાય. એ સાધુનો માર્ગ નહિ, ને કથાએ તો કેટલો સમાસ થાય જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઇઓ નીકળી ગઇ , નોખા આસન નીકળી ગયાં, એમ પડઘા પડે. અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી; નસીબમાં હોય તો રહે. માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિઃસ્વાદી થાવું; ત્યારે ભગવાન રાજી થાય. ।।૬૬।। read more
0 Views : 129

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬૭

આ સમાગમ મળ્યો છે તે કોઇક પૂર્વનો સંસ્કાર ભારે છે;તે સમાગમ કરવા સારુ આવ્યા છો, ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજ, કાલ, મહિને કે વર્ષે પણ મળશે; ને સમાસ ઘણો કરશે. ને કોઇ જાણતા હશે જે કરીએ છઈએ, ને કેમ કાંઇ થાતું નથી ? પણ આ તો મેળવણ નાખીએ છઈએ, તે દહીં થઇને ઘી તો વલોવ્યા પછી નીકળશે; ને આ વાત તો બહુ દુર્લભ છે. ને આ સત્સંગ તો ઘણો થયો છે,ને પૃથ્વીના સર્વે માણસ કરશે, પણ આવા કહેનારા કયાંથી મળશે ? ને રૂપિયા તો ગાડે ગાડે આવશે, ને હવેલીઓ પણ થાશે, પણ આ નહિ મળે. ને હવે તો કોઇ વાતની કલ્પના રાખવી નહિ.આ જીવ સમજવા મંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી,વેપાર કર્યો, તો પણ રોટલા ને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો ભળાણો નહિ; માટે શા સારુ ઝાઝું કરીએ ? અને કેદીક ઢગલો મળે તો શું થાય ? દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થાશે; ને દાળ, રોટલા નેવસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે. ને મોરે તો કટક , ધાડાં ,મિયાણાં ને માળિયાના હાટી એવા કૈક લૂંટી લેતા ને ખાવા અન્ન મળતું નહિ ને કાળ પડતા ને કાંતો ટીડડાં, ઉંદર ને રોગએ પણ કૈક આવતાં, […] read more
0 Views : 153
Powered By Indic IME