Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પર

વળી જેને સુખિયા થાવું હોય તેને તો સોળ વર્ષનો છોકરોથાય કે તુળસીને પાંદડે કરકાને (સ્ત્રીને) અર્પણ કરવો, એટલેથયું. અને એક પાંતિયે જીવને કયાં સમું છે ? મરે તો તે દુઃખિયોથાય. તે ઓલ્યા બ્રાહ્મણનો છોકરો મરી ગયો ત્યારે પોકે પોકેરુએ, ને બીજા પણ રોવરાવે જે, ‘બહુ ડાહ્યો હતો ને આ કરતો’એમ હજારો કહે. ત્યારે ભટ્ટજી ખરખરે ગયા, તે વળતે દિવસેનહાવા ગયા, નેકહ્યુંકે‘તું તો ખાતો-પીતો નથી તેશુંછે?આ તારો દીકરો મરી ગયો તે શું કાંઇ ઉદેપુરની ગાદી ખાલીથઇ ? આ એક બ્રાહ્મણ મૂઓ તો એક ખડિયો ઓછો, એમાંતે શું !’ પછી તો ઓલ્યે વિચાર્યું; ત્યાં તો કહે, ‘ખરું’ પછીકહે ‘હું તો પંદર દિવસમાં મરત, તે તમે જીવતો રાખ્યો’ એમછે. કાંઇ ખેડુ મલકમાં થોડા છે ? વાણિયા, સઇ, નાગર,સોની, લુવાર, કડિયા એ આદિકની કાંઇ ખોટ છે ? એમ જ્ઞાનશીખવું. ખજુરાનો પગ ભાંગ્યો તોપણ શુંને સાજો  તોપણ શું?કૂકડા વિના વા’ણું નહિ વાય ? એમાં શું ? એમ વિચારીનેસુખે ભગવાનનું ભજન કરવું. ।।૫૨।। read more
0 Views : 128

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૩

આણંદજી સંઘાડિયાને ત્યાં મહારાજ બેઠા હતા તેકહે,‘માયાનું રૂપ કહીએ ?’ તો કહે,‘કહો.’ પછી કહે કે,‘શાહુકારનો દીકરો મરે તો તમારે કેમ ?’ તો કહે ‘બહું ભૂંડું કહેવાય.’ પછી કહે કે,‘આ રાજાનો દીકરો મરે તો ?’ તો કહે કે,‘હું બહુ ખરખરો કરું.’ પછી કહે કે,‘આ તમારો મરે તો ?’‘ત્યારે તો તે ઘડીએ સંઘેડો બંધ રહી જાય ને ભૂંડું થાય’ એમછે. પછી મહારાજ કહે ‘હવે મોહનું રૂપ કહીએ છઈએ જે,બ્રહ્માથી લઇને સહુને લોહીમાં મોહ થાય છે. એકલું કરકું હોયકે પત્ત ઝરતું હોય તો ન થાય, જીવમાત્રને કરકે નજર છે. જેમ ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે; જાઇે મારણને મન માને રે, અન્ય જોવા આંખ્ય મીંચી છે. જેમ સુખડ ઘસીને ભગવાનને ચડાવે છે તેમ દેહને ઘસીનેકરકાને ચડાવે છે. અને આ જીવ ચામડિયો છે ને ચમારનેઘેર અવતર્યો હોય, તો ત્યાં પણ આનંદ છે ને ત્યાં કુંડ રાતદિવસગંધાય એમ આ દેહ પણ ચમારના કુંડ જેવો છે, તેમાંજીવ આનંદ કરીને બેઠો છે પણ ગીંગાની ઘોડ્યે(જેમ) ગુલાબની સુગંધી લે નહિ. આ દેહમાં તો હાડકાં, પરું, પાચ , લાળ ને લીંટ ભર્યા છે. નવ દ્વારે નરક  ઝરે છે ને કેવળ નરકનીકોથળી છે, ઉપર ચર્મ મઢ્યું છે, ને ક્ષણભંગુર કહ્યો છે; માટેકાંઇ જ માલ નથી, તેમાંથી હેત તોડીને આત્મામાં કરવું. જેમઓલી સમળીએ માંસનો લોચો રાખ્યો હતો ત્યાં લગી […] read more
0 Views : 148

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૪

વળી જીવનો તો અવળો સ્વભાવ છે તે ખાવું, રૂપિયાને વિષય તેમાં જ મંડ્યો છે. જો રૂપિયા હોય તો તે ભાંગીને ઘઉં લેવા ને તે ખાઇને પ્રભુ ભજવા. સો ઉપાય કરીને બાજરોભેળો કરવો; તે ખેતીવાડી કરીને, ચાકરી કરીને કે સાથી રહીનેપણ તે એકવાર તો ભેળો કરવો; પછી હાયવોય ન કરવી નેભગવાન ભજવા. અને તે ન કરો તો આ મંદિરમાં બાજરોઘણો સળી જાય છે, તે ચાર મહિના રહીને પણ ભગવાન ભજવાઆવજો; પછી આવો સમાગમ નહિ મળે. ને ઉત્તમ વકતા છેત્યાં સમાગમ કરી લજો.ને પછી તો ચીજો  ખાધી હોયતે સંભારવી,ધારવી ને વિચારવી. તે મહારાજે શિક્ષાપત્રીમાંકહ્યુંછે નેવચનામતૃ માં પણ કહ્યુંછેજે,‘સમાગમ વિના જ્ઞાન ન આવે નેદશે કાળાદિક આઠમાં સગં ને અધિક કહ્યો છે.તે ઓલ્યા સાત ભૂંડા હોય નેએક સગં સારો હોય તો મોટા પુરુષ સારા કરી દે, માટેવારંવાર સગં કરવો, તેમાંસર્વે વાત આવી જાય. ।।૫૪।। read more
0 Views : 159

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પપ

જેને જે વહાલું હોય તે શિષ્યને દે છે; બાપને સ્ત્રી હૈયામાંછે તો તે છોકરાને હૈયે ઘાલી દે છે. એમ સાધુને વા’લા ભગવાનતે જીવના હૈયામાં ઘાલી દે છે. ને જેમ ખાધા વિના ભૂખ જાયનહિ; તાપ્યા વિના ટાઢ જાય નહિ; સૂર્ય વિના અંધકાર જાયનહિ; તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહિ. ભણેલો હોય તેભણાવે પણ અભણ શું ભણાવે ? કેમ જે, એને મૂળમાંથી વિદ્યાનથી તે આપે કયાંથી ?ગુરુ બિન જ્ઞાન નહિ, ગુરુ બિન ધ્યાન નહિ;ગુરુ બિન આત્મવિચાર ન લહત હે.તેમ સદ્ગુરુ વિના કાંઇ નથી થાતુ. ‘તીન તાપકી ઝાલજર્યો , પ્રાની કોઇ આવે.’ એ સવૈયો બોલીને કહે, એવા સાધુનોસમાગમ કર્યે છૂટકો છે; તે કરવો, તે પણ ‘અર્થં સાધયામિ વાદેહં પાતયામિ’ એમ કરવો. ત્યારે રાજી થાય છે. તે સમાગમમાંતો એટલો ફેર પડે જેમ કાર્તિકસ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને ગણપતિએ પાર્વતીના કહ્યાથી ગાયની કરી, તે પણ પૃથ્વીનીથઇ. જુઓ કેટલો ફેર પડ્યો ? ને કરોડ જન્મ સુધી અંતરદષ્ટિકરે ને ન થાય, તેટલું એક મહિનામાં થાય એવું આ સમાગમમાંબળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે. ને મહારાજે પણકહ્યું છે જે, ‘કોઇક મિષ લઇને આવા સાધુ ભેળો જન્મ ધરવોએમ ઇચ્છીએ છઈએ.’ એ તો આપણને કહ્યું છે. ।।૫૫।। read more
0 Views : 145

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૬

અને બીજી વાત શી ? તો કહે જે, ભગવાન બહુ મોટાપ્રગટ થયા, તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગીદ્વારે ચમત્કાર જણાવ્યા છે, ને પોતે જે નરનારાયણનું લખ્યુંછે, તે તો જેમ કોઇને અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઇવાર આવેલ નહિ ને એનો ભરતખંડ કહેવાય,માટે એને ભોમિયા લીધા છે. એ મનુષ્યપણાનો ભાવ છે એમજાણવું, એમ મહારાજે પણ કહ્યું છે. જે આ તો વાત બધી નવીનછે. સાધુ નવીન, નિયમ નવીન; તે મહારાજ કહે કે, ‘આનિયમ ને સાધુ એ બે એમ અક્ષરધામમાંથી લાવ્યા છઈએ.’।।૫૬।। read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૭

વળી, જે સ્વામીને ભોગવવાનાં પદાર્થ તે સેવક ન ભોગવે.તે જયારે રામચંદ્રજી ધરતી ઉપર સૂતા, ત્યારે ભરતજી એક હાથધરતી ખોદીને સૂએ ને શિવજી પણ ભગવાનને ભોગવવાનાંપદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, એક ઉખેડે ને એક ચોંટાડે. ।।૫૭।। read more
0 Views : 137

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૮

આ સત્સંગમાં ત્રણ પ્રકાર છે, સત્સંગી હોય તેને કુસંગીકરી નાખે, અંતરદષ્ટિ કરતો હોય તો બાહ્યદષ્ટિ કરાવે નેવ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે; એવા પણ મંદિરમાંછે, માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ ને એક અર્થારામ એવા છે. ને જો તે બેની વચ્ચે કોઇ પથારીકરે, તો છ મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે; તેને પણઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાસિયાની ઘોડ્યે અંતરમળવા દેવું નહિ. ને અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું.એ બેયને મૂકીને આપણે તો આત્મારામ થાવું. ।।૫૮।। read more
0 Views : 154

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ૯

વળી ખાધાનું, પથારી, ચેલા ને પદાર્થ તેને અર્થે જે ઉદ્યમએ કાઇં સાધુનો માર્ગ  નહિ. એ માર્ગચૂકયા તો વળે વળી ગઇ,તે માટે જ્ઞાન શીખવું, તે વિના બીજું કાંઇ રાત્રીપ્રલયમાં નહિરહે. ને જ્ઞાન તો મહાપ્રલયમાં પણ જાવાનું નહિ; ને તે જ્ઞાનતો આપણે છે. આ આમાં આટલું રહ્યા છીએ ખરા, પણ વનમાંરહિએ તોપણ સુખ રહે; ને એક ટાણું રોટલો જોઇએ ને એકગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઇએ. વનમાં રહેતા ત્યારે આગોદડીભર રહેતા; તેમાં ટાઢ્ય હરે, તડકો હરે ને વરસાદ પણબે પછેડીવા હરે; પછી શું જોઇએ ? એવા સ્વભાવ પાડ્યા હોયત્યારે થાય; નીકર તો જેમ – ‘આસનથી ઉઠાડતાં જાણે જગાડ્યોમણિધરજી’ નાગને છેડે તેમ થાય. માટે જ્ઞાન શીખવું. ।।૫૯।। read more
0 Views : 140
Powered By Indic IME