Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૯ર

અને જે વસ્ત્ર બહુ મૂલ્યવાળું હોય તથા ચિત્રવિચિત્ર ભાત્યનું હોય તથા કસુંબાદિક જે રંગ તેણે કરીને રંગેલું હોય તથા શાલ દુશાલા હોય ને તે જો બીજાની ઇચ્છાએ કરીને પોતાને પ્રાપ્ત થયું હોય તો પણ તે વસ્ત્ર પોતાને પહેરવું-ઓઢવું નહિ. ।।૧૯૨।। read more
0 Views : 1217

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૩

અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ અને ભગવાનની જે નવ પ્રકારની ભકિત તે  વિના વ્યર્થ કાળ નિર્ગમવો નહિ, નિરંતર ભકિત કરીને જ કાળ નિર્ગમવો.।।૧૯૩।। read more
0 Views : 1230

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૪

અને જે ગૃહસ્થનાં ઘરને વિષે રાંધેલ અન્નનો પીરસનારો પુરૂષ જ હોય તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઇ રીતે થાય એમ ન હોય. ।।૧૯૪।। read more
0 Views : 1229

શિક્ષાપત્રી શ્લોક – ૧૯પ

તેવી રીતનું જે ગૃહસ્થનું ઘર તે પ્રત્યે અમારા સાધુ તેમણે જમવા જવું અને એ કહ્યું તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઇ કરવી ને ભગવાનને નૈવેદ્ય રીને જમવું. ।।૧૯૫।। read more
0 Views : 1231

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૬

અને પૂર્વે ૠષભદેવ ભગવાનના પુત્ર જે ભરતજી તે જે તે પૃથ્વીને વિષે જડ બ્રાહ્મણ થકા જેમ વર્તતા હવા તેમજ પરમહંસ એવા જે અમારા સાધુ તેમણે વર્તવું. ।।૧૯૬।। read more
0 Views : 1225

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૭

અને નૈષ્ઠિક બ્રહ્મચારી ને એ સાધુ તેમણે તાંબુલ તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ તે જતને કરીને વર્જવું. ।।૧૯૭।। read more
0 Views : 1231

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૮

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી ને સાધુ તેમણે ગર્ભાધાન આદિક જે સંસ્કાર તેમને વિષે જમવું નહિ તથા એકાદશાહ પર્યંત જે પ્રેત શ્રાદ્ધ તેમને વિષે જમવું નહિ તથા દ્વાદશાહ શ્રાદ્ધને વિષે જમવું નહિ. ।।૧૯૮।। read more
0 Views : 1241

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૯

અને રોગાદિક આપત્કાળ પડ્યા વિના દિવસે સૂવું નહિ અને ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ. ।।૧૯૯।। read more
0 Views : 1235
Powered By Indic IME