Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૬

અને તે સ્ત્રીઓની વાર્તા કયારેય ન કરવી ને ન સાંભળવી અને જે સ્થાનકને વિષે સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાનકને વિષે સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું.।।૧૭૬।। read more
0 Views : 102

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૭

અને દેવતાની પ્રતિમા વિના બીજી જે સ્ત્રીની પ્રતિમા ચિત્રની અથવા કાષ્ઠાદિકની હોય તેનો સ્પર્શ ન કરવો અને જાણીને તો તે પ્રતિમાને જોવી પણ નહિ. ।।૧૭૭।। read more
0 Views : 101

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૮

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી અને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ અને મૈથુનાસકત એવા જે પશુ-પક્ષી આદિક પ્રાણીમાત્ર તેમને જાણીને જોવાં નહિ. ।।૧૭૮।। read more
0 Views : 119

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૯

અને સ્ત્રીના વેશને ધરી રહ્યો એવો જે પુરુષ તેને અડવું નહિ અને તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ અને સ્ત્રીને ઉદ્દેશ કરીને ભગવાનની કથા-વાર્તા-કીર્તન પણ ન કરવાં. ।।૧૭૯।। read more
0 Views : 102

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૦

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો પોતાના ગુરુનું પણ ન માનવું. ને સદાકાળ  ધીરજવાન રહેવું અને સંતોષે યુકત રહેવું ને માને રહિત રહેવું. ।।૧૮૦।। read more
0 Views : 109

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૧

અને બળાત્કારે કરીને પોતાને અતિશય સમીપે આવતી એવી જે સ્ત્રી તેને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તુરત વારવી પણ સમીપે આવવા દેવી નહિ. ।।૧૮૧।। read more
0 Views : 101

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૨

અને જો કયારેક સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણનાશ થાય એવો આપત્કાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની રક્ષા કરવી અને પોતાની પણ રક્ષા કરવી. ।।૧૮૨।। read more
0 Views : 101

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૩

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે પોતાને શરીરે તૈલમર્દન ન કરવું ને આયુધ ન ધારવું ને ભયંકર એવો જે વેશ તે ન ધારવો અને રસના ઇન્દ્રિયને જીતવી. ।।૧૮૩।। read more
0 Views : 100
Powered By Indic IME