Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૪

અને જે બ્રાહ્મણના ઘરને વિષે સ્ત્રી પીરસનારી હોય તેને ઘેર ભિક્ષા કરવા જવું  નહિ અને જયાં પુરુષ પીરસનારો હોય ત્યાં જવું. ।।૧૮૪।। read more
0 Views : 103

શિક્ષાપત્રી શ્લોક – ૧૮પ

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી ને સ્ત્રીઓની પેઠે જ સ્ત્રૈણ પુરુષનો સંગ જે તે સર્વકાળે વર્જવો. ।।૧૮૫।। read more
0 Views : 99

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૬

અને જાતિએ કરીને જે બ્રાહ્મણ હોય તે કોઇએ પણ ચર્મવારી ન પીવું ને ડુંગળી ને લસણ આદિક જે અભક્ષ્ય વસ્તુ તે બ્રાહ્મણ જાતિ હોય તેણે કોઇ પ્રકારે ન ખાવું. ।।૧૮૬।। read more
0 Views : 125

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૭

અને જે બ્રાહ્મણ હોય તેણે સ્નાન, સંધ્યા, ગાયત્રીનો જપ, શ્રીવિષ્ણુની પૂજા અને વૈશ્વદેવ એટલા વાનાં કર્યા વિના ભોજન કરવું જ નહિ.(એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારીના વિશેષ ધર્મ કહ્યા.) ।।૧૮૭।। read more
0 Views : 111

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૮

હવે સાધુના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ. – અમારે આશ્રિત જે સર્વે સાધુ તેમણે નૈષ્ઠિક બ્રહ્મચારીની પેઠે સ્ત્રીઓનાં દર્શન, ભાષણાદિક પ્રસંગનો ત્યાગ કરવો તથા સ્ત્રૈણ પુરુષના પ્રસંગાદિકનો ત્યાગ કરવો અને અંતઃશત્રુ જે કામ, ક્રોધ, લોભ અને માન આદિક તેમને જીતવા. ।।૧૮૮।। read more
0 Views : 1223

શિક્ષાપત્રી શ્લોક – ૧૮૯

અને સર્વે જે ઇન્દ્રિયો તે જીતવી ને રસના ઇન્દ્રિયને તો વિશેષે કરીને જીતવી અને દ્રવ્યનો સંગ્રહ પોતે કરવો નહિ ને કોઇ બીજા પાસે પણ કરાવવો નહિ. ।।૧૮૯।। read more
0 Views : 1234

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૦

અને કોઇની થાપણ ન રાખવી અને કયારેય પણ ધીરજતાનો ત્યાગ ન કરવો અને પોતાના ઉતારાની જાયગા બંધીની હોય તો તેને વિષે કયારેય પણ સ્ત્રીનો પ્રવેશ થવા દેવો નહિ. ।।૧૯૦।। read more
0 Views : 1225

શિક્ષાપત્રી શ્લોક – ૧૯૧

અને તે સાધુ તેમણે આપત્કાળ પડ્યા વિના રાત્રિને વિષે સંઘ સોબત વિનાનું ચાલવું નહિ તથા આપત્કાળ પડ્યા વિના  કયારેય પણ એકલા ચાલવું નહિ. ।।૧૯૧।। read more
0 Views : 1216
Powered By Indic IME