Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૪

‘આ નિયમ છેએ બહુ મોટી વાત છે,નેજે દિવસ ધર્મમાં ફરે પડશે,તે દિવસ તો કોઇ વાત ઊભી નહિ રહે,માટે નિયમખબરદાર થઇને પાળવા’ એ વિષે ઘણીક વાત કરી. ।।૪।। read more
0 Views : 1547

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- પ

એક હરિજન પાસે (‘સંતજન સોઇ સદા મોઈ ભાવે’ એ)કીર્તન બોલાવીને કહ્યું જે,‘આજના કીર્તનમાં તો ચાર વેદ,ષટ્શાસ્ત્ર ને અઢાર પુરાણ આવી જાય એવાં ચમત્કારી છે.।।૫।। read more
0 Views : 1586

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૬

ધોલેરામાં એક બાવે તેલ કકડાવીને માંહી શાલગ્રામને નાખ્યાં, તે વાત અમે સાંભળી તે ઘડી રુંવાડાં ઊભાં થયાંને જીવમાં બળવા લાગ્યું તે જુઓને, જગતમાં એવા ભેખ પણ છે. ।।૬।। read more
0 Views : 1539

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૭

શુદ્ધ સ્વરૂપનિષ્ઠા રાખવી નીકર વાંધો ભાંગશે નહિ, એમ મહારાજે પણ કહ્યું છે. તે માટે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ સહજાનંદસ્વામી તે સર્વે શ્રીકૃષ્ણાદિક જે અવતાર તેમના અવતારી ને સર્વેના કારણ ને સર્વેના નિયંતા છે એમા લેશ માત્ર ફેર નથી; એમ જાણીને કોઇ દેવદેવલાંનો ભાર પડવા દેવો નહિ ને પતિવ્રતાની રીત રાખવી તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે. ।।૭।। read more
0 Views : 1920

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૮

આ સત્સંગનો મહિમા તો અપાર છે; કેમ જે, બ્રહ્માંડબ્રહ્માંડ પ્રત્યે શ્રીકૃષ્ણાદિકની મૂર્તિઓ છે તેવા તો અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે. ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ઘણાક છે, એવો સત્સંગનો મહિમા સમજીને દઢ ઉપાસના કરવી. અને એવા જે પુરુષોત્તમતે તો આ એક જ છે. તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી ને બીજાએ તોભેળું ને ભેળું બાઇ-ભાઇનું રાખેલ, પણ જુદારો ન પાડેલ, એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. ।।૮।। read more
0 Views : 1548

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૯

અને પદાર્થ ઝાઝાં ભેળાં ન કરવા નીકર, ઘણી મૂંઝવણથાવાની ને વાસના રહેશે. ને દેહ સારુ પદાર્થ છે ને દેહને તો વેરી જ કહ્યો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે; ને દેહાભિમાન મૂકયે સર્વે દોષ જાય છે, એ વાત કરીને તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે,‘મુકતાનંદસ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે’ બીજું સોળ સાધનનું વચનામૃત (ગ.અં.નુ ૨૪) વંચાવ્યું ને કહ્યું જે,‘તેણે કરીને અક્ષરધામ પમાય છે.’ ।।૯।। read more
0 Views : 1432

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૦

વળી કહ્યું જે,‘અમારો વાંક કાઢશો મા, અમે કહી છૂટીએ છઈએ. કેમ જે, વૃદ્ધ થયા તે હવે નહિ રહેવાય; માટે કહીએ છઈએ જે, સમજીને શુદ્ધ વર્તજો, નીકર ઝાઝો ફેર પડશે. આ ઘડી જો હાથધોણું , આંકડી કે વાળો એવો રોગ થયો હોયતો રાત બધી જાગે; પણ અમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય, ને રાત બધી ઊંઘી રહેવાય; એમ અષાઢ વદી છઠ્ઠને દિવસે વાત કરી. ને દેહ જ વેરી છે તે પોતાનું કરાવે, તે વિષ્ટાપર્યંત ધોવરાવે છે પણ ધ્યાન કરવા ન દે એવો છે. ।।૧૦।।  read more
0 Views : 1445

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૧૧

અને બ્રહ્મચારીને ત્યાં વાતો કરી જે, ‘વિષયથી બંધાણો તે બદ્ધ ને મુકાણો તે મુકત છે. તે માટે આપણે મુકાવું ને આ જુઓને, આંહીં વિષયનો જોગ નથી તેણે કરીને ઠીક રહે છે.પણ જો બરફીના ભરેલા સો પડિયા રોજ આવે તો ખાધા વગર ન રહેવાય, એવો જીવનો સ્વભાવ છે માટે એ તો ન આવે તો જ સારું છે.’ ।।૧૧।। read more
0 Views : 1396
Powered By Indic IME