Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૮

અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો અને પૃથ્વીને વિષે સૂવું અને મૈથુનાસકત એવા જે પશુપક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને જોવાં નહિ. ।।૧૬૮।। read more
0 Views : 127

શિક્ષાપત્રી શ્લોક – ૧૬૯

અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની સ્ત્રીના જેવો વેષ ન ધારવો તથા સંન્યાસિની તથા વૈરાગીની તેના જેવો વેષ ન ધારવો અને પોતાનો દેશ, કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ કયારેય ન ધારવો.।।૧૬૯।। read more
0 Views : 114

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૦

અને ગર્ભની પાડનારી જે સ્ત્રી તેનો સંગ ન કરવો અને તેનો સ્પર્શ પણ ન કરવો અને પુરુષનાં શૃંગાર રસ સંબંધી જે વાર્તા તે કયારેય ન કરવી અને ન સાંભળવી. ।।૧૭૦।। read more
0 Views : 103

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૧

અને યુવા અવસ્થાને વિષે રહી એવી જે વિધવા સ્ત્રીઓ તેમણે યુવા અવસ્થાવાળા જે પોતાના સંબંધી પુરુષ તેમની સંગાથે પણ એકાંત સ્થળને વિષે આપત્કાળ પડ્યા વિના ન રહેવું. ।।૧૭૧।। read more
0 Views : 108

શિક્ષાપત્રી શ્લોક – ૧૭ર

અને હોળીની રમત ન કરવી ને આભૂષણાદિકનું ધારણ ન કરવું અને સુવર્ણાદિક ધાતુના તારે યુકત એવાં જે ઝીણાં વસ્ત્ર તેનું ધારણ પણ કયારેય ન કરવું. ।।૧૭૨।। read more
0 Views : 98

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૩

અને સુવાસિની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહિ અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઇ પ્રકારે ગુપ્ત ન રાખવું. ।।૧૭૩।। read more
0 Views : 114

શિક્ષાપત્રી શ્લોક – ૧૭૪

અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઇ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ અને ચોથે દિવસે નાહીને અડવું.(એવી રીતે ગૃહસ્થાશ્રમી એવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા તે સર્વે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમણે પણ પાળવા, કેમ કે એ ગૃહસ્થ છે) ।।૧૭૪।। read more
0 Views : 104

શિક્ષાપત્રી શ્લોક – ૧૭પ

હવે નૈષ્ઠિક બ્રહ્મચારીના જે વિશેષ ધર્મ તે કહીએ છીએ.-અમારે આશ્રિત એવા જે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને તે સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ. ।।૧૭૫।। read more
0 Views : 110
Powered By Indic IME