Last Updated:
May 5, 2025

Click here to submit your article
ગુજરાતી
Per Page :

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૪

અને પોતાનું અથવા બીજાનું જે વિવાહ સંબંધી કાર્ય તેને વિષે આપવા યોગ્ય જે ધન તેનું સાક્ષીએ સહિત લખત કર્યા વિના કેવળ બોલી જ ન કરવી. ।।૧૪૪।। read more
0 Views : 118

શિક્ષાપત્રી શ્લોક – ૧૪પ

અને પોતાની ઉપજનું જે દ્રવ્ય તેને અનુસારે નિરંતર ખરચ કરવો પણ તે ઉપરાંત ન કરવો અને જે ઉપજ કરતાં વધારે ખરચ કરે છે તેને મોટું દુઃખ થાય છે એમ સર્વે ગૃહસ્થોએ મનમાં જાણવું. ।।૧૪૫।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૬

અને પોતાના વ્યવહાર કાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય તથા જેટલો ખરચ હોય તે બેયને સંભારીને નિત્ય પ્રત્યે રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. ।।૧૪૬।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૭

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધન ધાન્યાદિક તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણ ભગવાનને અર્પણ કરવો અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીસમો ભાગ અર્પણ કરવો. ।।૧૪૭।। read more
0 Views : 105

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૮

અને એકાદશી આદિક જે વ્રત તેમનું જે ઉદ્યાપન તે જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાશાસ્ત્ર કરવું. તે ઉદ્યાપન કેવું છે, તો મનવાંછિત ફળનું આપનારું છે. ।।૧૪૮।। read more
0 Views : 99

શિક્ષાપત્રી શ્લોક – ૧૪૯

અને શ્રાવણ માસને વિષે શ્રી મહાદેવનું પૂજન જે તે બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિ પૂર્વક સર્વ પ્રકારે પોતે કરવું અથવા બીજા પાસે કરાવવું. ।।૧૪૯।। read more
0 Views : 107

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૦

અને પોતાના જે આચાર્ય તે થકી તથા શ્રીકૃષ્ણ ભગવાનનાં જે મંદિર તે થકી કરજ ન કાઢવું અને વળી તે પોતાના આચાર્ય થકી અને શ્રીકૃષ્ણનાં મંદિર થકી પોતાના વ્યવહારને અર્થે પાત્ર, ઘરેણાં અને વસ્ત્રાદિક જે વસ્તુ તે માગી લાવવા નહિ. ।।૧૫૦।। read more
0 Views : 104

શિક્ષાપત્રી શ્લોક – ૧પ૧

અને શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ એમનાં દર્શન કરવાને અર્થે ગયે સતે માર્ગને વિશે પારકું અન્ન ખાવું નહિ તથા શ્રીકૃષ્ણ ભગવાન તથા પોતાના ગુરુ તથા સાધુ તેમનાં જે સ્થાનક તેમને વિષે પણ પારકું અન્ન ખાવું નહિ, કેમ જે, તે પારકું અન્ન તો પોતાનાં પુણ્યને હરી લે એવું છે માટે પોતાની ગાંઠનું ખરચ ખાવું. ।।૧૫૧।। read more
0 Views : 110
Powered By Indic IME