સંવત્ ૧૯૨૩ના અષાઢ સુદમાં વાત કરી જે, ‘નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે, કાં જે એજ દઢ કરાવવા સારુ પોતાનો અવતાર છે, તે પોતે પરણ્યા નહિને ત્યાગીના ધર્મ પાળ્યા, માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધાં માણસ ચાલે. તે ગીતામાં કહ્યું છે જે,।। યદ્યદાચરતિશ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ।। માટે ખબરદાર થઇને શુદ્ધ વર્તવું. ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે, તેનાંથી ભગવાનના ધામમાં નહિ જવાય, ને નહિ રહેવાય. ને મહારાજનો કુરાજીપો બહુ થા શે.તે ઉપર દષ્ટાંત જે, ‘એક પાદશાહનું લશ્કર લાખો માણસનું. તે લડવા ગયું ત્યારે જે ભાગેડું હતા તેણે તો એમ વિચાર કર્યો જે, આટલા માણસમાં પાદશાહ કેને ઓળખે છે ? ને કયાં જાણે છે ? એમ કહીને પાછળ રહ્યાં. ને શત્રુ સામા લડ્યાં નહિ ને કેટલાક હતા તે આગળ થઇને શત્રુને હઠાવી ને જીત્યા.’ પછી પાદશાહે વજીરને પૂછ્યું કે, ‘આમાં હવે પરીક્ષા લેવી જે, કોણે જીત કરી ?’ ત્યારે કહેઃ ‘ઠીક, ભરો કચેરી.’પછી કહેઃ ‘પોશાક આપવો છે, તે સૌ આવજો.’ એમ કહીને તેડાવ્યા. ને કહે જે, ‘એનું તો એમ પારખું થાશે જે આ લડ્યો છે ને આ નથી લડ્યો; તે જે લડ્યો હશે એ પાધરો આગળ થઇને કચેરીમાં સન્મુખ થાશે ને ઓલ્યો પાધરો પાદશાહની સામું જ નહિ જોઇ શકે ને નીચું ઘાલશે.’ તેમ જો આપણે પાંચઇન્દ્રિયો રૂપ શત્રુ […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)