Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૯

જુઓને ! શાસ્ત્રમાં પણ કહ્યું છે અંબરીષ, નહુષ, ભરતજીને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવા સારુ ચક્રવર્તી રાજય ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો, ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઇ ગયો છે, તે પ્રભુ શું સાંભરે ? ।।૨૪૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 131

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૦

છેલ્લા પ્રકરણના ત્રીસના વચનામતૃ માં કહ્યુંછે જે,‘આ ક્ષણમાંને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે.’ એ વંચાવીને સ્વામી કહે જે, ‘એને શું કરવું છે? એ તો પોતાનું મિષ લઇને આપણને શીખવે છે, પણ કેટલાક તો જાણે છે જે, ભાઇ ! એ તો વાત મહારાજની.’ પછી એક જણે કહ્યું જે, ‘મહારાજને શું કરવું છે ? એટલું લઇએ તો લેવાય જે, સર્વના અંતરમાં રહીને જોઉં છું.’ તે પણ સ્વામી કહે,‘મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તે કેટલાકને કહી પણ દીધું છે;ને વળી કહે છે. પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતો મનાય.ને બીજા તો કહેશે,‘માન વધારવા સારુ કહે છે.’ ।।૨૫૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૧

આ પંચવિષયરૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે.મહારાજ કહે, ‘જો બધાય પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ; પણ જીવ માળા લઇને બેસી શકે નહિ.’ ।।૨૫૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 116

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પર

પછી વળી એક વાત કરી જે, ‘એકવાર એમ ધોરાજીને પાદર બેઠેલ, ત્યાં ખાતરના ઢગલા પડેલ. પછી એક ખૂંટિયો હતો તે ધોડી ધોડીને માંહી માથું ખોસીને બે સૂંડલા જેટલી ધૂળપોતાને માથે નાખે, એમ જીવ-પ્રાણીમાત્ર ધૂળ ચૂંથ્યા વિના રહી શકતા નથી.’ ।।૨૫૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૩

અને સાધુ થવું એટલે થઇ રહ્યું. તે થયો એટલે ભગવાનના ખોળામાં બેઠો. તે કહ્યું છે જે,‘સાધવો હૃદયં મમ’ ભગવાનને રહેવાનું ઠેકાણું સાધુ, આ તો હળદરનો ગાંઠિયો એક આવ્યો એટલે ગાંધી થઇ બેઠા તેણે શું ? ।।૨૫૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 111

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૪

પછી વળી લીલાની વાત કરી તેમાં કહ્યું જે, ‘મહારાજઆની ઉપર રાજી થયા, એમ પણ રાજી કહેવાય પણ એ જુદી રીતનું. ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પહેલા પ્રકરણના ઓગણીશના વચનામૃત પ્રમાણે, તે આજ્ઞા, ઉપાસના ને મૂર્તિમાં જોડાવું. તે આજ કરો કે લાખ જન્મે કરો, જયારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે ને મહારાજ પણ બીજી જે જે વાત કહે, તે પણ ત્યાં જાતી ઊભી રાખે, એ સિદ્ધાંત છે.’ ।।૨૫૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 91

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પપ

શ્રાવણ વદિ નવમીને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે, જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું, તે માણસ જાણે આફૂડું થાય, પણ આફૂડું તે કેમ થાય ? એ તો ભગવાનને સંભારે ને ભૂલે, વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભારે ને ભજન કરે, તો થાય. આ ‘ભણે તે ભૂલે,’ પણ હાથમાં જેણે મૂળગુંપાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે ?’ ।।૨૫૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૬

ત્યાં એક વેદિયે આવીને સ્વામીને રાખડી બાંધી, તે પછી વળી વાત કરી જે, ‘સગુણ-નિર્ગુણપણું હરિભકતને જાણ્યું જોઇએ, નીકર તો ગોથાં ખાય.’ તે ઉપર કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરને શેષશાયીરૂપે દર્શન દીધું. ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રીકૃષ્ણ પોતે,’એમ કહ્યું. ।।૨૫૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108
Powered By Indic IME