Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૭

અને પુરુષરૂપે પ્રકૃતિમાં આવ્યા, ત્યાંથી વૈરાટમાં આવ્યા. એમ પુરુષોત્તમનો પ્રવેશ થાતો ગયો. તે પ્રવેશ શું ? જે, પુરુષોત્તમ પોતે આવ્યા ત્યારે શું ધામમાં નહોતા ? ધામમાં પણ એમને એમ હતા. ને ઓલ્યું તો એના ઐશ્વર્ય વતે થાતું ગયું. એમ તો પેલા ગણેશને પ્રભુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા ? ત્યારે એનું તો એમ છે જે, જીવની કોટિઓ ,બ્રહ્માની પણ કોટિઓ ને કોટિઓ છે, એમ સૌના કારણ તો મહારાજ પોતે; એમ સમજે ત્યારે મજકુર મળ્યું કહેવાય. ને અનંત કોટિ રામ, અનંત કોટિ કૃષ્ણ ને અનંત કોટિ અક્ષરમુકતએ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે, ત્યારે જ્ઞાન થઇ રહ્યું. ।।૨૫૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૮

શ્રાવણ વદિ છઠ્ઠને દિવસે વાત કરી જે, ‘બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઇને ન કરી આપે, એ તો પોતાને જ કરવું, તેજો  કરે તો થાય.’ ।।૨૫૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨પ૯

અને ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ ચાર વાનાં હોય તો પ્રભુ ભજાય; એમાં શ્રદ્ધા નથી, બાકી બધું છે. ।।૨૫૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 108

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૦

અને આપણામાંય ખોટ્યું કેટલીક હોય, તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂઝે તેમ આમ તેમ કરીએ પણ અંતે એમ કરાવવું છે, તે વાતોમાં કહેતા જાઇએ છઈએ. અને અમારે એક બળદિયો છે, તેને હમણાં તો સૌ ખવરાવીએ છઈએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંતે સૂઝે તેમ ફોસલાવી કરાવીને પણ માંખીમાંથી સૂર્ય કરવો છે. ।।૨૬૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 95

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૧

એકવાર મહારાજે આનંદસ્વામીને પૂછ્યું જે, ‘તમને કોઇક ક્રિયામાં પ્રેરીએ તો કેમ થાય ?’ ત્યારે કહે જે, ‘તમે કહો તે પ્રમાણે કરું.’ પછી મુક્તાનદં સ્વામીને પૂછ્યું કે, ‘તમે કેમ કરો ? ’ત્યારે તે કહે જે, ‘હું તો એક હાથ વૃત્તિ બહાર કાઢું ને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.’ ને પછી સ્વરૂપાનંદસ્વામીને પૂછ્યું કે,‘તમારે કેમ ?’ તો તે કહે જે, ‘હું તો જે જે ક્રિયા કરું તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય.’ ત્યારે મહારાજ કહે, ‘એ તો અમને સમજાતું નથી.’ ત્યારે તે કહે જે, ‘જેમ તીરમાં લીંબુ પ્રોયું હોય ને તે તીર જયાં માંડે ત્યાં લીંબુ દેખાયછે, પણ નિશાન ન દેખાય, એમ તમારી મૂર્તિ દેખાય છે.’ત્યારે જુઓ ! એ પણ સ્થિતિ, માટે મૂર્તિ દેખાય તેવી સ્થિતિ કરવી, તે “નિજાત્માનં બ્રહ્મરુપમ્” એ શ્લોક પ્રમાણે કરવી. ।।૨૬૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 107

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬ર

અને ભાદરવા સુદિ સાતમને દિવસે વાત કરી જે,‘મહારાજ તો બળબળતા ડામવાળા પ્રથમના ૪૪માં વચનામૃતમાંને બીજે બધે સાધુ જ બતાવે છે.’ ।।૨૬૨।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 93

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૩

અને એક સાધુને તો પંડે સ્વપ્નમાં ઠોંટ મારીને કહ્યું જે,‘તું જૂનેગઢ જા’ આ સાધુના તો દર્શન કર્યે પંચમહાપાપ બળે એવા છે, પછી તે નહિ મળે ને પછી કરોડ રૂપિયા ખરચશો તો પણ નહિ મળે. માટે જો બાજરો મળે તો તે જોગ કરી લેવાનો લાગ આવ્યો છે. પછી પસ્તાવો થાશે; માટે ચોખ્ખુ કહીએ છઈએ. ।।૨૬૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 98

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૬૪

ગૃહસ્થ માણસ બીજું ઘરકરે તે પણ ખુવાર થાય છે.।।૨૬૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99
Powered By Indic IME