Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૧

મહા વદિમાં વાત કરી જે, ‘અમારી પોર આ દહાડાનીઅરજી ભગવાન પાસે છે જે, એક ગય રાજા જેવો રાજા નેરઘુવીરજી જેવા બે આચાર્ય મોકલો, નીકર આ લોકમાં બે કરોડમાણસ ભજે છે તેને સુખ નહિ આવે, તે પાપી નહિ આવવાદે.’ ।।૨૪૧।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 133

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪ર

સો વર્ષ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ ત્યારે તો સારી રુચિ થાય. પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, ‘હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચવિષયની છે.જયારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઇ ખમી શકે નહિ; પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે. ’સંત સંતાપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ; તુલસી ત્રણે ટીલે ન દીઠાં, રાવણ કૌરવ ને કંસ. તે કૈંક મારી નજર આગળ ગયા. આ વણથળીથી એકબાઇ ભાગીને ગઢડે સાંખ્યયોગી થઇને રહી, તે સારુ દાદાખાચરને બસેં રૂપિયા મોસલાઇ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઇ. પછી વડોદરામાં એ ફરવા ગઇ, ત્યાં ગૃહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદસ્વામી પણ ત્યાં હતા તેમને પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહેઃ ‘સાંખ્યયોગી થઇને લાડવાખાય છે તે કેમ ઠીક રહેશે ?’ એટલું કહેવરાવી મૂકયું. ત્યારે ઓલી કહેઃ ‘તમે સાધુ થઇને કેમ ખાઓ છો ? એમ બોલી તેનો દોષ લાગ્યો, તે સત્સંગમાંથી ભાગીને વિશાજીને લઇને રહી. એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદસ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો. તે જુઓ તો ખબર પડે. તે ઓલીકોરના કેટલાકને ને આણીકોરના કેટલાકને સ્વામીનો અવગુણ, તે એકવાર ઓલીકોરનાને સભા કરવી હતી ને અપમાન કરવું હતું; તે સારુ આવેલ. પછી તો મેં જાણ્યું જે, આ ભૂંડું કહેવાય. તે બીજું તો કાંઇ નહિ, પણ રાંકાનાં હાંડલાં ફૂટી જાશે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 212

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૩

જુઓને ! વિષય તો એવા બળિયા છે, તે લોયાના ૧૭માંવચનામૃતમાં કહ્યું જે, ‘વિષય ખંડન કરે તો મુકતાનંદસ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે.’ એવી વાત છે.તે માટે ભલા થઇને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય,તો જાણે સ્તુતિ જ છે; તે ઉપર સ્તુતિ-નિંદાનું વચનામૃત વંચાવીને કહ્યું કે આમ છે, માટે રોટલા ખાઇને પ્રભુ ભજી લેવા, એમાં માલ છે -અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુરનર મુનિ મહીં નહિ સુખ લેશા. ।।૨૪૩।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 134

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૪

મોટા સાધુ હોય તેની આ દેહે કરીને સેવા કરવી, ને ચકચૂર કરી દે તો રાજી થઇ જાય. તે ચકચૂર કરે તે પણ ‘મરતી મરતી કાન હલાવે’ એમ નહિ. ।।૨૪૪।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪પ

છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં ‘સત્સંગે કરીને વશ થાઉં છું’ એ વાત આવી, એટલે બોલ્યા જે, ‘સત્સંગતે કિયો ? જે એકાંતિક સાધુમાં હેત. તે સાધુ કેવા ? તો ઉદ્ધવજેવા, પ્રહ્લાદ જેવા. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય ને દૂવે તો ભગવાનને દૂવ્યા જેટલું પાપ લાગે.’ એમ મર્મમાં વાત કરી. ।।૨૪૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 99

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૬

સંવત્ ૧૯૨૨ના પ્રથમ જેષ્ઠ વદી છઠ્ઠને દિવસ સ્વામી વરતાલથી પધાર્યા તે પછી વાત કરી જે, સાધુ જેવો કયાંય માલ નથી. તે મહારાજે પણ ‘હરિગીતા’માં માતાને સાધુ બતાવ્યા. ને સમ પણ સાધુના ખાય છે ને ‘શિક્ષાપત્રી’માં પણ સાધુ બતાવ્યા તે ગેરુએ લૂગડાં રંગ્યા એમ સાધુ નહિ ! એમ તો રામપરામાં બધાં માણસના રાતાં લૂગડાં છે, તેણે શું થયું ? એતો જયારે ચોસઠ લક્ષણ કહ્યાં છે એવો થાય, ત્યારે સાધુ કહેવાય.એવા તો આ આપણને મળ્યા છે. ।।૨૪૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૭

એમ તો સૌને લખ્યું છે કે બાર મહિને એક મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહિ મટે. ને ભાઇ ! રૂપિયા તો મળશે, પણ આ વાતો કયાં મળશે ? તે માટે વાતો સાંભળી લેવી. કોઇક કહેશે ‘ખરચીને વારંવાર વાવરીએ’ તો પણ શું ?એક રાળ ખરચે તો ચાર હજાર દઇએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે, પણ કોઇ રહે નહિ. અરે ભાઇ ! કોઇ રહેતા હો, ને તમારે રળ્યામાં ખોટ આવતી હોય, તો એક મહિનો તો ધર્મવેરામાંથી કાપી લેજો. અરે, જો રહો તો એમ આંહીંથી દશ રૂપિયાનો મહિનો દઇએ, હવે ઠીક; કેટલાક રહેશો ? સુધા તો ચારસે જણ રહેશો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થાશે. અરે, તમને જણાતું નથી પણ સોનાની મેડી હોય તો બાળીને આ વાતું સાંભળીએ. પછી આ વાતો દુર્લભ છે. ને દશોંદ-વિશોંદ તો મહારાજે પણ કહી છે . ને ન માનોતો એમ કહી છૂટીએ છઈએ. લાખ રૂપિયા ખરચે તેથી મનેતો આ મંદિરના રોટલા ખાઇને વાતું સાંભળે એ અધિક જણાયછે. આ વાતો કયાંથી મળે ? જે મરીને પામવા હતા, તે તો જીવતે જ સાધુ ને ભગવાન મળ્યા છે. ।।૨૪૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 113

સ્વામીની વાતો – પ્રકરણ પ, વાત- ૨૪૮

એમ નાના હતા ત્યારે છેંતાળીસની સાલમાં હિમ બહુ પડ્યું; તે ગોળામાં પાણી લેવા જાય ત્યાં માંહી પાણી ઠરી ગયેલ, એવું પડેલ. તે માણસ વાત કહેતા જે, ‘ચીર બાળીને તાપીને દેહ રાખ્યો.’ તેમ સોનાનાં ખોરડા બાળીને આ વાતો સાંભળવી. ।।૨૪૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 119
Powered By Indic IME