Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૧

અને ભગવાનનું ને આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઇ કરવું રહ્યું નથી, તે તો આંહી છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે. માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા. ને આપણે સાધનને બળે મોટાઇ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાઇ છે. ૨૨૧ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 102

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨રર

અને આજ ભગવાન અક્ષરધામ સહિત આંહી પધાર્યા છે. તેના સ્‍વરુપનો પર ભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થાવું. પણ ઉદ્ધવજી  જેવા ભકત થાવું. ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એ એનો દ્રોહ થાય છે ને આજ તો જેવી વાતો થાય છે ને સમજાય છે, તેવી કોઇ દિવસ સમજાણી નથી. ૨૨૨ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૩

આવાને આવા અક્ષરધામમાંથી આવ્‍યા છે, એવો પર ભાવ અખંડ જણાય તો અહો ! અહો ! સરખું રહે, ને જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. ૨૨૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 97

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૪

અને જીવનો ને દેહનો વ્‍યવહાર નોખો સમજવો. ને એમ ન મસજે તો આ પ્રાપ્‍તિ ભારે થઇ છે, તો પણ દુર્બળતા મનાય. ને ભગવાનની આજ્ઞાથી ગૃહસ્‍થાશ્રમ કર તો પણ નિર્બંધ છે. ૨૨૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 90

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨રપ

કૃપાનંદ સ્‍વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહિ, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને અગિયાર નિયમ પાળવા, એટલે તેમના જેવા બળિયા થવાશે, શાથી જે આ સત્‍સંગમાં ઉપાસનાં, ધર્મ આદિક સર્વ છે, કાંઇ બાકી નથી. ૨૨૫ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 109

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૬

ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે. બાકી નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઇને બેડીમાં નાખે છે તે નીકળાઇ નહિ. તેમ જીવને પ્રકૃતિરુપ સ્ત્રી ને પુરુષ એ બેડી છે, તે કોઇ રીતે તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે. નીકર દેહે કરીને ત્‍યાગ કરે પણ તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દ્ષ્‍ટાંત દીધું , જે એને દેહે કરીને ત્‍યાગ છે પણ વાસના ટળે નહિ. ૨૨૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૭

અને કોટિ સાધન કરે પણ આમ વાતો કરવી ને સાંભળવી તેની બરોબર થાય નહિ, ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહિ. ૨૨૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 101

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૮

આ જીવને માયાથી નિર્લેપપણું બે પ્રકારથી છે. એક જ્ઞાને કરીને અને બીજું ભગવાનની આજ્ઞાથી. બાકી તો નિયમે કરીને છે. પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્‍લાનિ પામી જાય. ૨૨૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 106
Powered By Indic IME