Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૩

રાજાને પાણી ન પાયું તો પણ તેણે સંકલ્‍પ કર્યોં હતો તેથી ગામ આપ્યું, તે જીવ પોતાના સ્‍વભાવ મુકતા નથી, તેમ ભગવાન પણ પોતાનો સ્‍વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. ૨૧૩ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 105

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૪

માની હોય તેને માન આપીને જીતવો, ગર્વી હોય તેની આગળ દીન થઇને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો, ને ગરીબ હોય તેને દબાવીને જીતવો, એમ કેટલીક જ્ઞાન કળા શીખવી. ૨૧૪ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 110

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧પ

દિવ્‍યભાવ અને મનુષ્યભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે છે ત્‍યારે આનંદ થાય, ને રુએ ત્‍યારે મૂંઝવણ થાય, ને દિવ્‍યભાવ અને મનુષ્યભાવ એક સમજે છે તેને કયું સાધન કરવાનું બાકી છે ? કાંઇ પણ નથી. ૨૧પ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 103

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૬

અને વણથળીમાં વાત કરી, જે આ વણથળી ગામ કોઇકને આપે તો તે ગાંડો થઇ જાય, ને વળી વડોદરું આપે તો વાત જ શી કહેવી ! ને આપણને તો કરોડ કરોડ વડોદરાં મળ્‍યાં છે, તે એમ પણ કહેવાય નહિ. હવે તો દેહ રહે ત્‍યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા. ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે. ને દેહ પડશે કે ભગવાન પાસે જઇને બેસવું છે, તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડયું રહેશે એમ વાત કરી. ૨૧૬ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 92

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૭

જેમ ગૃહસ્‍થ પોતાની મા, બેન, દીકરીને ઉધાડી દેખે, તો અવળું જોઇ  જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. ૨૧૭ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 104

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૮

આ પૃથ્‍વીના સર્વ જીવ પ્રાણી માત્ર રાજા પ્રજા આદિક છે, પણ ઇન્‍દ્ર વરસાદ ન વરસાવે તો સર્વે મરી જાય, ને તે ઇન્‍દ્ર છે તે બ્રહ્માં, વિષ્ણુ ને શિવની આગળ ગણતીમાં નથી, ને એ સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી, ને તે વૈરાટપુરુષ પ્રધાનપુરુષની આગળ ગણતીમાં નથી, ને તે પ્રધાનપુરુષ પ્રકૃતિપુરુષની આગળ ગણતીમાં નથી, ને એ સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી, ને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન તે આજ આપણને સાક્ષાત મળ્‍યા છે : માટે તેનું બળ રાખવું ૨૧૮ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 112

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨૧૯

અને મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઇ છે તો પણ ન ટળ્‍યા જેવું જણાય છે, તેનું કારણ એ છે : જે, જેમ તરવારમાં મરિયાં લાગ્‍યાં હોય તે સરાણે ચડાવ્‍યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માંહી ઉતરી ગયા હોય તો તે મટે નહિ તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્‍યારે મટે તેમ આ દેહ મૂકીને બ્રહ્મરુપ થાશે. એટલે સર્વે વાસના ટળી જાશે. ૨૧૯ read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 100

સ્વામીની વાતો – પ્રકરણ ૧, વાત- ૨ર૦

આ સાધુ તો ભગવાનના હજુરના રહેનારા છે ને પળ માત્ર છેટે રહે એવા નથી, ને છેટે રહે છે તે કોઇ જીવના કલ્‍યાણને અર્થે રહે છે. ને આ સમે એક વાત થાય છે તેવી વાત બીજા જન્‍માંતરમાં પણ કરી શકે નહિ, ને તે કરતાં પણ આવડે નહિ, ને જન્‍મારો અભ્‍યાસ કરે, તો પણ એવી વાત શિખાય નહિ. એમ વાત કરી. ૨૨૦. read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 121
Powered By Indic IME