અને જીવ માત્ર લધુશંકાના છે, તે એનું ભજન કરે છે. ને એ વિના તો રહેવાય નહિ. તે કયાં સુદી ? જે વૈરાટ સુધી ન રહેવાય, ને એમાંથી તો એક સનકાદિક તર્યાં. ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે, ને આપણે તો કોઇક લોકમાંથી આવ્યા હશું તે આંહી બેસાય છે, ને આવો યોગ મળ્યો છે, નીકર મળે નહિ. ને વિષય વિના તો જીવથી રહેવાય નહિ. તે સારુ વેદે કરીને નિયમ બાંધીને વિષયની રજા આપી, તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી. તે સારાં સારાં માણસ પણ નથી ચાલતાં, કેમજે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી. ૧૯૮
read more
Edit |
Renew |
Delete |
(expires in days)